Breaking News

આંખ પર પર પડી ગયા છે કાળા કુંડાળા તો કરી લો આ ઉપાય,તરત જ મળી જશે આ સમસ્યા માંથી છુટકારો….

દિવસે ને દિવસે ગરમી તો વધતી જાય છે, તે ગરમીના કારણે ચક્કર આવવા, ડાયેરિયા થવા, અશક્તિ લાગવી વગેરે જેવી શારીરિક સમસ્યા થવી સામાન્ય છે. પરંતુ આ ગરમીની સૌથી ખરાબ અસર ત્વચા પર થાય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓની ત્વચા પર જોવા મળે છે. મહિલાઓની ત્વચા કોમળ હોય છે, જેના કારણે તેમની ત્વચા પર કાળાશ જામી જાય છે, ત્વચા પર ઔઓઇલ જામી જાય છે. ગરમીની સીઝનમાં આ પ્રકારની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પરંતુ ઘણી મહિલાઓને તો ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસુ હોય આંખની નીચે કાળા ડાઘ પડેલા દેખાય જ છે.

આજે આપણે ઘરે એમનમ બેઠા હોઈએ છીએ તો પણ સેલ્ફી લેતા રહીએ છીએ. અનેક સેલ્ફી પાડ્યા બાદ તેમાંથી એકાદ જ ગમતી હોય છે. અને છેવટે ના ગમે ત્યારે લોકો ફિલ્ટર પણ યુઝ કરીને પોતાની જાતને સુંદર બતાવતા હોય છે. ચહેરાની મોટા ભાગની સુંદરતા તમારી આંખ પર નિર્ભર હોય છે. પણ જો આંખોની આસપાસ કાળા કુંડાળા હશે તો તમે ગમે તેટલા સુંદર હોવ કે પછી ગમે તેટલી તમારી સ્કીન સુંદર હોય તેમ છતાં તસ્વીર સારી નથી લાગતી. અને આપણી આંખના કાળા કુંડાળાને કોસતા રહીએ છે.

આંખની આસપાસના કાળા કુંડાળા માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોને પણ સતાવતા રહેતા હોય છે, પણ સ્ત્રીઓની ત્વચા કોમળ અને નાજુક હોવાથી તેમના પર તેની અસર વધારે જોવા મળે છે. આંખની આસપાસના કાળા કુંડાળાથી તમે ગમે તેટલુ સુતા હોવ તો પણ તમે થાકેલા થાકેલા લાગતા હોવ છો, બીમાર લાગતા હોવ છો. અને તેના કારણે તમારા ચહેરાનું તેજ પણ જાણે ઓંસરી જાય છે અને જ્યારે પોતાની જાતને અરીસામાં કે તસ્વીરમાં જોવામાં આવે ત્યારે જાણે આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે.

આંખની આસપાસના કાળા કુંડાળા પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે, જેમ કે પુરતી ઉંઘ ન લેવી, કે પછી પૌષ્ટિક ખોરાક ન લેવો કે પછી કોઈક પ્રકારની બિમારી હોવી, માનસિક તાણમાં પણ આંખ આસપાસ કાળા કુંડાળા પડી જતા હોય છે.સ્ત્રીઓ પોતાની આંખની આસપાસના કાળા કુંડાળાને દૂર કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતી રહે છે. જેમ કે મેકઅપ દ્વારા, કે પછી ડાર્ક સર્કલ ક્રીમ દ્વારા કે અન્ય કોઈ રીતે. પણ ડાર્ક સર્કલને તમે ઘમાં જ હાજર વસ્તુથી થોડા જ સમયમાં દૂર કરી શકો છો. અને આ ઉપાય નથી તો તમારી ત્વચાને નુકસાન કરતા કે નથી તો તમારા ખીસ્સા પર ભારે પડતા. તો ચાલો અમે તમને બતાવીએ આ ઉપાય વિષે.

