Breaking News

આ છે ક્રૂર તાનાશાહ કિંમ જોંગ ની સુંદર પત્ની,જે હંમેશા રહે છે પડદા ની પાછળ, જોઈ લો એની ક્યારેય ના જોયેલી તસવીરો…

વિશ્વના સૌથી રહસ્યમય દેશોમાં સામેલ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન.આ દેશ આમ છે છે એક દમ નાનો પણ એની પાસે એવી તાકાત છે કે દુનિયાના કોઈ પણ દેશ ને ધુળ ચતાડી શકે છે.કિમ જોંગ-ઉન એના એના સાહી જીવન ના કારણે હંમેશા ચર્ચા માં રહે છે.પણ આજે આ પોસ્ટ વાત કરવાના છે એમની પત્ની એટલે કે રિ સોલ વિસે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ તેની ક્રૂરતા માટે કૂખ્યાત છે. આ દેશ જ્યાં ખુબ જ ગરીબી અને બેકારી સામે લડી રહ્યો છે અને તાનાશાહ કિમ જોંગ ઉન આરામની જિંદગી જીવી રહ્યો છે. તેના સખત નિયમો અને કાયદા દેશના નાગરિકો જ નહીં પરંતુ તેની પત્નીને પણ અનુસરવા પડે છે.કિમ જોંગની જિંદગી સાથે જોડાયેલા એવા ઘણા પાસાં છે જેનાથી વિશ્વ હજુ અજાણ છે અથવા ખુબ ઓછી જાણકારી છે. કિમ જોંગ ઉનની પત્ની અને તેના ત્રણ બાળકો છે પરંતુ તેણે પોતાના પરિવારને વિશ્વની નજરથી દૂર રાખ્યો છે.

જણાવી દઈએ કે કિમ જોંગ ઉનની પત્નીનું નામ રી સોલ જૂ છે.મળતી માહિતી પ્રમાણે વર્ષ 2012માં ઉત્તર કોરિયાના મીડિયાએ જણાવ્યું હતું કે તાનાશાહ કિમ જોંગ ઉનના લગ્ન થયા છે. વિશ્લેષકો પ્રમાણે વર્ષ 2008માં કિમ જોંગ ઉને પિતાને હાર્ટ એકેક આવતા ઉતાવળમાં વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. વર્ષ 2010માં કિમ જોંગ દંપતિને પ્રથમ બાળક થયું હતું. તાનાશાહ કિમના હાલ ત્રણ બાળકો છે પરંતુ તેના વિશે વિશ્વને ખુબ ઓછી જાણકારી છે.

કિંમ જોંગ અને પત્ની રિ સોલ જુ ની પહેલી મુલાકાત.

જણાવી દઈએ કે રિ સોલ એક ગાયિકા હતા અને એક કાર્યક્રમમાં પરફૉર્મ કરતા સમયે કિંમ જોંગ ની નજર તેમના પર પડી હતી.આ જ નામ ધરાવતા ઉત્તર કોરિયાના એક કલાકાર પણ છે, પણ એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે તે બન્ને એક જ છે કે અલગઅલગ છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે કિમ જોંગ ઉન અને રી સોલ જુનાં ત્રણ બાળકો પણ છે.આ વાતનો અંદાજો રી સોલ જૂના અચાનક થોડા સમય માટે ગુમ રહેવા અને ફરી નજર આવવાના આધારે લગાવાયો છે.પરંતુ ક્યારેય આ વાતોની પુષ્ટી પણ નથી કરાઈ.કિમ જોંગની સાથે સાર્વજનિક જગ્યાએ ખૂબ જ ઓછા દેખાતાં હોય છે.

પત્ની માટે છે આવા કડક નિયોમો.

પત્ની રિ સોલ-જૂ એવા કડક નિયમોનું પાલન કરે છે જેનો તમે વિચાર પણ નહીં કરી શકો. આ તાનાશાહ સાથે તેની પત્ની ભલે સાથે જોવા મળે પરંતુ તેની પાછળ કડક કાયદા અને નિયમો પણ રહેલા છે. આજે અમે તમને જણાવીશું કે કિમ જોંગે પત્ની માટે પણ કેવા કેવા નિયમો બનાવી રાખ્યા છે.કિમ ખૂબ જ ઓછી જગ્યાએ પત્ની સાથે દેખાય છે. ઉત્તર કોરિયાની ફર્સ્ટ લેડી દરેક સમયે પબ્લિક અપીયરેંસ આપી શકતી નથી, માત્ર સ્પેશિયલ એપીયરેંસની જ પરવાનગી છે. ફર્સ્ટ લેડી અને તેના બાળકોને સીક્રેટ લાઈફ જીવવાની હોય છે.

તેમની મૂવમેન્ટ્સ પ્રતિબંધિત હોય છે, એટલા માટે અસંભવ છે કે તેઓ કોઈ સોશિયલ લાઈફ જીવી શકે. હાઈ સિક્યોરિટીને કારણે તેમની દરેક કામગીરી પર ધ્યાન રાખવામાં આવે છે.અન્ય દેશોમાં જ્યાં ફર્સ્ટ લેડીને શોક સ્થળો પર જવાની પરવાનગી નથી હોતી જ્યારે રિ સોલ જૂને શોક સ્થળ પર જોવામાં આવી છે. તે પતિ સાથે સસરા અને દાદાના શોક સ્થળ પર જોવા મળી હતી.

રિ સોલ જૂને પોતાના પતિના પ્રગતિશીલ અને આધુનિક પક્ષનું પ્રતિનિધિત્વ કરનારી માનવામાં આવે છે. એટલા માટે તેણે આધુનિકતા દેખાય વેસ્ટર્ન સ્ટાઈલ તેવા કપડા જરૂરી છે, જ્યારે તેની બહેનને તેમના પરંપરાગત પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે.મહિલાઓ માટે સામાન્ય બાબત છે કે લગ્ન બાદ પતિનું ઉપનામ પોતાના નામ સાથે જોડે છે પરંતુ રિ સોલ યૂ એ પોતાનું નામ છોડીને નવું નામ અપનાવવું પડ્યું.

એવું નથી કે તાનાશાહની પત્ની વ્યસ્ત જીવન જીવે છે અને તે પોતાના પરિવારને મળી શકતી નથી. પરંતુ તેમની લાઈફ સ્ટાઈલ તેને પોતાના પરિવાર સાથે મળવાની પરવાનગી આપતી નથી.એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદ તેમને તુરંત બાળક થવું જોઈએ. એટલું જ નહીં લગ્ન બાદ પહેલા બાળકને જન્મ આપવામા માટે તેમને મજબૂર કરવામાં આવે છે. વારસાને આગળ વધારવા માટે તેમને પુત્રનો જન્મ થાય તેવું દબાણ વધારે હોય છે.

અત્યાર સુધી રીને નોર્થ કોરિયામાં કોમરેડ તરીકે ઓળખવામાં આવતી હતી.નોર્થ કોરિયાની વરિષ્ઠ સ્ટાર મહિલા એન્કર રી ચૂન હીએ ફર્સ્ટ લેડી જણાવ્યું હતું. 2012 સુધી રી સોલ સંગીત સાથે જોડાયેલી હતી.2005માં સાઉથ કોરિયામાં આયોજિત એક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પોતાના દેશ માટે તેઓએ ચીયરલીડર તરીકે કામ કર્યુ હતું. ઉત્તર કોરિયા આખી દુનિયા માટે રહસ્યમય દેશ રહ્યો છે અને રહસ્યમય છે પણ ખરાં. અહીંની સરકાર વિચિત્ર છે, તો પ્રજા પણ અનોખી છે. દેશના નીતિ-નિયમો સાવ જુદા છે અને સંસ્કૃતિ પણ અકલ્પનીય છે.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *