દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ગુણ અવશ્ય હોય છે, જેનાથી તેની ઓળખાણ ભીડ માં પણ અલગ થી જ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિના ગુણ ની ઓળખાણ તેના શરીર ના નિશાનો ના માધ્યમથી પણ કરી શકાય છે. તેનાથી એ જાની શકાય છે કે એ વ્યક્તિ નું આચરણ કેવું છે અને તે આપણા માટે યોગ્ય છે કે નહિ. એવી જ રીતે છોકરીઓ માં પણ કેટલીક છોરીઓ એવા નિશાન વાળી હોય છે જે તેમના પોતાના ભાગ્ય વિષે જણાવે છે. દરેક છોકરો એવું ઈચ્છતો હોય છે કે તેની જીવન સાથી ભાગ્યવાન હોય, અને તેની સાથે રહીને તેના પણ ભાગ્ય ખુલી જાય. પરંતુ આમ એ નથી જાણી શકાતું.હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી માનવામાં આવે છે. તેમજ આપણે અહિં સ્ત્રીને લક્ષ્મી માનીએ છીએ. ઘરની સ્ત્રીને લક્ષ્મી માનવામાં આવે છે. જો કે પહેલાના જમાનમાં સ્ત્રી પુરૂષ વચ્ચે ઘણા ભેદભાવો રાખવામાં આવતો પરંતુ હાલના સમયમં એક સ્ત્રીને તેના દરેક અધીકારો આપવામાં આવે છે. એક સ્ત્રી વગર પરીવાર અધુરો છે.
આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે. જો કે બધી જ છોકરી સૌભાગ્યશાળી જ માનવામાં આવે છે પરંતુ આજે આપણે વાત કરવાના છીએ સમુદ્રશાસ્ત્રોમાં દર્શાવેલ સ્ત્રીઓને લગતા અમુક ખાસ સંકેતો વીશે જે સ્ત્રીને વધુ ભાગ્યશાળી હોવાના સંકેતો છે. આ નિશાનો વાળી સ્ત્રી થોડી વધુ પ્રાભાવ વાળી હોય છે, તેની જોડે લગ્ન કર્યા બાદ પતીના પણ ભાગ્યના દરવાજા ખુલી જાય છે. તો ચાલો જણીયે.
નાક પર તલ.
જે છોકરીના નાક પર કે નાકની નજીક તલ હોય તે ભાગ્યની નિશાની છે, આ છોકરી સાથે લગ્ન કરનાર પતી હંમેશા સુખી રહે છે તેમજ ધનવાન પણ બને છે. તેનું લગ્ન જીવન સફળ રહે છે.
પગના તાળીયે ચક્ર અથવા શંખ.
ઘણી ઓછી છોકરીયુ ના પગના તળીયે શંખ અથવા ચક્રનું નિશાન જોવા મળે છે પરંતુ જે છોકરીના પગના તળીયે આ નિશાનો જોવા મળે તે તેના પરીવારનું નામ રોશન કરે છે, તેમજ આ નિશાન વાળી છોકરીઓને ખુબ જ ભાગ્યશાળી માનવમાંં આવે છે.
નાભિ પાસે તલ.
ઘણીબધી સ્ત્રીઓ ને નાભિની નીચે તલ અથવા મસ્સા હોય છે, જણાવી દઇએ કે સમુદ્રશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નિશાની ધરાવનાર સ્ત્રીને પણ ભાગ્યશાળી માનવમાંં આવે છે. તેમજ સુખ સંંપતીની નિશાની છે.
કપાળ પર વચ્ચોવચ્ચ તલ.
જો કે આવુંં ઘણી ઓછી સ્ત્રીઓને હોય છે કે જે જગ્યાએ ચાંદલો છોડવાનો હોય તે જગ્યાએ તલ હોય, પરતુંં માનવામાં આવે છે કે આ જગ્યાએ તલ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરનાર પતિ તે સ્ત્રી સાથે જીવનભર ખુશ રહે છે.
પગના તળીયે ત્રિકોણ.
જણાવી દઇએ કે પગના તળીયે ત્રિકોણ નું નિશાન ધરવતી છોકરી ખુબ જ બુદ્ધિશાળી હોય છે. તે મુશ્કેલીના સમયમાંં ખુબ જ કામ આવે છે.
ડાબા ગાલે તલ.
જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની વધુ શોખીન હોય છે તેમજ તેને રસોઇ પણ સારી આવડતી હોય છે. તેની રસોઇ ખુબ જ પ્રખ્યાત બને છે.
શરીર પર તલ.
જે સ્ત્રીના શરીરમાંં ડાબા ભાગ પર વધુ પડતા તલ હોય તો ઉલ્લેખ અનુસાર આવી સ્ત્રીઓ તેના પતીને હંંમેશા ખુશ રાખે છે. આ સ્ત્રીઓથી તેનો પરીવાર પણ હંમેશા ખુશ રહે છે. આ સ્ત્રી પરીવાર માટે એક ખાસ પાત્ર હોય છે.
અંગોની વચ્ચે તલ.
જો કોઇ સ્ત્રીને શરીરના કોઇ પણ અંગ વચ્ચે તલ હોય તો શાસ્ત્રોમાં તેને ખુબ જ લક્કિ મહિલા માનવામાં આવી છે. આ સ્ત્રી હંમેશા તેના પરીવાર સાથે ઉભી રહે છે. પરીવારને ક્યારેય દુખી નથી કરતી. આ નિશાની વાળી સ્ત્રી એક સમજદાર સ્ત્રી માનવમાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જે છોકરીઓની આંખો મોટી મોટી અને સફેદ હોય છે એવી મહિલાઓ સ્વભાવમાં ઘણી ચંચળ હોય છે. તે પોતાની આજુ બાજુ આનંદ ભરેલું વાતાવરણ જાળવી રાખે છે અને આખું જીવન આનંદ કરે છે.જે છોકરીઓની જીભનો રંગ લાલ હોય છે અને કોમળ હોય છે. એવી છોકરીઓ જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરે છે. તેનું નસીબ તેના પોતાના સુધી જ સીમિત નથી રહેતું. પરંતુ તેના સારા નસીબને કારણે પરિવાર વાળા પણ તમામ સુખનો પુષ્કળ આનંદ ઉઠાવે છે.જે છોકરીઓની એડીઓ કોમળ અને ગોળાકાર હોય છે તે આખું જીવન સુખ સુવિધાઓ ભોગવે છે. તેને તેના ગુણને કારણે પરિવારને પણ લાભ થાય છે. તે ઉપરાંત જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે. તે શુભ માનવામાં આવે છે.આ ઉપરાંત તમે પોતે એટલા યોગ્ય બનો કે તમારી સાથે લગ્ન કરનાર છોકરી આપોઆપ તમને અનુસરે તમે પોતે એને માન આપશો તો એ પણ તમને એટલુ જ માન આપશે.
જે છોકરીઓનું મસ્તિષ્ક મોટું હોય તેમજ લંબચોરસ હોય છે અને કપાળ થોડું લાલાશ પડતું હોય તો તેવી છોકરીનું ભાગ્ય લગ્ન બાદ ખુબ જ પ્રબળ થઇ જાય છે. તે છોકરીના લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ નથી આવતી તેમજ લગ્ન જીવન સુખમય વીતે છે. આ ઉપરાંત તેના પ્રબળ ભાગ્યનો પ્રભાવ તેના પતિના જીવનમાં પણ જોવા મળે છે જેથી તેને સફળતા મળે છે.સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ છોકરીના બંને આઇબ્રો એટલે કે નેણ વચ્ચે થોડી જગ્યા હોય તે છોકરીઓ પણ ખુબ ભાગ્યશાળી મનાય છે. તે જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું ભાગ્ય પણ ચમકી જાય છે. પરંતુ મિત્રો બંને આઇબ્રો વચ્ચે જગ્યા જન્મથી જ હોવી જોઈએ.જો છોકરીઓના નાકની વાત કરીએ તો જે છોકરીનું નાક નીચેથી થોડું ચપટું હોય તો તે છોકરીઓનો શુક્ર ખુબ મજબુત હોય છે. અને શુક્રની કૃપા હોવાથી તેના જીવનમાં ભરપુર સુખ સમૃદ્ધિ આવે છે. તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી મનાય છે.
જો છોકરીની હથેળીની વાત કરીએ તો જે છોકરીની હથેળીમાં બુધ પર્વત એટલે કે ટચલી આંગળી નીચેનો ભાગ ઉપસેલો હોય તેવી છોકરીને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ ઉપરાંત જે છોકરીની હથેળીમાં શનિ પર્વત પણ ઉપસેલો હોય એટલે કે અંગુઠા પછીની બીજી આંગળી એટલે કે વચ્ચેની આંગળી કે જે સૌથી મોટી આંગળી હોય છે તેની નીચેનો ભાગ શનિ પર્વત ગણાય છે અને તે ભાગ ઉપસેલો હોય તેવી છોકરીઓ પણ ભાગ્યશાળી ગણાય છે.મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓની હાથની આંગળીઓ વચ્ચે જગ્યા ન રહેતી હોય મતલબ હથેળી સીધી રાખે ત્યારે બધી આંગળીઓ એક બીજા સાથે એવી રીતે અડકેલી હોય કે આંગળીઓ વચ્ચે કોઈ પણ ગેપ ન રહેતો હોય. તો તે છોકરીઓને પણ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે પોતાના પતિના જ સુખમાં પોતાનું સુખ ઈચ્છે છે.