Breaking News

અક્ષય કુમારે કરિશ્મા સાથે એવું કર્યું કે કરિશ્માએ અક્ષય સાથે કામ કરવાની પણનાં પાડી દીધી…..

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 45 વર્ષની થઈ છે. 25 જૂન, 1974માં મુંબઈમાં જન્મેલી કરિશ્માએ 1991માં ફિલ્મ ‘પ્રેમકેદી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેનો હિરો હરિશ કુમાર હતો. ત્યારબાદ તેણે સુનિલ શેટ્ટી, ગોવિંદા, અજય દેવગન, અક્ષય કુમાર સહિતના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. અક્ષય કુમારે ‘દીદાર’માં કરિશ્મા કપૂર સાથે કામ કર્યું હતું. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે કરિશ્મા એક્ટર અક્ષયનું નામ સાંભળતા જ તે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દેતી હતી.

કરિશ્માનાં મનમાં અસલામતીની ભાવના હતી.

કરિશ્મા કરિયરમાં આગળ વધતી ગઈ તેમ તેની લોકપ્રિયતા વધતી ગઈ હતી. તેના મનમાં અસલામતીની ભાવના આવી ગઈ હતી. ખાસ કરીને અક્ષય કુમાર સાથે તેની શરૂઆતની ફિલ્મી જર્ની સારી રહી નહોતી. ‘દીદાર’ ફ્લોપ રહી હતી. ત્યારબાદ ‘સપૂત’ તથા ‘મેદાન-એ-જંગ’ પણ સારી ચાલી નહોતી. 90ના દાયકામાં અક્ષય કુમારની 12થી વધુ ફિલ્મ્સ ફ્લોપ રહી હતી. 1997માં રિલીઝ થયેલી ‘લહૂ કે દો રંગ’ પણ ફ્લોપ રહી હતી. અક્ષય કુમારની ફિલ્મ્સ ફ્લોપ જતાં કરિશ્મા કપૂરના મનમાં અવઢવ હતી કે તે અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરશે ક નહિ.

કરિશ્મા અને અક્ષય કુમાર સારા ફ્રેન્ડ્સ હતાં. જોકે, એક્ટ્રેસ પ્રોફેશનલી કોઈ જોખમ ઉઠાવવા માગતી હોતી. તે ઘણી જ સાવધાનીથી કરિયરમાં આગળ વધવા માગતી હતી. તનુજા ચંદ્રાએ ‘સંઘર્ષ’ કરિશ્માને ઓફર કરી હતી અને કરિશ્માને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમી હતી. જોકે, કરિશ્માને જ્યારે ખબર પડી કે મેકર્સ ફિલ્મમાં અક્ષય કુમારને લેવાના છે તો તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી અને આ ફિલ્મ પ્રિટી ઝિન્ટાને મળી હતી.

સૂત્રોના મતે, પ્રિયદર્શન સાથે કરિશ્મા કપૂર કામ કરવા માગતી હતી. પ્રિયદર્શનના જણાવ્યા પ્રમાણે, કરિશ્માએ તેમની સાથે કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. તે સમયે કરિશ્મા બિગ સ્ટાર હતી. આથી પ્રિયદર્શન એક્ટ્રેસ કરિશ્મા માટે બિગ બેનરની ફિલ્મની રાહ જોવા લાગ્યા.આ સમય દરમિયાન પ્રિયદર્શનને ‘હેરાફેરી’ મળી હતી અને તેમણે આ ફિલ્મની ઓફર કરિશ્માને કરી હતી. જોકે, કરિશ્માને જાણ થઈ કે ફિલ્મમાં અક્ષય કુમાર તથા સુનિલ શેટ્ટી છે તો તેણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. કરિશ્માને સ્થાને તબુને લેવામાં આવી હતી.

કરિશ્મા કપૂર અને અક્ષય કુમારે અનેક ફિલ્મમાં સાથે.

કામ કર્યું છે. પડદા પર લોકોએ કરિશ્મા અને અક્ષયની જોડીને પસંદ પણ કરી હતી. ફિલ્મ ‘જાનવર’, ‘મેરે જીવન સાથી’, ‘હાં મૈને ભી પ્યાર કિયા હૈ’ જેવી ફિલ્મમાં કરિશ્મા અને અક્ષયે સાથે કામ કર્યું છે. અક્ષય કુમારની લીડ એક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દીદાર’માં કરિશ્મા કપૂર તેમના ઓપોઝિટ રોલમાં હતી. અત્યારે સોશિયલ મીડિયામાં અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરનો એક કિસ્સો શેર થયો છે. કરિશ્મા કપૂર એક સમયે અક્ષય કુમારને નફરત કરતી હતી અને કરિશ્મા કપૂરે ગુસ્સામાં આવી અક્ષય કુમારને ‘ડિરેક્ટરનો ચમચો’ પણ કહ્યો હતો.

કરિશ્મા કપૂર મોટા પરિવારમાંથી છે અને અક્ષય કુમારનો બોલિવૂડમાં કોઈ ગોડફાધર છે નહીં. એવામાં અક્ષય કુમાર આ ફિલ્મના સેટ પર ખૂબ જ ડાઉન ટુ અર્થ નોટિસ કરવામાં આવ્યો. બીજી તરફ કરિશ્માને સેટ પર ખૂબ જ ઓછું પૂછવામાં આવતું હતું. આ દરમિયાન ડિરેક્ટર પ્રમોદ ચક્રવર્તી અક્ષય કુમારના ખૂબ જ સારા ફ્રેન્ડ બની ગયા હતા. એવામાં કરિશ્મા કપૂરે એક દિવસ ગુસ્સામાં અક્ષય માટે કહ્યું હતું કે, ‘તે ડિરેક્ટરનો ચમચો છે.’ અને આ પછી અક્ષય કુમારને નફરત પણ કરવા લાગી હતી.

અક્ષયને જોઈ કરિશ્મા કપૂર ખૂબજ હેરાન પણ થવા લાગી હતી. આ ઉપરાંત અક્ષયના દિલમાં કરિશ્મા માટે કોઈ કડ઼વાહટ નહોતી. જ્યા સુધી કરિશ્માના હાથમાં કોઈ મોટી ફિલ્મ ન આવી ત્યાં સુધી, તેમને ન ઇચ્છતા પણ અક્ષય સાથે અનેક ફિલ્મમો સાઇન કરી હતી.અક્ષયને જોઈ કરિશ્મા કપૂર ખૂબજ હેરાન પણ થવા લાગી હતી. આ ઉપરાંત અક્ષયના દિલમાં કરિશ્મા માટે કોઈ કડ઼વાહટ નહોતી. જ્યા સુધી કરિશ્માના હાથમાં કોઈ મોટી ફિલ્મ ન આવી ત્યાં સુધી, તેમને ન ઇચ્છતા પણ અક્ષય સાથે અનેક ફિલ્મમો સાઇન કરી હતી.

કરિશ્માને ફિલ્મ ‘સંઘર્ષ’ની ઓફર આવી. તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ સારી લાગી પણ, તેમને જ્યારે ખબર પડી કે, અક્ષય આ ફિલ્મમાં છે તો તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. આ ઉપરાંત ફિલ્મ ‘હેરાફેરી’ને લઈને પણ આવું જ થયું હતું.

થોડાં સમય પછી અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘જાનવર’ રિલીઝ થઈ જે વર્ષો પહેલાં શૂટ કરવામાં આવી હતી, જે હિટ સાબિત થઈ હતી. અક્ષય કુમારની ફિલ્મ ‘હેરાફેરી’ પણ બ્લોકબસ્ટર હિટ થઈ હતી. અક્ષય કુમાર સુપરસ્ટાર થઈ ગયાં પણ કરિશ્માનું કરિયર ડાઉન થવા લાગ્યું હતું.

એક સમય એવો આવ્યો કે, કરિશ્મા સારી ફિલ્મમાં સારા હીરોના ઓપોઝિટ કામ કરવા માગતી હતી. ત્યારે તેમણે ફિલ્મ ‘એક રિશ્તા’માં કામ કરવાની તક મળી હતી. અક્ષય ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહ્યા હતાં. કરિશ્માને આ વાતની જાણ હોવાં છતાં તેમણે હા પાડી હતી.

જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે, ‘કરિશ્મા સાથે કામ કરવામાં કંઈ વાંધો તો નથી ને?’ ત્યારે તેમણે કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકોએ શરૂઆતમાં મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી, પણ હું આવું નહીં કરું.’

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *