આ લેખ માં તમારું સ્વાગત છે આજે આપણે આ લેખ માં ગુજરાત એવા વ્યક્તિ ની વાત કરવાના છે જેમને ગીતા નો સાથે સાથે સમાજ સેવા પણ કરી છે.આજે આપણા ગુજરાતમાં ઘણા લોક ગાયિકાઓ છે જે આપણા ગુજરાત માટે ગૈરવ ની વાત.અને તમને આજે આ લેખ માં એવા જ એક લોકગાયિકા વિસે જણાવીશું. જે આખા ગુજરાત માં જાણીતા છે.આપણે વાત કરી રહ્યા છે.મીરાબેન આહીર વિશે.તો જાણીએ એમના વિસે વધુ.
મિત્રો આપણા ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે. જેનો અત્યારે સારો એવો ક્રેઝ છે.
મિત્રો મીરાંબેન આજે જે લેવલ પર છે એ લેવલ પર પહોંચવા માટે ઘણા સંઘર્ષો બાદ એમને આ લોક પ્રિયતા પ્રાપ્ત કરેલી છે.જણાવી દઈએ કે મીરાબેન એક મધ્યવર્ગી કુટુંબ માંથી આવે છે.મીરા બેન જ્યારે 10 માં ધોરણ માં હતા ત્યારે એ ગણિત ના વિષય માં નપાસ થયા હતા.ત્યાર બાદ મીરાબેન ના ટીચરે એમને કહ્યું હતું કે મીરા તું સારું ભણે છે તારે ભણવાનું ના છોડવું જોઈએ તું મહેનત કરીશ એટલે તને ફળ નો મળવાનું જ છે.ત્યારે મીરબેને એમના ટીચર ને કહ્યું હતું કે ટીચર મારા ઘર ની પરિસ્થિતિ એટલી સારી નથી કે હું આગળ વધી શકું.ત્યારે એમને એમના ટીચરે કહ્યું હતું કે હવે તું ખાલી પરીક્ષા આપવા જ આવજે.
અને ત્યાર બાદ જ્યારે સમય મળતો ત્યારે મીરાબેન સ્કૂલે ભણવા જતા અને આમ એમને ધોરણ 11 અને 12 પાસ કર્યું હતું.ત્યાર બાદ એમને કોજેલ માં અભ્યાસ કર્યો હતો.અને એના પછી એમને LLB પાસ કર્યું હતું.અને મીરાબેને ક્યારેય સપના માં પણ વિચાર્યું ન હતું કે હું પણ એક કલાકાર બનીશ અને એના પછી એ નાના મોટા કાર્યક્રમો કરવા લાગ્યા અને સંગીત શેત્રે આગળ વધવા લાગ્યા.જણાવી દઈએ કે મીરાબેન ને પહેલા એક પોગ્રામ ના 50 રૂપિયા કે 150 રૂપિયા મળતા હતા.પણ આજે જ્યારે મીરા બેન લોક ડાયરાઓ કરે છે ત્યારે હજારો ની સંખ્યા માં ચાહકો ઉમટી પડે છે.
મીરાબેને એ સમયે એમને ગરબા થી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.પણ આજે આ લોક ગાયિકા ગુજરાત ભર માં જાણતા છે.અને એ હાલ મોટા મોટા પ્રોગ્રામ પણ કરે છે.મીરાંબહેન આહીર એમના સમય એમના આહિર સમાજના લોકપ્રિય લોકગાઈકા છે.૯ જૂન, ૧૯૯૦ ના રોજ મીરા બેન કિશન ભાઈ દાસોટીયા નો જન્મ રાજકોટ ના બેડી ગામમાં થયો હતો.
તેમના પિતાનું નામ ગોવિંદભાઈ અને માતા નું નામ જનકબેન છે. મીરાબેનને ૫ બહેનો અને એક ભાઈ છે, જેમાંથી મીરાબેન બધાંથી મોટા છે.મીરાબેને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલો છે. ઘરમાં સૌથી મોટાં હોવાથી પહેલેથી જ ઘરની જવાબદારી ખભે આવી હતી. પહેલેથી જ પિતા સાથે રહી તેમની મદદ કરી હતી. મીરાબેન અભ્યાસ સાથે વાડીમાં કામ કરવા જતાં હતાં.
મીરાબેન ની સંગીત દુનિયાની સફર જ્યારે તેઓ ૭માં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી થઈ હતી. તેઓએ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ ક્રમાંકે મેળવ્યો હતો. આ ઉપરાંત તેમના માતા ગામમાં નાની બાળાઓને ગરબી કરાવતાં હતાં, ત્યારે મીરાબેનને ગીત ગાવામાં રસ લાગ્યો હતો.
ત્યારબાદ તેઓ કોરસમાં ગાવા જતાં હતાં, ત્યાં તેમને ૩ કલાક કામ કરવા બદલ ૧૫૦ રૂપિયા મળતાં હતાં. ત્યારબાદ તેમનો પ્રથમ પ્રોગ્રામ રાજકોટમાં થયો હતો.મીરાબેન એ થોડા સમય પહેલાં ૬૦ પ્રોગ્રામ ગૌ સેવા નિમિત્તે ક્યાઁ હતાં.આ ધમઁ ના કાયઁ માટે રાજકોટ, માંડવી, કેશોદ, જામનગર, મુંબઈ વગેરે જગ્યાએ સતત ૪૦ દિવસ સુધી પ્રોગ્રામ આપ્યા હતા. મીરાબેન આહિર ને કચ્છ વેગડ વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના અને સન્માન મળ્યું છે.
એક પ્રેરણા અવસર જણાવતાં મીરાબેન એ કીધું હતું કે, તેઓ જ્યારે મુંબઈ પ્રોગ્રામ કરવા જતાં હતાં ત્યારે તેમને ખૂબજ મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે પ્રોગ્રામ તેમના માટે ખૂબજ યાદગાર બની ગયો હતો અને ત્યાંથી ગૌ સેવા માટે મોટો ફાળો મળ્યો હતો.આ ઉપરાંત મીરાબેનનું જીજ્ઞેસદાદા દ્વારા ગાવામાં આવેલું દ્વારીકાનો નાથ સાંભળવું પસંદ કરે છે. તેમજ મીરાબેન તેમના સુરીલા અવાજમાં સપાખરું સાંભળવું પસંદ કરે છે.
તમીરાબહેન આહીરે જણાવ્યું પોતે એલ.એલ.બી. ભણેલાં છે, અને સ્નાતક થયા પછી તેઓ ખૂબ સારી નોકરી પણ કરતા હતાં. પરંતુ, જ્યારે તેમને સમજાઈ ગયું કે તેમને નોકરી કરતાં વધુ સંગીતમાં-ગાયકીમાં વધારે રસ પડે છે, ત્યારે તેઓ પોતાની ખૂબ સારા દરજ્જાની નોકરી છોડી દઈ લોકસંગીતમાં ‘યા હોમ’ કરીને આગળ વધ્યા અને ફતેહને પામ્યા.
એક ઇન્ટરવ્યૂ માં મીરા બહેન આહીરે જણાવ્યું હતું કે તે પોતે એલ.એલ.બી. ભણેલાં છે, અને સ્નાતક થયા પછી તેઓ ખૂબ સારી નોકરી પણ કરતા હતાં. પરંતુ, જ્યારે તેમને સમજાઈ ગયું કે તેમને નોકરી કરતાં વધુ સંગીતમાં-ગાયકીમાં વધારે રસ પડે છે, ત્યારે તેઓ પોતાની ખૂબ સારા દરજ્જાની નોકરી છોડી દઈ લોકસંગીતમાં ‘યા હોમ’ કરીને આગળ વધ્યા અને ફતેહને પામ્યા.હાલમાં તેમના ફેસબુક પેજ પર લાખની નજીક ફોલોઅર્સ છે અને ઘણાં ટૂંકા સમયમાં તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.એમને ગુજરાત ભર માં પોતાનું નામ બનાવ્યું છે.
મીરાબેન કહે છે કે અત્યારે હું જે લેવલ પર છું ત્યાં પહોંચવા માટે મને મારા પરિવાર મારા માતા પિતા મારા ભાઈ બહેન અને ખાસ કરીને મારા કચ્છે મને ખુબ મદદ કરી છે.અને એમાં ખાસ કરીને મારા પિતા સમાન સંકર ભાઈ આહીર નો ખુબ ખુબ આભાર માનું છું.જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો આગળ શેર જરૂર કરજો.