એવું કદાચ જ કોઈ દંપત્તિ હશે. જેના લગ્ન પછી કોઈ રકજક ન થઈ હોય. એ એક કુદરતી વસ્તુ છે, પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝગડા થવા ઘણી સામાન્ય વાત છે. આ ઝગડા પછી જો તમારી વચ્ચે ફરીથી પ્રેમ ઉત્પન્ન થઇ જાય છે અને સ્થિતિ સામાન્ય બની જાય છે, તો તે સારી વાત છે, આમ તો જો તમારી વચ્ચે તનાવ કાંઈક વધુ જ છે અને સ્થિતિ સામાન્ય થતી નથી, તો તમારે કાંઈ કરવાની જરૂર છે.જયારે તમે કોઈ સાથે લગ્ન કરો છો, તો તેની સાથે સાત જન્મોના સંબંધો નિભાવવાના વચન આપો છો, પરંતુ ઘણી વખત ખરાબ ભાગ્ય કે કોઈ પાર્ટનરના વિશેષ વર્તનને લઈને આ સંબંધ બગડી જાય છે. આ સ્થિતિમાં તમારું પરણિત જીવન પૂરું થવા ઉપર આવી જાય છે.
વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાય કરવાથી કપલના ઝગડા દૂર થવાની સાથે શરુ થશે હેપ્પી મેરેજ લાઈફ.
લગ્ન એક દિવ્ય બંધન છે, જે બે અલગ અલગ વિચાર વાળા લોકોને એક બીજા સાથે જોડે છે. પછી ભલે તે એરેંજ મેરેજ ઉપર આધારિત હોય કે લવ મેરેજ ઉપર. ઘણી વખત નવપરણિત જોડકા પોતાના સુખી લગ્નજીવનનો આનંદ નથી ઉઠાવી શકતા. તેનું કારણ સુખી લગ્નજીવનમાં વાસ્તુશાસ્ત્રનુ પાલન ન કરવું પણ હોઈ શકે છે. આમ તો દરેક ઈચ્છે છે કે તેમનું દાંપત્ય જીવન શાંતિપૂર્ણ અને આનંદમય પસાર થાય. પરંતુ અમુક અડચણો તમારા લગ્નજીવનમાં તકલીફો ઉભી કરી દે છે એટલા માટે તેની ઉપર પહેલાથી જ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રની જાણકારી મેળવવા માટે તમારે અનુભવી વાસ્તુ નિષ્ણાંતની મદદ લેવી જોઈએ, જે થોડી ભલામણ કરે છે, જેનાથી તમે આનંદમય લગ્નજીવન પસાર કરી શકો છો.
સુખી લગ્નજીવન માટે વાસ્તુનું મહત્વ : કહેવત છે કે જોડીઓ સ્વર્ગ માંથી બનીને આવે છે પરંતુ ધરતીને આ જોડીઓ સ્વર્ગ નથી બનાવી શકતી. હંમેશા પરણિત જોડી પાસે એક બેડરૂમ હોય છે, જ્યાં તેમને ગોપનીયતા મળે છે. પરંતુ દરેક સ્થાન વાસ્તુશાસ્ત્રના નિયમો દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે પરણિત જીવનને સફળ બનાવવા માટે વાસ્તુ દિશાનિર્દેશોને લાગુ કરવું ઘણું મહત્વનુ છે.
બેડરૂમનું સ્થાન : પરણિત જોડીનું બેડરૂમ ઘરની દક્ષીણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવામાં આવ્યું હોય.પથારીની દિશા : પથારીને એવી રીતે રાખવી જોઈએ કે પતિ-પત્ની પોતાનું માથું દક્ષીણ દિશા તરફ રાખીને સુવે કેમ કે તે ઉત્તર દિશા માંથી સકારાત્મક ઉર્જાના મુક્ત પ્રવાહને વધારશે.
લાકડાના ફર્નીચરનો ઉપયોગ કરો : મેરીડ કપલના રૂમને માત્ર લાકડા માંથી બનેલા ફર્નીચરથી ભરેલું હોવું જોઈએ. પથારી, ડ્રેસિંગ ટેબલ, સ્ટડી ટેબલ, વગેરે – બધું જ લાકડા અને કાંચ માંથી બનેલું હોવું જોઈએ અને ધાતુનો સમાન ન વાપરવો જોઈએ.તુલસીના પાંદડા અને લીંબુ. હિંદુ ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવેલું છે. દિવાળી પછી આવતી અગિયારસના રોજ તુલસી વિવાહ પણ કરે છે, આ વિવાહ શ્રીકૃષ્ણ સાથે થાય છે.એટલા માટે તેનો ઉપયોગ દંપત્તિ વચ્ચે પ્રેમ ભાવ ઉભા કરવા માટે પણ કરવામાં આવી શકે છે. અને લીંબુ લોકોને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે, આવી રીતે આ લીંબુ આ ઉપાયમાં પાર્ટનરની અંદર રહેલી નેગેટીવ એનર્જી અને વિચારને બહાર કાઢી નાખશે.