Breaking News

અમિતાભ બચ્ચન પાસે આ 5 વસ્તુઓ એટલી બધી મોંઘી છે કે તમે એને ખરીદવાની કલ્પના પણ ના કરી શકો…

તમને ખબર હશે કે અમિતાભ બચ્ચન બોલિવૂડ ખૂબ જુના અને જાણીતા અભિનેતા છે.અમિતાભ બચ્ચન નો જન્મ 11 ઓક્ટોબર 1942 માં થયો હતો.તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.એમનું નામ બોલિવૂડ માં ખૂબ પ્રખ્યાત છે.આ બોલિવૂડ ના મહાનાયક વૈભવી જીવન જે છે.બોલિવૂડના મહાનાયક બિગ બી 71 વર્ષની ઉંમરે પણ સક્રિય છે.અમિતાભ બચ્ચન ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે.બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા.અને એમને બે બાળકો પણ છે.અમિતાભ બચ્ચન ના જીવન માં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે એમને પોતાનું બધું ગુમાવી દીધું હતું પણ તેમની સખત મહેનત અને લગન થી લોકોએ તેમને શહેનશાહ બનાવ્યા. અને આજે તેમની પાસે એટલી બધી પ્રોપર્ટી છે કે જો તેની કિંમતની વાત કરીયે તો તે 700 કરોડથી પણ વધુ થાય છે.અને અમે આજે તમને અમિતાભ બચ્ચન ની એવી વાત જણાવીસુ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. અમિતાભ બચ્ચન પાસે એવી 5 વસ્તુઓ છે જેને ખરીદવા ની તમે કલ્પના પણ ના કરી શકો.તો જાણીએ કઈ છે આ 5 વસ્તુઓ.

1.મોન્ટ બ્લેક પેન.

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પાસે આ પેન સૌથી મોંઘી છે.અમિતાભ બચ્ચન એટલે કે એક લેખક તરીકે તેમની પાસે ખૂબ જ મોંઘી મોંઘી પેનોનું કલેક્શન છે.પણ જો બધી પેનોમાંથી સૌથી મુલ્યવાન પેન હોય તો તે છે Montblanc Honore de Balzac. આ પેનની કિંમત 67.790 ડોલર છે.

2.ગાડીઓ.

બિગ બીની પાસે લક્ઝરી બ્રાન્ડ્સની કુલ 11 કાર્સ છે,બીજા બધા અભિનેતાઓની જેમ જ અમિતાભ બચ્ચનને પણ ખુબ જ મોંઘી મોંઘી ગાડીઓનો ઘણો શોખ છે.તેમની જોડે પોર્સ્ચ કીમેન S, મર્સીડીઝ 350, રેન્જ રોવર, બેન્ટલીકોન્ટીનેન્ટલ GT અને રોલ્સ રોય્સ ફેન્ટમ જેવી મોંઘી ગાડીઓ છે અને જો તેમની કુલ કિંમતની વાત કરીયે તો તે આશરે 13.16 કરોડ જેટલી થાય છે.સફેદ રંગની આ રોલ્સ રોય્સ કાર તેમને વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ ‘એકલવ્ય’માં શાનદાર એક્ટિંગ માટે ગીફ્ટ આપી હતી.આ કાર તેમની સૌથી ફેવરિટ કાર છે.તેમના કાર કલેક્શનમાં સૌથી મોંઘી કાર આ જ છે,જેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે.

3.ઘડિયાળ.

અમિતાભ બચ્ચન પાસે પેન અને ગાડીઓની સાથે સાથે ‘લોન્જીનેસમાસ્ટર’ ઘડિયાળનું પણ ઘણું સારું એવું કલેક્શન છે અને તે ઘણી જ મોંઘી પણ હોય છે. ફક્ત એજ નહિ, અમિતાભ બચ્ચને પોતાના ઘડિયાળ કલેક્શન માંથી રણબીર કપુરને એક ઘડિયાળ પણ ગીફ્ટ કરી હતી અને તેની કિંમત હતી 50 લાખ રૂપિયા.

4 પ્રોપર્ટી.

અમિતાભ બચ્ચન પાસે કેટલી બધી પ્રોપર્ટી છે. તેમની પ્રોપર્ટી ફક્ત ભારતમાં જ છે એવું નથી , તેમનું ફ્રાંસમાં પણ એક ઘર આવેલું છે.આ સિવાય મુંબઈના જનક કોમર્સિયલ બિલ્ડીંગમાં એક આખો ફ્લોર પણ તેમનો જ છે. જુહુમાં પણ તેમના ૩ બંગલા છે જેના નામ છે જાનકી કુટીર, જલ્સા અને પ્રતીક્ષા. અત્યારે તેઓ પ્રતીક્ષા બંગલોમાં રહે છે.

5.ઇન્વેસ્ટમેન્ટ.

અમિતાભ બચ્ચનને ભૂતકાળમાં થઇ ગયેલા ખરાબ અનુભવો બાદ અમિતાભ બચ્ચન હવે પોતાના રૂપિયાનું ખૂબ જ બુદ્ધિપૂર્વક બધે રોકાણ કરે છે. સ્ટેમ્પેડ કેપીટલ નામની ફાઈનાન્સ ટેક્નોલોજી ફર્મમાં પણ તેમના 19 કરોડથી પણ વધારે કિંમતના શેર છે.પણ આ બધી જ વસ્તુ તેમના સમગ્ર જીવનની સખત મહેનતનું ફળ છે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *