Breaking News

આ છે સમગ્ર ભારતનાં સૌથી આમિર મંદિરની યાદી,જાણો કેટલા મંદિરની આવકમાં થયો વધારો…….

ભારતના મંદિરોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે. અહીં ગલી-ગલીએ અને ચોકે-ચોકે નાના-મોટા અનેક દેવી-દેવતાઓના મંદિરો તમને જોવા મળી જશે. પણ અહીં વાત કરીએ છીએ એવા મંદિરોની, જેમાં દાતાઓએ આપેલી સંપત્તિથી તે ભારત અને દુનિયાના સૌથી ધનાઢ્ય મંદિરોમાં સામેલ થયા છે. ભારતમાં સૌથી ધનાઢ્ય મંદીર જો કોઈને ગણવામાં આવે તો એ છે કેરળમાં આવેલુ પદ્ધનાભસ્વામીનું મંદિર, જ્યા અબજો રૂપિયાનો ખજાનો મળી જવાથી દરેક વ્યક્તિ આશ્ચર્ય પામ્યો છે. હજુ પણ તેની તિજોરિઓ ખોલવા અને સંપત્તિઓની ગણતરીનુ કામ સતત ચાલી રહ્યું છે. અત્યાર સુધી ગણાયેલા ખજાના સ્વરૂપે એક લાખ કરોડની સપંત્તિ હાથ લાગી છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભારત માં ઘણા એવા મોટા મોટા મંદિરો આવેલા છે જે ખુબજ ધનિક ગણી શકાય આજે અમે જણાવીશું ભારતદેશના એવા પ્રાચીન મંદિરો વિશે કે જ્યા થાય છે દર વર્ષે ધન ની વર્ષા. આ મંદિરો ની યાદી નીચે મુજબ છે.સોમનાથ મંદિર, ગુજરાત : સોનમાથ એ એક હિંદુધર્મ નુ ખુબ જ રમણીય મંદિર છે. ૧૨ જ્યોતિર્લિંગ મા ના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. વેરાવળ પોર્ટ પર રાજા ચંદ્રદેવ દ્વારા નિર્માણ કરવા મા આવ્યુ. ઋગ્વેદ મા આ મંદિર વિશે વાત કરવા મા આવી છે હાલ સુધી મા ૧૭ વખત આ મંદિર તુટ્યુ છે અને ફરી નિર્માણ કરવા મા આવ્યુ છે. દર વર્ષે અહિયા સેકડો રૂપીયા નુ દાન થાય છે.

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોર્તિલિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

ગુરુવાયુર મંદિર , કેરળ : ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિર કેરળ મા સ્થિત છે. પ્રભુ નારાયણ ના પવિત્ર મંદિર તરીકે જાણીતુ છે. ૫૦૦૦ વર્ષ પુરાનુ છે. વૈષ્ણવવાદ ના વિશ્વાસ નુ કેન્દ્ર છે આ મંદિર. તેના ખજાના ના લીધે આ મંદિર ચર્ચા મા રહેલુ છે.

સાંઈબાબા મંદિર , શિરડી : સાંઈબાબા ભારત ના સિદ્ધ , ગુરૂ , સાધુ તથા ફકીર હતા. તેમના ભક્તજનો તેમને સંત તરીકે ઓળખતા હતા. તેમના વાસ્તવિક નામ કે જન્મ સ્થળ વિશે કોઈ ને પણ ખ્યાલ નથી. જ્યારે તેઓ યાત્રા કરતા કરતા શિરડી આવ્યા ત્યારે તેમને ‘ સાંઈ ‘તરીકે સંબોધવા મા આવ્યા. શિરડી મા સ્થિત સાંઈબાબા નુ મંદિર સમૃદ્ધ મંદિરો મા નુ એક છે. આ મંદિર ની ઈનકમ કરોડૉ મા થાય છે. આ મંદિર અંદાજીત ૩૨ મિલિયન ચાંદી ના આભુષણો તથા ૬ મિલિયન ચાંદી ની મુદ્રા ઓ ધરાવે છે. વધુ મા , દર વર્ષે અહી રૂપીયા ૩૫૦ કરોડ થી વધુ ધન મેળવવા મા આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર , મુંબઈ : સિદ્ધિવિનાયક એ ગણપતિ બાપા નુ એક અતિ પ્રિય રૂપ છે. ગણપતિ બાપા ની પ્રતિમાઓ કે જે જમણી સાઈડ ઝુકેલી હોય આ પ્રકાર ના મંદિરો ને સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખવા મા આવે છે. આ મંદિરે જઈ ને ભક્તો ની તમામ મનોકામના પુરી થાય છે. આ મંદિર ૩.૭ કીલો સ્વર્ણ ની ભીંતો ધરાવે છે જે કોલકત્તા ના એક વ્યાપારી એ દાન કર્યુ હતુ.

વૈષ્ણવદેવી મંદિર , જમ્મુ : આ મંદિર ટ્રિકટા હિલ્સ ની ઊંચાઈ પર ૧૭૦૦ મી. ના વિસ્તાર મા નિર્મિત થયેલુ છે. આ મંદિર નો ગર્ભગૃહ ૩૦ મી. લાંબી અને ૧.૫ મી. ઊંચી ગુફા મા આવેલો છે. એક દંતકથા અનુસાર દેવી એ આ ગુફા મા છૂપાયેલા રાક્ષસ નો વધ કર્યો હતો. આ મંદિર મા જોવાલાયક ગુફા મા ત્રણ તત્વો છે. આ મંદિર ની સાર-સંભાળ શાઈનબોર્ડ કરે છે. દર વર્ષે અહી ૫૦૦ કરોડ થી પણ વધુ નુ દાન પ્રાપ્ત થાય છે.

પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ.

પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે.આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાલ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે.આમ તો મંદિરમાં મદ્મનાભ સ્વામીની મૂર્તિની સ્થાપના ક્યારે અને કોણે કરી એ વિશે કોઇ ખાસ માહિતી નથી, પરંતુ ત્રાવણકોરના ઇતિહાસકાર ડો. એલ એ રવિ વર્મા મુજબ આ રહસ્યોથી ભરેલા મંદિરની સ્થાપના 5 હજાર વર્ષ પહેલા કળયુગના પહેલા દિવસે કરવામાં આવી હતી.આ મંદિરમાં સાત તહેખાના છે અને દરેક એક દરવાજા સાથે જોડાયેલુ છે, પરંતુ 2011માં સુપ્રીમ કોર્ટના નેતૃત્વમાં એક પછી એક તહેખાનુ ખોલવામાં આવ્યુ, જેમાંથી કુલ એક લાખ કરોડથી વધારે કિંમતનુ સોનુ, હીરા માણેક અને આભૂષણો મળી આવ્યા હતા. જે પાછળથી મંદિરના ટ્રસ્ટ પાસે જમા કરી દેવાયુ હતું. પરંતુ જ્યારે અંતિમ સાતમા દરવાજો ખોલવાના સમયે તેની આગળ નાગની ભવ્ય આકૃતિ જોવા મળી જે પછી સાતમા તહેખાનાને ખોલવાનો વિચાર માંડી વળાયો. એવુ માનવામાં આવે છે કે આ દરવાજાની રક્ષા સ્વં ભગવાન વિષ્ણુના અવતાર નાગ કરી રહ્યા છે અને તેને ખોલવો એટલે મોટી આફતને ગળે લગાડવા સમાન છે.

શ્રી જગન્નાથજી મંદિર, પૂરી.


શ્રી જગન્નાથજીનું મંદિર હિન્દુ મંદિર છે, જે ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત કરે છે. ભારતના ઓડીસા રાજ્યમાં તટવર્તી શહેરમાં આવેલ છે. જગન્નાથ શબ્દનો અર્થ જગતના સ્વામી થાય છે.આ મંદિરને હિંદુઓના ચાર ધામ માનવામાં આવે છે. આ વૈષ્ણવ સંપ્રદાયનુ મંદિર છે. શ્રી જગન્નાથ પૂરીનુ મંદિર ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ છે. આ મંદિરમાં જે દાન આવે છે તે મંદિરની વ્યવસ્થામાં અને સામાજિક ખર્ચ કરવામાં આવે છે.

તિરુપતિ બાલાજીનુ મંદિર, આંધ્રપ્રદેશ.

તિરુપતિ બાલાજીનુ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લમાં છે. આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે.

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી.

કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિષીલિંગો માંથી એક છે. આ મંદિર વારાણસીમાં આવેલ છે. કાશી વિશ્વનાથનુ મંદિર હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે એક વાર આ મંદિરના દર્શન કરવા અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાઈ છે.૧૭૮૦ માં આ મંદિરનુ નિર્માણ મહારાણી અહલ્યા બાઈ હોલ્કરે કરાવ્યું હતું. ત્યારબાદ મહારાજા રંજીત સિંહ દ્વારા ૧૮૫૩ માં ૧૦૦૦ કી.ગ્રા શુધ્ધ સોનાથી મઢાંવવામાં આવ્યું. કાશી વિશ્વનાથ મંદિર પણ ભારતના અમીર મંદિરો માંથી એક છે. અહી દરવર્ષે કરોડોનો ચઠાવો કરવામાં આવે છે.

મીનાક્ષી અમ્મન મંદિર, મદુરે.તમિલનાડુમાં આવેલ મીનાક્ષી અમ્મન મંદિર પ્રાચીન ભારતનું સૌથી મહત્વપૂર્ણ મંદિર માંથી એક છે. મીનાક્ષી અમ્મન મંદિર વિશ્વના નવા સાત અજુબામાં નામાંકિત કરવામાં આવ્યું છે.આ મંદિર ભગવાન શિવ અને મીનાક્ષી દેવી પાર્વતીના રૂપમાં સમર્પિત છે. મીનાક્ષી મંદિર પાર્વતીના સૌથી પવિત્ર મંદિરમાં થી એક છે. મંદિરનો મુખ્ય ગર્ભગૃહ ૩૫૦૦૦ વર્ષથી પણ વધારે જુનો માનવામાં આવે છે. આ મંદિરને પણ ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ કરવામાં આવ્યું છે.

 

ગુરુવયુર મંદિર, કેરલ.શ્રીકૃષ્ણનુ મંદિર ગુરુવયુર કેરલ સ્થિત છે. આ મંદિરને વિષ્ણુ ભગવાનનુ સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જુનું છે. ગુરુવયુર મંદિર વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે. પોતાના ખજાનાને કારણે આ મંદિર ભારતના ૧૦ અમીર મંદિરોમાં શામેલ છે.

 

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *