આપણે પુસ્તકોમાં જે મહાન લોકો વિશે વાચતા હોઈએ છીએ તેને મહાપુરુષ કહેવામાં આવે છે.મહાપુરુષ અલગ નથી હોતા પણ એ આપડા જ વચ્ચે રેહતા લોકો હોઈ છે.જેના વિચાર વાણી,ભાવ તેમજ બુદ્ધી માં વિલક્ષણ ગુણ હોઈ છે,તેના કર્મોને લીધે એ પૂજનીય માનવામાં આવે છે.એ જેવું વિચારે છે,જેવું બોલે છે એવું જ કરે છે,એટલા માટે તેના જીવનની ઘટના લોકો માટે પ્રેરણા બની જાય છે, આજ અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કઈક આવા જ પ્રેરણાદાયક કિસ્સા જે જીવનને સારી રીતે કેમ જીવાય તે શીખવાડે છે.છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવાલના ચલાવવામાં નિપુણ હતા તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમણે ક્યારેય દાગ ન પડવા દીધો.એકવાર શિવાજીના એક વીર સેનાપતિએ એક કયાણ જીલ્લો જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથમાં અન્ય વસ્તુઓ પણ આવી.
શિવાજીને વૃદ્ધ સ્ત્રીની શીખ:
વાત એ દિવસની છે જયારે શિવાજી મુઘલો સામે છાપામાર યુદ્ધ લડી રહ્યા હતા.એક દિવસ રાતના એ થાકેલા માંદા એક વનવાસી ઘરડી સ્ત્રીની ઝુપડીમાં પહુંચ્યા. એણે કઈક ખાવા માટે માગ્યું, માજીના ઘરમાં ખાલી ચોખા જ હતા એને પ્રેમથી ચોખા પકાવ્યા અને એને ખાવા માટે આપી દીધા.શિવાજી બહુ ભૂખ્યા હતા તેથી જલ્દીથી ભાત ખાવાની આતુરતામાં આંગળીઓ બળી ગયી.હાથની જલન શાંત કરવા માટે એ ફૂંક મારવા લાગ્યા. આ જોઇને માજીએ એના ચેહરા ઉપર ધ્યાનથી જોયું અને બોલ્યા તમારો ચેહરો શિવાજી જોડે મળતો આવે છે અને એવું પણ લાગે છે કે તું પણ એની જેમ મુર્ખ જ છે.
શિવાજી ચોંકી ગયા,એને માજીને પૂછ્યું –શિવાજીની મૂર્ખતા કહો અને મારી પણ કહો. માજી ઉત્તર આપતા બોલ્યા તે કિનારે કિનારેથી થોડા થોડા ભાત ખાવાની અપેક્ષાથી ભાતની વચ્ચે હાથ નાખ્યો અને આંગળીઓ દાજી ગઈ.આ મૂર્ખતા શિવાજી કરી રહ્યા છે.એ દુર કિનારા પર આવેલા કિલ્લાઓને આસાનીથી જીતી લેતા હતા અને પોતાની શક્તિ વધુ હોવાની અપેક્ષાથી મોટા કિલ્લાઓ પર આક્રમણ કરતા અને હારી જતા.
શિવજીને પોતાની રણનીતિની અસ્ફ્લ્તાનું કારણ મળી ગયું. તેમણે વૃદ્ધ સ્ત્રીની સીખ માની અને પહેલા નાના લક્ષ બનાવ્યા અને તેને પુરા કરવાની રીત અપનાવી. આવી રીતે તેમની શક્તિ વધી અને તેઓ મોટા યુદ્ધ માં વિજય મેળવવામાં સફળ રહ્યા. શુભ આરંભ હંમેશા નાના નાના કાર્યોથી થાય છે. ત્યારેજ મોટા સંકલ્પો કરવાનો આત્મવિશ્વાસ મળે છે.
એક સૈનિકે મુગલ કિલેદારની પરમ સુંદર વહુને તેમની સમક્ષ રજૂ કરી. તે સેનાપતિ એ નવયૌવનાના સૌદર્ય પર મુગ્ધ થઈ ગયા અને તેણે શિવાજી માટે ભેટ રૂપે તે સ્ત્રીને રજૂ કરવાનું નક્કી કર્યુ. એ સુંદરીને એક પાલકીમાં બેસાડીને તેઓ શિવાજી પાસે પહોંચ્યા.શિવાજી એ સમયે પોતાના સેનાપતિઓ સાથે શાસન વ્યવસ્થાના સંબંધમાં વાતચીત કરી રહ્યા હતા.એ સેનાપતિએ શિવાજીને પ્રણામ કર્યા અને કહ્યુ કે તેઓ કલ્યાણમાંથી મળેલી એક સુંદર વસ્તુ તેમને ભેટ રૂપે આપવા માંગે છે. આવુ કહીને તેમણે એક પાલકી તરફ ઈશારો કર્યો.
શિવાજીએ જેવુ પાલકીનો પડદો ઉઠાવ્યો તો જોયુ કે તેમા એક સુંદર મુગલ નવયૌવના બેસેલ છે.તેમનુ મસ્તક લાજથી નમી ગયુ અને તેમના મોઢેથી એકાએક એ શબ્દો નીકળી પડ્યા.. ‘કાશ. મારી માતા પણ આટલી સુંદર હોત તો હુ પણ આટલો જ સુંદર જન્મ્યો હોત.’ત્યારબાદ પોતાના સેનાપતિને વઢતા શિવાજીએ કહ્યુ, – ‘તમે મારી સાથે રહીને પણ મારા સ્વભાવને ન જાણી શક્યા ? શિવાજી બીજાની પુત્રીઓ અને વહુ ને માતાની નજરે જુએ છે. હમણા જ જાવ અને સસન્માન તેમને તેના ઘરે પહોંચાડીને આવો.
સેનાપતિને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ક્યા તો એ પોતાને ઈનામ મળશે એવુ વિચારતો હતો અને મળ્યો માત્ર ફટકો. પણ મુગલ કિલેદારની વહુને તેના ઘરે સહી સલામત પહોંચાડ્યા વગર તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.તેણે મનમાં ને મનમાં શિવાજીના ચરિત્રની પ્રશંસા કરી અને એ મોગલવધુને તેમના ઘરે પહોંચાડવા નીકળી પડ્યા.જ્ઞાન: આ આખી કથા પરથી એટલું જાણવા મળે છે કે પહેલા નાના લક્ષ બનાવવા અને પછી મોટા લક્ષ વિશે વિચારવું. આવું કરવાથી સફળતા જરૂર મળે છે, કારણકે નાનું લક્ષ પ્રાપ્ત કરવાથી મોટું લક્ષ પ્રાપ્ત કરવાની ઉર્જા બે ગણી થઇ જાય છે.