અશ્વથામા મહાભારત કાળમાં એટલેકે દ્વાપરયુગમાં જનમ્યાં હતા. તેમની ગણના આ યુગના શ્રેષ્ઠ યોધ્ધાઓમાં થતી હતી. તે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને કુરુ વંશના રાજગુરુ કૃપાચાર્યના ભાણેજ હતા.દ્રોણાચાર્ય એજ કૌરવો અને પાંડવોને શસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યા હતા. મહાભારતના યુધ્ધના સમયે ગુરુ દ્રોણની હસ્તિનાપુર પ્રત્યે નિષ્ઠા હોવાને કારણે કૌરવોનો સાથ આપવો તેમને ઉચિત લાગ્યો.અશ્વથામા પણ પોતાના પિતાની જેમ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા. પિતા-પુત્રની જોડીને મહાભારતના યુધ્ધ દરમિયાન પાંડવોની સેનાને વેર-વિખેર કરી નાખી હતી. પાંડવોની સેનાનો ઉત્સાહ ભંગ થતો જોઈને શ્રીકૃષ્ણએ દ્રોણાચાર્યનો વધ કરવા માટે યુધિષ્ઠિરને કૂટનિતિનો સહારો લેવાનું કહ્યુ.આ યોજનાના અંતર્ગત યુધ્ધભૂમિમા આ વાત ફેલાવી દેવામાં આવી કે અશ્વથામા મરી ગયો છે. જ્યારે દ્રોણાચાર્યને ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી અશ્વથામાની મૃત્યુની હકીકત જાણવાની ઈચ્છા બતાવી તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ‘અશ્વથામા હતો નરો વા કુંજરો વા’ (અશ્વથામા માર્યો ગયો છે, પણ મને એ નથી ખબર કે તે નર હતો કે હાથી ?)આ સાંભળી ગુરુ દ્રોણ પુત્ર મોહમાં શસ્ત્ર ત્યજીને નિરાશ થઈને યુધ્ધભૂમિ પર બેસી ગયા. અને તે જ ક્ષણનો લાભ ઉઠાવીને પાંચાલ નરેશ દ્રુપદ પુત્ર દ્યૃષ્ટદ્યુમ્ને તેમનો વધ કરી નાખ્યો.
પિતાના મૃત્યુએ અશ્વથામાને વિચલિત કરી નાખ્યો. મહાભારતના યુધ્ધ પછી જ્યારે અશ્વથામાએ પિતાની મૃત્યુનો બદલો
લેવા માટે પાંડવ પુત્રોનો વધ કરી દીધો તથા પાંડવ વંશના સંપૂર્ણ નાશ માટે ઉત્તરાના ગર્ભમાં ઉછેરી રહેલો અભિમન્યુના પુત્ર પરિક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પરિક્ષિતની રક્ષા કરીને દંડ સ્વરુપે અશ્વથામાના માથા પર લાગેલી મણિ કાઢીને તેમને તેજહિન કરી નાખ્યા. અને યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો.કહેવાય છે કે મહાભારતના અશ્વત્થામા હજુ જીવે છે તે દરરોજ એક ગામમાં જાય છે. ત્ય શિવજીની પૂજા કરે અને પાછા જતા રહે છે તો ચાલો જાણીએ આ અશ્વત્થામાની કથા. ભારતમાં 5 હજાર વર્ષથી એક રહસ્ય છે. શું મહાભારતનો યૌદ્ધા અશ્વત્થામા જીવિત છે? દેશના કેટલાય શહેરોમાં અશ્વત્થામાની હાજરીના દાવા થાય છે. લોકો કહે છે કે, તેમણે અશ્વત્થામાને પોતાની આંખે જોયા. ઉત્તરપ્રદેશના કેટલાક લોકોએ દાવો કર્યો કે સીતાપુર પાસે એક ગામ છે જયાં એક રહસ્યમયી વ્યકિત દેખાય છે, શરૂઆતમાં અમને લાગ્યું કે, આ લોકો પણ કોઈ વહેમનો શિકાર હશે, પણ જયારે તપાસ ગામમાં ગયા અને જે જોયું, તે ચોંકાવનારું હતું. આ વખતે પડકાર દાવા અને કહાનીઓનો નહોતો. આ વખતે તો ચમત્કાર જોનારાઓ પણ મળ્યા. એક કહાની જેને આખી દુનિયા કલ્પના માને છે, પણ તે ગામના લોકો તેને હકીકત કહે છે. કેમ કે તેમણે અશ્વત્થામાને જોયા છે.
આ વખતે દાવો ખતરનાક હતો. જેની પડતાળ માટે અમે ધામમાં રાતભર રોકાયા અને 24 કલાક નજર રાખી. એક અજાણ્યા પડછાયા સાથે પણ મુકાબલો થયો. કેટલીક વિચિત્ર ઘટનાઓ સાથે પણ સામનો થયો આ બધા વચ્ચે જયારે દરવાજો ખુલ્યો તો શું દેખાયું? આની આગળ જાણવા માટે તમારે કહાની શરૂઆતથી જોવી પડશે એટલે સીતાપુરના સફરની શરૂઆતથી અમારો મુકામ સીતાપુર નહીં પણ પિસાવા ગામ હતું. જયાં મહાદેવના એક મંદિરમાં અશ્વત્થામા આવતો હોવાનો દાવો કરવામાં આવે છે. તે જગ્યા સાથે ખૌફની એક નહીં પણ અનેક કહાની જોડાય છે.આ મંદિર એટલું પુરાણુ નહોતું જેટલો દાવો કરવામાં આવ્યો હતો. મંદિરની આગળ ગોમતી નદી છે અને પાછળ જંગલ. જે ગાઢ તો નથી પણ રાતના અહીંથી જંગલી જાનવરોનો અવાજ જરૂર સંભળાય છે. આ મંદિર અહીં કયારથી છે કોણે બનાવ્યું, તે કોઈને ખબર નથી. બધા તે જ કહે છે કે જે કંઈ પણ છે તે ચમત્કાર અશ્વત્થામાનો છે. દાવા મુજબ 12 વાગ્યા બાદ અશ્વત્થામા જંગલના રસ્તે આવે છે, ગોમતી નદીમાં ડૂબકી લગાવે છે. પછી મંદિરમાં શિવલિંગની સૌથી પહેલા પૂજા કરે છે. અચાનક કયાંક ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે આ ચમત્કાર આ ધામમાં સદીઓથી થાય છે, પણ આજ સુધી તેમને કોઈએ નથી જોયા. પછી અમે પૂછયું કે તેમને કોઈએ જોયા જ નથી તો પછી તે કેવી રીતે ખબર પડી કે તે અશ્વત્થામા જ છે.
આ મંદિર પ્રાચીન છે તેના સાક્ષી તો આ શિવલિંગ પુરે છે. જે ખૂબ જીર્ણ અવસ્થામાં છે. પણ માત્ર આના દમ પર આ મંદિરને આ જગ્યાને મહાભારતકાળ સાથે કેવી રીતે જોડી શકાય. આ તો તે લોકો છે જે જાણતા અજાણતા આ પડછાયાથી ટકરાયા છે. પણ એક કહાની આ જગ્યાને વધુ ખૌફનાક બનાવે છે. કહેવાય છે કે જે વ્યકિત તે પડછાયાને જોવાની જીદે ચડ્યો તેને કાળ ભરખી ગયો. આ કહાની સાંભળી અમને આંચકો લાગ્યો. શું આવું પણ કોઈ સાથે થઈ શકે છે. હકીકત અને કલ્પના વચ્ચેના તાણાવણામાં ખોવાયેલા અમે મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. સાંજ પડે તે પહેલા મંદિર પહોંચવાનું હતું.થોડીવારમાં અંધારુ થવાનું હતું. તે પહેલા અમે બે વાતો પર ધ્યાન આપ્યું. પહેલું મંદિર પાછળનું જંગલ, બીજું મંદિરમાં અશ્વત્થામા કેવી રીતે આવે છે તે. ગામ લોકોના કહેવા મુજબ અશ્વત્થામા કયારેક કયારેક જંગલ તરફથી પણ આવે છે. રાત પડતા જ મંદિરનો વિસ્તાર અંધકારમાં ઓગળી ગયો. થોડીવાર પછી ધામમાં શયન આરતી થવા માંડી. ગર્ભગૃહને પુરી રીતે સાફ કર્યા બાદ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. હવે સવાલ એક જ હતો. શું આ શવલિંગ પર સવારે પૂજા થયેલી જોવા મળશે ?
અમને ચિંતા તે વ્યકિતની હતી જે રાતના સમયે અમારા કારણે આ મંદિરમાં રોકાયો હતો. જેને અમારા કહેવા પર 12 વાગ્યા પછી અશ્વત્થામા કરતા પહેલા પૂજા કરવાની હોડ લગાવી હતી.વિષ્ણુ અમારી સામે હસી જરૂર રહ્યા હતા. પણ તે કેટલા ડરેલા હતા તે અમને ખબર હતી. તાલમેલ સાથે અમે ગર્ભગૃહથી લઈ નદી સુધી અને નદીથી લઈ જંગલ સુધી સતત નજર રાખી રહ્યા હતા. કોઈ પણ પડછાયો અમારી નજરથી બચી શકે તેમ નહોતો. પણ તે ખબર નહોતી કે મંદિરની નજીક પહોંચતા જ ખેલ બદલાઈ જશે.હવે 12 વાગવાના જ હતા. ગામ લોકોનું માનીએ તો આ જ સમયે અહીં હલચલ શરૂ થઈ જાય છે. અમે સજાગ હતા. અમે અમારા ખાસ કેમેરાને તૈયાર કરી રહ્યા હતા. ત્યારે અવાજ આવ્યો, જયારે નદી કિનારે પહોંચ્યા તો પાણી એકદમ શાંત હતું. પછી અમારી નજર ઘડિયાળ પર પડી.અંદર શિવલિંગ સાફ હતું. પૂજાના કોઈ નિશાન નહોતા. દાવો તો હતો કે અશ્વત્થામા રોજ રાત્રે અહીં આવે છે અને 12 વાગ્યા પછી સૌથી પહેલા પૂજા કરે છે. અમે આખી રાત મંદિરમાં રોકાયા તમામ માન્યતાઓનું ધ્યાન રાખ્યું. રાતમાં કોઈ અજાણ્યો પડછાયો પણ ન જોવા મળ્યો. ત્યાં સુધી કે શિવલિંગ પર પૂજાના નિશાન પણ નહોતા. હવે આનો શું અર્થ કાઢીએ. આ મંદિરમાં મહાભારતકાળના યૌદ્ધા અશ્વત્થામા આવવાની અમે જે પડતાળ કરી તેનાથી તો તે જ લાગ્યું કે, આ મંદિર સાથે જોડાયેલી આસ્થા એક હકીકત છે. પણ અહીં અશ્વત્થામાનું રાતના આવવું અને પૂજા કરવી માત્ર એક વહેમ છેકહેવાય છે કે અસીરગઢ સિવાય મધ્યપ્રદેશના જ જબલપુર શહેરના ‘ગૌરીઘાટ’ (નર્મદા નદી) ના કિનારે પણ અશ્વથામા ભટકતા રહે છે. સ્થાનિક રહેવાસીઓના મુજબ ક્યારેક-ક્યારેક તે પોતાના માથાના ઘાવથી નીકળતા લોહીને રોકવા માટે હળદર અને તેલની માઁગ પણ કરે