ભારત દેશમાં અનેક દેવી-દેવતાનાં મંદિર છે. આપણે એ તમામ મંદિરના ઇતિહાસને એકવાર જોવા બેસીએ તો ખ્યાલ આવશે કે દરેક મંદિર પાછળ કેટલીયે વાત અને કેટલીયે લોકવાયકા છુપાયેલી હોય છે. દરેક મંદિરનો પોતાનો અલગ ઇતિહાસ હોય છે, દરેક મંદિરનું પોતાનું અલગ ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. ઘણી જગ્યાએ તો તમને તે મંદિરનો ઇતિહાસ અને લોકવાયકા સાંભળીને નવાઇ લાગે કે શું ખરેખર અહીં આવું થયું હશે? શું ખરેખર જે આપણે સાંભળી રહ્યાં છીએ તે સાચું હશે? આજે આપણે એક એવા જ મંદિરની વાત કરવાની છે જેમાં માતાજી બિરાજમાન છે, પણ આ માતાનું મસ્તક નથી. મતલબ કે અહીં માત્ર માતાજીનું ધડ અને બીજું શરીર બિરાજમાન છે, પણ તેમનું મસ્તક નથી. તેથી જ મંદિરનું નામ છિન્નમસ્તિકા આપવામાં આવ્યું છે.
દેવીમાં ના શક્તિપીઠોમાં થી બીજું સૌથી મોટું શક્તિપીઠ ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૮૦ કિમી દુર સ્થિત છે. આ શક્તિપીઠ છિન્નમસ્તીકા મંદિરથી પ્રસિદ્ધ છે. માં છિન્નમસ્તીકા મંદિર રજરપ્પાના ભૈરવી-ભેડા અને દામોદર નદીના સંગમ પર સ્થિત લોકોની આસ્થા પ્રમુખ કેન્દ્ર છે.અહી ફક્ત રાજ્ય, દેશ તેમજ વિશ્વભર થી માતા ના દર્શન માટે ભક્તો આવે છે. શ્રી યંત્રનું સ્વરૂપ છિન્નમસ્તીકા દસ મહા વિદ્યાઓમા છઠું રૂપ માનવામાં આવે છે. આ મંદિર દામોદર ભૈરવી મંદિર સંગમના કિનારે ત્રિકોણ મંડળના યોની યંત્ર પર સ્થાપિત છે. જયારે પૂરું મંદિર શ્રીયંત્રના આકાર જેવું છે. લાલ, લીલા અને સફેદ રંગોના સમન્વયથી મંદિર ખુબ જ સુંદર લાગે છે. માં નું આ રૂપ જોવામાં ભયભીત પણ કરે છે.
કહેવાય છે કે શક્તિપીઠમાં કામાખ્યા શક્તિપીઠ સૌથી મોટી ગણવામાં આવે છે જ્યારે અહીં બીજા સ્થાન ઉપર રજરપ્પાનું છિન્નમસ્તિકા મંદિર આવે છે. આ મંદિર ભૈરવી ભેડા અને દામોદર નદીના સંગમસ્થાને આવેલું છે. આ મંદિર આસ્થાની ધરોહર છે. આમ તો અહીં બારેમાસ લોકોની ભીડ જોવા મળે છે પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં ભક્તોની ભીડ વધી જતી હોય છે.કોઇ કહે છે આ મંદિર મહાભારતના સમયનું છે તો કોઇ કહે છે કે તે ૬૦૦૦ વર્ષ જૂનું છે. ઘણાં લોકો એવું માને છે કે મહાભારતના યુદ્ધ સમયે આ મંદિરનું નિર્માણ થયું હતું તો ઘણાં લોકો કહે છે કે ૬૦૦૦ વર્ષ પહેલાં દેવીમાએ અહીં પ્રગટ થવાનું વિચાર્યું હતું.
છિન્નમસ્તિકા મંદિરનાં દેવીનું રૂપ.
આ મંદિર કાલીમાનું મંદિર છે. અહીં રહેલી કાલીમાની ર્મૂિતના એક હાથમાં તલવાર છે તો બીજા હાથમાં તેમનું જ કપાયેલું મસ્તક છે. આ મસ્તકમાં માતાજીની ત્રણ આંખો છે. તેઓ કમળ પર ઊભાં છે અને તેમનો ડાબો પગ આગળની તરફ છે. પગની નીચે કામદેવ અને રતી શયનમુદ્રામાં છે. તેમના ગળામાં મુંડમાળા અને સર્પમાળા શોભી રહી છે. તેમના કપાયેલા ગળામાંથી રક્તની ધારા વહે છે, તેમની આજુબાજુમાં ડાકિની અને શાકિની છે, જેઓ રક્તપાન કરી રહ્યાં છે. માતાના હાથમાં તેમનું જે મસ્તક છે તેના વાળ વીખરાયેલા છે અને માતાનું આ રૂપ નગ્ન અવસ્થામાં હોવા છતાં તેજોમય લાગે છે.
મંદિરમાં ઉત્તર દીવાલ બાજુ રાખેલા શીલા ખંડમા દક્ષીણ તરફ મુખ રાખેલા છિન્નમસ્તીકા ના દિવ્ય સ્વરૂપનું દર્શન થાય છે. મંદિરમાં સ્થાપિત માતાની પ્રતિમામાં તેનું કાપેલું માથું તેના જ હાથ માં છે. અને તેની ડોક માંથી લોહીની ધારા વહે છે. જે બંને બાજુ ઉભેલી સહાયિકાના મુખમાં જાય છે. શીલા ખંડમાં દેવીની ત્રણ આંખ છે. તેનું ગળું સાપની માળા અને મુંડમાળાથી શુશોભિત છે. વાલ ખુલા છે અને જીભ બહાર નીકળેલી છે. આભૂષણોથી શોભિત માં નગ્નાવસ્થામા કામદેવ અને રતી પર ઉભા છે. ડાબા હાથમા તલવાર છે. પુરાણોમાં પણ રજરપ્પા મંદિરનો ઉલ્લેખ શક્તિપીઠના રૂપમાં થયો છે.
માનતા માનવા માટે બાંધવામાં આવે છે પત્થર.
મંદિરમાં ચાર દરવાજા છે. અને મુખ્ય દરવાજો પૂર્વ તરફ છે. મુખ્ય દ્વારથી નીકળતા સમયે મંદિરથી નીચે ઉતરતી વખતે ડાબી બાજુ નારીયેળ બલીનું અને જમણી બાજુ બલી સ્થાન છે. બને સ્થાનો વચ્ચે માનતા માનવા માટે રક્ષાસૂત્રમાં પત્થર બાંધીને ઝાડ તેમજ ત્રિશુલમાં લટકાવે છે. ત્યાર બાદ માનતા પૂરી થવા પર તે પત્થરને દામોદર નદીમાં પ્રવાહિત કરવાની પરંપરા છે.અહી મુંડન કુંડમા મુંડન કરાવ્યા પછી સ્નાન કરવાની પરંપરા છે. જયારે પાપનાશિની કુંડને રોગમુક્તિ પ્રદાન કરવા વાળો માનવામાં આવે છે. બધાથી ખાસ દામોદર અને ભૈરવી નદી પર અલગ અલગ બનેલા ગરમ પાણીના કુંડ છે. નામ મુજબ અનુસાર તેનું પાણી ગરમ છે. અને માન્યતા છે કે અહી સ્નાન કરવાથી ચામડીના રોગથી મુક્તિ મળે છે.
રાતે અહી માતા વિચરણ કરે છે.
અહી દર નવરાત્રીના સમયે મોટી સંખ્યામાં સાધુ સંત અને ભક્તો માતાના દર્શન માટે આવે છે. મંદિરમાં ૧૩ હવન કુંડોમાં વિશેષ અનુષ્ઠાન કરી સિદ્ધીની પ્રાપ્તિ કરવામાં આવે છે. મંદિર રજરપ્પાના જંગલોથી ઘેરાયેલું છે. જ્યાં દામોદર અને ભૈરવી નદીનો સંગમ છે. સાંજ થતાજ પુરા વિસ્તારમાં સન્નાટો છવાઈ જાય છે. લોકો નું માનવું છે કે માં છિન્નમસ્તીકા અહી રાતે વિચરણ કરે છે. એટલે એકાંત વાસમા સાધક તંત્ર મંત્રની પ્રાપ્તિ માટે જોડેલા છે દુર્ગા પૂજાના અવસર પર આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, છતીસગઢ, ઓડીસ્સા, મધ્ય પ્રદેશ, યુપી જેવા ઘણા પ્રદેશોથી સાધક અહી આવે છે. માં છિન્નમસ્તીકાની વિશેષ પૂજા અર્ચના કરી સાધનામાં લીન રહે છે.
કાલીમાના છિન્નમસ્તિકા રૂપ માટે એમ કહેવાય છે કે એકવાર મા ભવાની તેમની બે સખીઓ સાથે મંદાકિની નદીના કિનારે સ્નાન કરવા માટે આવ્યાં હતાં. સ્નાન કર્યા બાદ મા ભવાનીની બે સખીઓને એટલી બધી ભૂખ લાગી કે ભૂખના કારણે તેમનો રંગ કાળો પડવા લાગ્યો. તેમણે માતા પાસે ભોજન માંગ્યું, માતાએ થોડો સમય રાહ જોવા કહ્યું, પણ બંને સહેલીઓ ભૂખથી વિચલિત થઇ ગઇ. આ જોઇને માતાએ પોતાની તલવારથી જ પોતાનું માથું કાપી નાખ્યું. આ માથું તેમના હાથમાં આવી ગયંુ અને તેમાંથી જે લોહીની ધારા થઇ તે બંને સખીઓને પીવડાવી તેમજ પોતે પણ પીધી. બસ, ત્યારથી તેમના આ સ્વરૂપનું નામ છિન્નમસ્તિકિા પડયું અને તેમની પૂજા થવા લાગી.
કહેવાય છે કે અહીં મોટી સંખ્યામાં સાધુ મહાત્મા અને શ્રદ્ધાળુ દર વર્ષે નવરાત્રિમાં દેવીમાના આશીર્વાદ લેવા તેમજ અહીં થતાં હવનનાં દર્શન કરવા આવે છે. અહીં દર વર્ષે નવરાત્રિમાં હવન થાય છે. અહીં રહેલા તેર હવનકુંડમાં વિશેષ અનુષ્ઠાન કરીને સિદ્ધિની પ્રાપ્તિ કરવામાં આવે છે. આ મંદિરની સામે બલી સ્થાન છે. રજરપ્પામાં આવેલું આ મંદિર જંગલની વચ્ચે આવેલું છે, તેથી અહીં સાધુ મહાત્મા તંત્રવિદ્યા તેમજ મંત્રોના જાપ માટે પણ આવતા હોય છે. નવરાત્રિમાં ખાસ ભક્તોની ભીડ જામેલી રહે છે. કહેવાય છે કે તમે અહીં જે પણ મનોકામના લઇને નવરાત્રિમાં દર્શન કરવા આવો તે મનોકામના પૂર્ણ થતી હોય છે.છિન્નમસ્તિકા મંદિરે જવા માટે રાંચી સુધી બસ કે ટ્રેનમાં જવું પડે છે ત્યારબાદ રાંચીથી તમે પ્રાઇવેટ વાહન અને બસમાં મંદિર સુધી પહોંચી શકો છો.