ડાર્ક સર્કલ પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે ઉપર જણાવ્યું તે પ્રમાણે અપરુતી ઉંઘ, વધારે પડતું રડ્યા કરવું, કે ફછી કમ્પ્યુટર ક લેપટોપ કે પછી ટીવી કે પછી મોબાઈલ સ્ક્રીન સામે વધારે સમય પસાર કરવાથી, પાણીનું ઓછું સેવન કરવાંથી, સ્વસ્થ ખોરાકનો અભાવ હોવાથી, કે પછી કોઈ માનસિક સ્ટ્રેસ કે પછી કોઈ શારીરિક બિમારીના કારણે આંખની આસપાસ ડાર્ક સર્કલ પડી શકે છે. તો ચાલો જાણીએ તેને દૂર કરવાના ઉપાયો વિષે.રોજ કસરત કરવી તેમજ ઉંડા શ્વાસ લેવા, તેનાથી બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે. પુરતી ઊંઘ ખુબ જરુરી છે.

જ્યારે ક્રીમ લગાવો અથવા તો મેક-અપ રિમૂવ કરો ત્યારે આંખની નીચેના ભાગને ધીરેથી અડકો અને ત્યાં હળવાશથી હાથનો ઉપયોગ કરો. ત્યાં મસાજ ના કરવું વધારે સારુ છે.જો તમે ફેસ મસાજ કરાવો તો પ્રોફેશનલ પાસે કરાવો, જેથી તે યોગ્ય ટેક્નિક અપનાવે. મેક-અપ રિમૂવ કરવા માટે કોટનને ક્લિનઝીંગ જેલમાં ડીપ કરીને ઉપયોગ કરવો જોઈએ.આંખની નીચેના ભાગ માટે ખાસ જે ક્રીમ મળતી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. હેવી ક્રીમ સુટેબલ નથી હોતી. લાઈટ ક્રીમ્સનો ઉપયોગ કરવો. નોર્મલ ફેસિયલ માસ્ક આંખની આસપાસ ના લગાવો. અંડર આઈ ક્રીમ જેમાં બદામના ગુણ હોય તે લગાવી શકો છો.

કાકડી.

આ પ્રયોગ સામાન્ય રીતે બ્યુટીપાર્લરમાં કરવામાં આવતો હોય છે પણ તમે ઘરે પણ આ અત્યંત સરળ ઉપાય કરી શકો છો. કાકડી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપુર હોય છે. તે તમારી આંખોને ઠંડક આપે છે. તમારે કાકડીની સ્લાઇસ કાપીને તમારી આંખો પર મુકવાની છે આ સિવાય તમે કાકડીના રસથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર માલિશ પણ કરી શકો છો.

બરફનો ટુકડો.

એક સુતરાઉ કપડાં અથવા રૂમાલમાં બરફ રાખો અને હળવા હાથથી એને તમારી આંખ પર રગડો. જો તમે થોડીક સેકન્ડ સુધી બરફને બંધ આંખો પર રાખીને સહન કરી શકો છો તો આવું જ કરો. એનાથી તમેને 2 થી 3 મીનિટમાં અસર જોવા મળશે. આ રીતે ઠંડા દૂધમાં કૉટનને ડૂબાડીને 5 થી 10 મીનિટ સુધી તમારી આંખો પર રાખો. એનાથી ચહેરો ફ્રેશ નજર આવે છે.

મધનો પ્રયોગ.

ઉપર જણાવ્યું તેમ તમે કાકડીના રસનો પ્રયોગ પણ કરી શકો છો અને તેમાં મધ ઉમેરીને તેનો પ્રયોગ પણ કરી શકો છો. તેના માટે તમારે એક ચમચી કાકડીનો રસ, એક ચમચી મધ અને એક-2 ટીપાં બદામનું તેલ લેવું. હવે તેમાં તમારે બટાટાના રસને પણ મિક્સ કરવો. હવે જે પેસ્ટ તૈયાર થાય તેને તમારે તમારા ડાર્ક સર્કલ પર લગાવવી અને તેને તેમજ જ 10-15 મિનિટ રાખી મુકવું. ત્યાર બાદ નોર્મલ પાણીથી આંખો ધી લેવી. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 2 વાર કરવો જોઈએ.

બદામનું તેલનો પ્રયોગ.

આ પ્રયોગ તમારે રાત્રે સૂતિ વખતે કરવાનો છે. તમારે તમારી આંગળીઓના ટેરવા પર બદામનું તેલ લેવું અને તેનાથી તમારી આંખો પર હળવા હાથે મસાજ કરવું. આમ કરવાથી તમારી આંખની આસપાસની ત્વચા ચુસ્ત બનશે. અને કરચલીઓ દૂર થશે. અને ડાર્ક સર્કલ પણ દૂર થશે.

ગુલાબજળ.

ગુલાબ જળ ત્વચા માટે અત્યંત ગુણકારી છે. તેનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. તેને તમે ફેસપેકમાં પણ ઉમેરી શકો છો અને બીજી રીતે પણ યુઝ કરી શકો છો. તમે માત્ર ગુલાબજળના પ્રયોગથી પણ તમારી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરી શકો છો. તેના માટે તમારે રૂને ગુલાબજળમાં પલાળી લેવું અને તેનું પોતું તમારી આંખ પર મુકવું જોઈએ. તેમ જ 5-7 મિનિટ રાખવાથી લાભ થાય છે. આ સિવાય તમારે ગુલાબજળમાં કાચુ દૂધ પણ ઉમેરવું જોઈએ તે પણ આંખની આસપાસના કાલા કુંડાળાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયને નિયમિત અજમાવવાથી ડાર્ક સર્કલમાં લાભ થાય છે અને તમારી ત્વચા પણ ચમકદાર બને છે.

બટાટા – ટામેટાનો રસ.

ટામેટા અને બટાટા એવી વસ્તુ છે કે જે તમારા ઘરમાં અચૂક હોય જ છે. તેના માટે તમારે ટામેટાનો રસ કાઢી લેવો જોઈએ તેમાં થોડા ટીપાં લીંબુ નીચોવી દેવું જોઈએ ત્યાર બાદ તમારે તેને આંખની આસપાસની ત્વચા પર લગાવવું. તેનાથી તમે ત્વચા પર મસાજ પણ કરી શકો છો. તે તમારી ત્વચાને નરમ તેમજ તાજી બનાવે છે. આ જ પ્રયોગ તમે બટાટાના રસ સાથે પણ કરી શકો છો. અહીં તમારે બટાટાનો રસ કાઢવાનો છે અને તેમાં લીંબુના રસના થોડાં ટીપાં ઉમેરવાના છે. તેને તમારે તમારા ડાર્ક સર્કલ પર લગાવી લેવું. તેનાથી તમારી આંખ આસપાસની ડાર્કનેસ દૂર થઈ જશે.

ટી બેગનો પ્રયોગ.

ટી બેગનો ઉપોયગ પણ તમે આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માટે કરી શકો છો. ચામાં એક પ્રકારનું કેફીન હોય છે, જે તમારી આંખોની આસપાસની ચામડીમાં ચમક વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ટીબેગમાં રહેલી ત્વચા તમારી ત્વચાની પેશીઓને પણ સ્વસ્થ બનાવે છે. તેમજ તમારી આંખ આસપાસની બળતરા પણ દૂર કરે છે. તેના માટે તમારે નવી ટી બેગનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી તમે વપરાયેલી ટી બેગ પણ વાપરી શકો છો. આવી 2 ટી બેગ લઈ તમારે તેને 15 મિનિટ માટે ફ્રિજમાં મુકી દેવી. 15 મિનિટ બાદ તે ટી બેગને તમારી આંખો ઉપર 10-12 મિનિટ સુધી રાખવી ત્યાર બાદ તમારી આંખોને ઠંડા પાણી વડે ધોઈ લેવી.

ફુદીનો.

ફુદીનો શરીરને વિવિધ રીતે લાભ પોહંચાડી શકે છે. તમારા ડાર્ક સર્કલને દૂર કરવમાં પણ ફુદીનો મદદ કરે છે. ફુદીનામાં વિટામીન સી રહેલું હોય છે જે તમારી આંખ નીચેની ત્વચાને ચમકદાર બનાવે છે. તેના માટે તમારે 10-12 ફુદીનાના પાન લેવાના છે તેને વાટી નાખવાના છે. હવે તેની પેસ્ટને તમારે તમારી આંખ આસપાસ 10-15 મિનિટ લગાવી લેવું. ત્યાર બાદ તેને ઠંડા પાણીએ ધોઈ લેવું. તમારી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જશે.

ડાર્કસર્કલ દૂર કરવાની અન્ય ટીપ્સ.

આપણા શરીરના આંતરિક ભાગો તેમજ બાહ્ય ભાગ એવી ત્વચા માટે શરીરમાં પુરતું પાણી જાય તે અત્યંત જરૂરી છે. યોગ્ય પ્રમાણમાં શરીરમાં પાણી જશે તો તેનાથી તમારી ત્વાચામાંનો ભેજ બનેલો રહેશે. અને ત્વચાને લગતી ઘણીબધી સમસ્યા પાણી દૂર કરે છે. જેમાં તમારી આંખની આસપાસના કાળા કુંડાળાનો પણ સમાવેશ થાય છે.

કાચુ દૂધ તમારી આ સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે ફ્રીઝમાંનુ ઠંડુ દૂધ લેવાનું છે. અને તેમાં રૂને ડીપ કરીને તે રૂથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર તેને લગાવવું.
જો તમે નિયમિત મેકઅપ લગાવતા હોવ તો સુતા પહેલાં તમારા ચહેરાને સ્વચ્છ કરવાનું ક્યારેય ન ભુલવું જોઈએ. હંમેશા સારી બ્રાન્ડનો ક્વોલિટિવાળો મેકઅપ જ યુઝ કરવો જોઈએ. આંખની આસપાસના મેકઅપને યોગ્ય રીતે દૂર કરવો જોઈએ. અને ત્યાર બાદ આંખને ચોખા પાણીથી ત્રણ-ચાર વાર ધોઈ લેવી જોઈએ.

હેલ્ધી ખોરાક, યોગ્ય પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ, યોગ્ય પ્રમાણમાં લીલા-શાકભાજી, યોગ્ય પ્રમાણમાં કઠોળ આ બધું જ તમારી ત્વચાને સ્વસ્થ બનાવવામાં તેમજ તમારી આંખની આસપાસના કાળા કુંડાળાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આંખની આસપાસની ત્વચા ખૂબ જ પાતળી હોય છે માટે તેને સૂર્યના તાપથી પણ બચાવવી જોઈએ.

 

જો તમને મદ્યપાન કે ધૂમ્રપાનની ટેવ હોય તો તેની અસર તમારા આંતરિક અંગો પર થાય જ છે પણ તમારી ત્વચા પર પણ થાય છે. આ ઉપરાંત અવારનવાર તીખુ તળેલુ ખાવું, અનિયમિત સમયે ખાવું, વધારે પડતું ખાવું આ પ્રકારની જીવનશૈલી તમારા શરીરને જરૂર કરતાં વહેલું વૃદ્ધ બનાવે છે. માટે તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ.

તમારી ત્વચા સ્વસ્થ રહે તમારા ચહેરા પર ઉંમરની અસર ઓછી થાય તેમજ તમારી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય અને તમારો ચહેરો હંમેશા તાજો રહે તે માટે જરૂરી છે કે તમે યોગ્ય ઉંઘ લો, તેમજ બને તેટલો ઓછી માનસિક તાણ લો. જેના માટે તમે કેટલો સામાન્ય વ્યાયામ પણ કરી શકો છો.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *