Breaking News

અણગમતા જીવ-જંતુને આપના ઘરમાંથી કેવી રીતે દૂર કરશો,જાણી લો એના આ ઘરેલુ ઉપચાર…

ત્રણ ઋતુઓના ભારત દેશમાં પ્રત્યેક ઋતુ વખતે કંઈકને કંઈક શારીરિક ઉપરાંત અન્ય ભૌતિક તકલીફો આવતી હોય છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદના કારણે ઘરમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે. ભેજના કારણે ઘરમાં માખી-મચ્છર, નાની-નાની જીવાતોનો ત્રાસ વધી જાય છે. આવી જીવાતોના કારણે ઘરનું વાતાવરણ પણ અશુદ્ધ થઈ જાય છે અને માનસિક તાણમાં પણ વધારો થતો જાય છે. આ જીવજંતુઓના કારણે માનસિકની સાથે-સાથે શારીરિક તકલીફો પણ ઉપસ્થિત થાય છે અને રોગચાળાનું પ્રમાણ પણ વધવા માંડે છે. તો આજે આપણે આપણાં ઘરમાં થતી જીવાતો અને માખી-મચ્છરોને કેવી રીતે દૂર કરી શકાય? તેના માટે ઘરેલુ નુસ્ખા શું છે? તેની આજે આપણે ચર્ચા કરીએ.

ગરોળી

ગૃહલક્ષ્મીને જો સૌથી વધુ કોઈ જીવાતની ચીડ હોય તો તે છે ગરોળી! જો ઘરમાં ગરોળીનો ત્રાસ હોય તો પાણીને ગરમ કરી તે પાણીને બૉટલમાં ભરી દો. ત્યારબાદ તેને ગરોળીને ઘરની બહારની દીશામાં ધકેલવા માટે ગરોળીના પાછલા ભાગ ઉપર છાંટો (બૉટલ પીચકારી પ્રકારની હોવી જોઈએ) આમ કરવાથી તે તુરંત જ ઘરની બહાર જતી રહેશે. આ ઉપરાંત મોરપીછ અને નેપથલીન બોલ્સ દ્વારા પણ ગરોળીનો ત્રાસ ઓછો કરી શકાય છે. ગરોળીને ઘરની બહાર જ રાખવી જરૂરી છે કારણ કે, દૂધમાં જો તે પોતાનું ગરળ નાખી દે તો તે જોખમી સાબિત થઈ શકે છે.

વંદા

વંદાનું નામ સાંભળતા જ ગૃહિણીઓ ડરી જતી હોય છે. આ વંદા અનેક બિમારીનું કારણ બને છે. દરેક મહિલાઓની એવી ઈચ્છા હોય છે કે, પોતાનું ઘર વંદાઓથી સુરક્ષિત રહે. જો તમે તમારા ઘરને વંદામુકત બનાવવા માંગતા હો તો લસણ, ડુંગળી અને તીખાંને સમાન માત્રામાં લઇ તેને વાટીને પેસ્ટ બનાવવાની રહેશે અને તેને એક પાણીની બોટલમાં ભરી બરાબર મિક્સ કરવાનું છે ત્યારબાદ આ પ્રવાહીને જ્યાંથી વંદાઓ આવતાં હોય એ જગ્યાએ છંટકાવ કરી દો. થોડાં જ વખતમાં આપનું ઘર વંદામુકત થઈ જશે.ખાલી કોલીન સ્પ્રે ની બોટલમાં ન્હાવાના સાબુનું પાણી ભરી લો. વંદા દેખાય તો તેની ઉપર છાંટી દો. સાબુનું આ સોલ્યુસન વંદાને મારી નાખે છે. રાતના સમયે સુતા પહેલા વોશ બેશન વગેરે પાઈપો પાસે પણ સાબુનું ધોળ નું સારા પ્રમાણમાં સ્પ્રે કરી દેવું જોઈએ આવું કરવાથી વંદા નાલી દ્વારા ઘરમાં અંદર નહી આવી શકે.

ઉંદર

ખાસ કરીને ખેતરાઉ જમીન ઉપર જેઓના ઘર હોય અથવા તો તેલમીલ ઘરની આસપાસ હોય તો ઊંદરોનો ત્રાસ ભોગવ્યા સિવાય છૂટકો નથી, પણ આ ત્રાસ માટે પણ અક્સિ ઉપાય છે! ઉંદરોને ઘરની બહાર રાખવા માટે ફુદીનાના થોડાક પત્તાને ઘરના ખૂણા અને દીવાલોની નીચે કિનારીઓ પર રાખી શકો છો. આમ કરવાણી ઊંદર ઘરમાં પ્રવેશ કરતાં નથી. ઉંદર જો તમે ઉદાસિન વલણ દાખવશો તો તે મોંઘુ પડી શકે છે. કારણ કે, ચોમાસાની ઋતુમાં ઉંદરોનો ત્રાસ વધવા માંડે છે અને ઉંદરના કારણે સાંપને ખૂલ્લું આમંત્રણ મળી શકે છે!

માખી – મચ્છર

માખી અને મચ્છરનો ઉપદ્રવથી મનુષ્ય ચીડચીડિયો થઈ જાય છે, માખી-મચ્છરને દૂર કરવા માટે લસણની વાત ઉત્તમ હોય છે. જો કે, આ વાસ અત્યંત તિવ્ર હોવાના કારણે છાંટનારને પણ તકલીફ થવાની સંભાવના છે. જો કે, આ ઉપાય વર્ષો જૂનો છે. લસણની વાસને વંદાના ત્રાસને નાથવા માટે ઉત્તમ માનવામાં આવે છે. લસણની કળીને ગરમ કરી આ પાણીનો રૂમમાં છંટકાવ કરી દો, પરિણામો બહુ જલ્દીથી મેળવી શકશો. ઉપરાંત તુલસી અને ફુદીનાના છોડને રૂમમાં રાખવાથી પણ ઘરમાં માખી મચ્છર નથી આવતા.વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે પછી ઘરમાં આવીને ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઈ જાય છે. તો  આજે અમે તે માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય જણાવી રહ્યા છે. એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે. વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે.

માંકડ

માંકડ ખુબ નાનું જીવ હોય છે જેના કારણે તેને શોધવામાં અને ઘરેલું ટીપ્સ દ્વારા તેને મારવો એક અઘરું કામ હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ માંકડથી પીછો છોડાવવો આટલું અઘરું કેમ છે? તમને જણાવી દઈએ કે એક મોટો માંકડ પોતાના જીવનકાળ દરમિયાનમાં લગભગ 500 ઈંડા આપે છે, અને તે ઈંડામાંથી નીકળનારા બચ્ચા આગળ જઈને બીજા વધુ ઈંડા આપે છે.

ઘરના શયનકક્ષના ગાદલામાં માંકડ પોતાનું ઘર બનાવી લે છે. માંકડ એટલે માથાનો દુ:ખાવો! માંકડને મારવા માટે કોઈ દવા પણ નાખવી મુશ્કેલ છે કારણ કે, જ્યાં દવા નાખશો તે જ જગ્યા ઉપર તમારે ઊંઘવાનું હોય છે અને વાંદાનું ઘર જ ગાદલાં હોય છે! માંકડને દૂર રાખવા માટે ડુંગમી અક્સિર ઈલાજ છે. ડુંગળીના રસને એક કાચની બોટલમાં ભરી જ્યાંથી માંકડ આવતા હોય તે જગ્યાએ તેનો છંટકાવ કરવાથી તે આવતા બંધ થઇ જશે. એ સિવાય લીમડાના, ફુદીનાના પાન તેમજ લવિંગનું તેલ પણ આ સમસ્યામાં ઉપયોગી છે.

Stress. Woman stressed is going crazy pulling her hair in frustration. Close-up of young businesswoman on white.

ઘરમાંથી તમામ ઇન્ફેકશન ને દુર કરવા માટે કેરીની સુકી ગોટલી ઉપર કપૂર અને હળદર પાવડર નાખીને સળગાવવો જોઈએ. આ દરમીયાન નાના બાળકોને આગથી દુર રાખવા જોઈએ. આ ઉપાય કોઈ મોટા એ જ કરવો જોઈએ લગભગ ૧૨ ઇંચ લાંબી કટકી ને સળગાવવી યોગ્ય હોય છે.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *