Breaking News

જાણો આજ સુધી કેમ આ ગુફામાં રાખવામાં આવ્યું છે રાવણ નું સબ,જાણો કેમ નથી કર્યો આજ સુધી અંતિમ સંસ્કાર….

રાવણનું નામ આવતાંની સાથે જ મનમાં ક્રોધની લાગણી જન્મે છે. માતા સીતાનું હરણ કરનાર રાવણ વિશ્રવાનો પુત્ર હતો. પૌરાણિક ગ્રંથો અનુસાર ઋષિ પુલસ્ત્ય જગત પિતા બ્રહ્માના પુત્ર હતા અને તેમનો પુત્ર હતા વિશ્રવા. જેમની પહેલી પત્ની મહર્ષિ ભારદ્વાજની પુત્રીના ગર્ભથી ધનના દેવતા કુબેરનો જન્મ થયો હતો અને બીજી પત્ની એટલે કે રાક્ષસરાજ સુમાલીની દીકરી કૈકસીના ગર્ભથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો હતો.રાવણ તેના કર્મોના કારણે કુખ્યાત થયો પરંતુ તે સમયમાં તે પ્રકાંડ પંડિત હતો. તે સારો વૈજ્ઞાનિક પણ હતો. રાવણ પાસે અસીમ જ્ઞાન હતું.

આ જ્ઞાનના કારણે તેણે ઈંદ્રજાલ જેવી અથર્વવેદ મૂલક વિદ્યાની શોધ કરી હતી. રાવણ પાસે સુષેણ જેવા વૈદ્ય હતા જે જીવનરક્ષક ઔષધિઓ બનાવતા હતા.રાવણ વિશે રામાયણમાં જ નહીં પરંતુ પદ્મપુરાણ, કૂર્મપુરાણ, મહાભારત, દશાવતારચરિત વગેરે ગ્રંથોમાં પણ વર્ણન કરાયું છે. રાવણ ભગવાન શંકરના પરમ ભક્ત હતા અને તેઓ વાસ્તુકલા, યુદ્ધનીતિ અને રાજનીતિના કૂશળ જાણકાર હતા. રાવણ માયાવી હતો પરંતુ તેણે અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું હતું.

આપણા દેશની અંદર કોઈપણ વ્યક્તિ એવો નહીં હોય કે જે રાવણને ન ઓળખતો હોય. કેહવાય છે કે રાવણ પોતાના સમયનો સૌથી ખતરનાક રાક્ષસ હતો, અને આ રાવણને મારવા માટે સ્વયં ભગવાન વિષ્ણુને પૃથ્વી ઉપર રામનો અવતાર લઈ જવું પડ્યું હતું. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે રાવણના વર્ષ થયા બાદ શું થયું હતું? આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ એક રોચક કહાની.

રાવણ લંકા દેશનો રાજા હતો, જે હાલમાં શ્રીલંકા દેશ ના નામથી ઓળખવામાં આવે છે. આમ તો શ્રીલંકા દેશની અંદર અનેક એવી જગ્યાઓ રહેલી છે કે જ્યાં રામાયણના સમયના અનેક પુરાવાઓ મળી આવે છે. એક રિસર્ચ એની અંદર એવું જાણવા મળ્યું છે કે શ્રીલંકા ની અંદર અંદાજે ૫૦ કરતાં પણ વધુ એવી જગ્યાઓ છે કે જે રામાયણના સમયની સાબિતી આપે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ દરેક જગ્યાઓ રામાયણ કાળની સાથે સંબંધ ધરાવે છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે શ્રીલંકા ની અંદર આવેલા અમુક જંગલોમાં એક એવી ગુફા રહેલી છે કે જેને રાવણ ગુફા ના નામથી ઓળખવામાં આવે છે. આ એ જ જગ્યા છે કે જ્યાં રાવણ વર્ષો સુધી બેઠા બેઠા તપસ્યા કરતો હતો અને તેણે પોતાની દરેક શક્તિઓને પ્રાપ્ત કરી હતી.

શ્રીલંકામાં એવા ઘણાં સ્થળ છે જે રામાયણ કાળની સાક્ષી પૂરે છે. જણાવી દઇએ કે રિસર્ચમાં શ્રીલંકામાં 50 એવા સ્થળ શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે જેનો સંબંધ રામાયણ સાથે છે.હાલ શ્રીલંકામાં આ જગ્યા શોધી કાઢવામાં આવી છે જ્યાં રાવણની સોનાની લંકા હતી. શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પ્રવાસ મંત્રાલયે મળીને આ સ્થાન શોધ્યું હતુ.વિભીષણને લંકાધિપતી રાવણનું શબ સોંપ્યા બાદ રાવણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં કે નહી તે વાત પણ કદાચ કોઇ નથી જાણતું.

આ ગુફા વિશે અન્ય બાબત એ પણ જાણવા મળી છે કે આજે પણ આ ગુફાની અંદર રાવણના સબને સાચવીને રાખવામાં આવ્યો છે. આ જગ્યા વિશે એવું માનવામાં આવે છે કે આ ગુફામાં 17 ફૂટ લાંબો એક તાબૂત રાખવામાં આવ્યું છે. જેની અંદર રાવણને કાયમી માટે સાચવીને રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે રાવણના સબ ની ચારે બાજુ એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવ્યો છે. જેથી કરીને આ તાબૂત કાયમી માટે સારી સ્થિતિમાં રહી શકે.

સામાન્ય રીતે આ પરંપરા મિશ્ર સંસ્કૃતિ ની અંદર પ્રાચીન સમયથી ચાલી આવી છે. જેની અંદર તેના મમ્મી બનાવવા માટે આવા ખાસ પ્રકારના લેપ લગાવી તેના અસ્થિ કંકાલને હજારો વર્ષો સુધી સાચવી રાખવામાં આવે છે. આ ગુફાની અંદર પણ એવી માન્યતા છે કે રાવણને પણ આ જ રીતે આજ વિધિ દ્વારા તાબૂત ની અંદર સાચવીને રાખવામાં આવ્યો છે.

આ સિવાય રાવણ એ ઘણા ગ્રંથોની રચના કરી હતી જેમ કે શિવ તાંડવ અરુણ સંહિતા,રાવણ સંહિતા,શિવ તાંડવની રચના રાવણએ કરી હતી. આ રચના સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. અભિમાનથી ચકચૂર રાવણએ કૈલાશ પર્વત ઉઠાવી તેને લંકા લઈ જવા નીકળ્યો. પરંતુ ભગવાને રાવણનું અભિમાન તોડવા માટે પોતાના અંગૂઠાથી કૈલાસ પર વજન વધાર્યું અને રાવણ તેની નીચે દબાઈ ગયો. રાવણએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે પર્વત નીચેથી નીકળી ન શક્યો ત્યારે તેને પોતાની ભુલનું ભાન થયું અને તેણે શિવ તાંડવ ગાવાનું શરૂ કર્યું. આ શિવ તાંડવથી પ્રભુ પ્રસન્ન થયા અને તેને માફ કરી મુક્ત કર્યો. ત્યારથી શિવ આરાધના કરવામાં રાવણ રચિત સ્તોત્રનું મહત્વ સૌથી વધારે છે.

કહેવાય છે કે સંસ્ક઼ૃતના આ મૂળ ગ્રંથનું અનુવાદ અનેક ભાષામાં કરાયું છે. માન્યતા છે કે આ ગ્રંથનું જ્ઞાન સૂર્યના સારથી અરુણએ લંકાધિપતિ રાવણને આપ્યું હતું. આ ગ્રંથ જન્મકુંડળી, હસ્તરેખા તેમજ સામુદ્રિક શાસ્ત્રનું મિશ્રણ છે.આ ગ્રંથમાં રાવણના જીવન સાથે જોડાયેલી દરેક વાતનું વર્ણન કરાયું છે. રાવણ સંહિતા રાવણના સંપૂર્ણ જીવન વિશે જાણકારી આપે છે. આ સાથે જ તેમાં જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત જાણકારીઓ પણ મળે છે. આ સિવાય રાવણએ દસ શતકાત્મક અર્કપ્રકાશ, દસ પટલાત્મક ઉડ્ડીશતંત્ર, કુમારતંત્ર અને નાડી પરીક્ષાની રચના પણ કરી છે.

About Admin

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *