નારી ભૃણ હત્યા સામેની આ ઝુંબેશમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોએ સ્વૈચ્છિક રીતે હાથ મીલાવવાની તાતી જરૂર છે. જયારે પી – પત્ની જાતિ પરિક્ષણ માટે ત્યારે તબીબોએ પતિ – પત્નીને એવું સમજાવવા કોશિશ કરવી જોઈએ કે દીકરીને ‘ પરાયું ધન ‘ નહીં, પણ ‘ પોતાનું ધન ‘ સમજે, દીકરી જન્મવાની છે એ જાણીને યુગલ ગર્ભપાત કરાવવાની ઈચ્છા દર્શાવે તો એને અનૈતિક ગણી તબીબે જોરદાર વિરોધ કરવો જોઈએ.ભૃણ હત્યા વિષયક સાહિત્ય સર્જવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો, અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી આ સમસ્યાના ઉકેલ માટે સહાયરૂપ થઇ શકે.
દરેક હિંદુ પુરુષ ‘ પુન ‘ નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે. તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે_ ને એની ગર્ભમાં હત્યા કરાવી નીચામાં નીચા નર્કને લાયક બને છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે.દીકરો – દીકરી એક સમાનની સંકલ્પના માતા – પિતા, સાસુ સહિત સૌ કોઈ સમજે સમજાવે તો સ્ત્રી ભૃણ હત્યાના મહાપાપનો સિલસિલો વધતો અટકે.સ્ત્રી બાળકને આર્થિક બોજમાંથી આર્થિક સંપત્તિમાં ફેરવી નાખવામાં આવે તો આ દૂષણને અસરકારક રીતે મીટાવી શકાય.
સરકારે દીકરીઓ માટે અનેક વિધ સવલતો આપવી જોઈએ. જેવી કે, મફત કેળવણી, વધારાનું ખાદ્યાન્ન, કરરાહત, એક કે બે સ્ત્રી બાળક ધરાવતા ગરીબ માં બાપને ઘડપણમાં થોડી આર્થિક સહાય મળે, જેથી તેઓ પુત્રનો આગ્રહ જ ન રાખે.જો કે સરકારે જાતિ નિર્ધારણ સામે કાયદો કરીને અને તે અંગેના દવાખાના સામે કઠોર કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવીને પણ સાચી દિશામાં પગલું તો ભર્યું જ છે. આ કાયદાઓનો કડક અમલ કરાવીને સ્ત્રી ભૃણ હત્યા ડામવામાં કેટલેક અંશે મદદ મળી રહેશે.
શિક્ષિત અને સ્વાવલંબી સ્ત્રી જ સમાજમાં થતા અન્યાય સામે લડીને સમાન તક પ્રાપ્ત કરી શકે તેમ છે. આથી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારવું જોઈએ.અત્યારે યુવતીઓ સામાન્ય રીતે લગ્ન પછી સાસરે જતી રહે છે અને બાકીનું જીવન ત્યાં જ વિતાવે છે. પરંતુ આપણા દેશમાં એક ખૂણો એવો પણ છે કે લગ્ન પછી છોકરીઓ સાસરામાં જતી નથી, પરંતુ જમાઈ જ છોકરીના ઘરે રહે છે. ઉત્તર પ્રદેશના કૌશમ્બી જિલ્લામાં આવેલું છે આ ગામ. જેનું નામ હિંગુલપુર છે.
હિંગુલપુરને જમાઈના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.એક સમય એવો પણ હતો જ્યારે હિંગુલપુર ગામ સ્ત્રી ભ્રૂણ હત્યા અને દહેજ હત્યામાં ખૂબ આગળ હતું, પરંતુ આજે ગામમાં પોતાની દીકરીઓને બચાવવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે. દાયકાઓ પહેલાં ગામના વડીલોએ લગ્ન પછી છોકરીઓને માતાના ઘરે રાખવાનો નિર્ણય કર્યો હતો. ગામના મુસ્લિમ સમુદાયે પણ આ પદ્ધતિ અપનાવી છે. હિંગુલપુર ગામની યુવતીઓના સંબંધોમાં આ એક મહત્વપૂર્ણ સ્થિતિ છે.
ગામમાં રહેવા આવનાર જમાઈને રોજગારની કોઈ તકલીફ ન થાય એ માટે પણ ગામ લોકોએ વ્યવસ્થા કરી છે. હિંગુલપુર ગામમાં કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, અલ્હાબાદ અને બંદા જેવા આસપાસના જિલ્લાના જમાઈઓ છે. આ ગામની પરિણીત છોકરીઓ તેમના પતિ સાથે સ્થાયી થઈ છે. આપણા દેશ ભારતનું એકમાત્ર ગામ હિંગુલપુર નથી. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા મુખ્યાલય પાસે આવું જ એક ગામ છે, જ્યાં જમાઈ રહેવા આવે છે. બીટાલી નામનું ગામ જમાઈના ગામ તરીકે પ્રખ્યાત છે.