જેલ એક એવી જગ્યા છે જ્યાં તેનું નામ સાંભળીને રુહ કંપી જાય છે. આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતની સૌથી જૂની જેલ છે. આ જેલમાં ફક્ત એક કેદી રહે છે. આ જેલ પોર્ટુગલની વસાહતમાં રહે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં છે.સામાન્ય પણે તમે દેશની જેલો તથા તેમાના કેદીઓ વિશે ઘણી ચર્ચાઓ સાંભળી હશે. તમને એ પણ ખબર હશે જ કે, દેશમાં કેદીઓની સંખ્યાની સરખામણીએ બેરેક ખૂબ ઓછા છે. પણ એક મજેદાર વાત એ પણ છે કે, ભારતમાં એક એવી પણ જેલ છે જ્યાં માત્ર એક જ કેદી છે. જેલ પણ એવી જાણે કિલ્લો હોય અને તે પણ પાણીની વચ્ચે.
આ જેલની ખાસ વાત એ છે કે આ ગુજરાત ખૂબ જ જૂની જેલ છે. આ દીવ એક કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માનવામાં આવે છે. આ દીવની સુંદરતા દેખતાં જ જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેને 472 વર્ષ થયા છે. સદીઓ પહેલાં પોર્ટુગલે આ દીવો પર શાસન કર્યું હતું અને તે સમયે જ આ જેલ બનાવવામાં આવ્યું હતું.
તમને જણાવી દઇએ કે આ જેલમાં દીપક કાનજી નામનો એક કેદી છે, જે 30 વર્ષનો છે. આ જેલમાં 20 લોકોનો સેલ રહે છે, પરંતુ અહીં એકમાત્ર દિપક જ રહે છે. આ જેલમાં અન્ય જેલોમાંથી કેટલીક જુદી જુદી સુવિધાઓ આપવામાં આવી છે. બતાવી દઈકે અહીં દીપકને દૂરદર્શન જોવા અને આધ્યાત્મિક સમાચાર વાંચવા અને ગુજરાતી અખબારો વાંચવા માટે આપવામાં આવે છે.
તેની સુરક્ષામાં પાંચ સિપાહી અને 1 જેલર પણ તેનાત કરવામાં આવ્યા છે. બધાની ડ્યૂટી શિફ્ટમાં નક્કી કરવામાં આવી છે. આ જેલને 2013માં બંધ કરી દેવાઈ હતી. થોડા વર્ષ પહેલા અહીં 7 કેદી બંધ હતા, જેમાં 2 મહિલાઓ હતી. બાદમાં તેમાંથી 4 કેદીઓને ગુજરાતના અમરેલીની જેલમાં શિફ્ટ કરી દેવાયા.
અમરેલી દીવથી 100 કીમી દૂર છે. ગુજરાતના તટ અને દીવને એક પુલ જોડે છે. 4 કેદીઓના ટ્રાન્સફર બાદ 2 કેદીઓની સજા પૂરી થઈ, આમ હવે ત્યાં માત્ર એક કાંજી જ બચ્યો છે. દીવ જેલમાં ડ્યૂટી પર તેનાત સિપાહી જણાવે છે કે, કેદીઓ માટે અહીં સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ છે. આંકડા જણાવે છે કે, દીવ અને દમણમાં સરકાર પ્રત્યેક કેદી પર 32 હજાર રૂપિયા ખર્ચ કરે છે જે અન્ય રાજ્યોની તુલનામાં ખૂબ વધુ છે.
ખાસ વાત એ છે કે, જે બેરકમાં દીપક રહે છે તેમાં 20 કેદીઓની જગ્યા છે. એક જ કેદી હોવાને કારણે તેના માટે જમવાની વ્યવસ્થા પણ બાજુના રેસ્ટોરન્ટમાંથી કરવામાં આવે છે. જેલમાં થોડા સમય માટે આધ્યાત્મિક ચેનલ અને દૂરદર્શન જોવાની પરવાનગી છે. દીપકને ગુજરાતી અખબાર અને મેગેઝીન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તે સાંજે 4થી 6માં બે સિપાહીઓ સાથે ખુલી હવામાં લટાર પણ મારી શકે છે.