અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી.
આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.
અક્ષરધામ’ સાંસ્કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્યોનો સમન્વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ -મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્પર્શી જાય છે.
દિલ્હીમાં જોવા અને ફરવા માટેના ઘણા સુંદર સ્થળો છે. પરંતુ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું પોતાનું અલગ મહત્વ છે. તે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. 6 નવેમ્બર 2005 ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં તમને 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની ઝલક મળશે. આજે અમે તમને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર વિશે કેટલાક અનોખા ફેક્ટ્સ જણાવીશું.
અક્ષરધામ મંદિરનું સંપૂર્ણ સંકુલ, 83,342૨ ચોરસ ફીટ ક્ષેત્રને કવર કરે છે. આ મંદિરની આર્કિટેક્ચર એવી રીતે બનાવવામાં આવી છે કે તે 1000 વર્ષથી પણ વ સમય સુધી આ રીતે ઉભુ રહી શકે.આ મંદિરમાં 10 દરવાજા વૈદિક સાહિત્યના 10 દિશાઓના આધારે બનાવવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે સકારાત્મકતા કોઇપણ તરફથી આવી શકે છે.દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર પરિસર હોવાને કારણે દિલ્હીના અક્ષરધામ મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ શામેલ કરવામાં આવ્યું છે. મંદિરની પહોળાઈ 316 ફૂટ અને ઉંચાઈ 141 ફૂટ છે અને આ આખું પરિસર 86,342 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રાચીન વસ્તુકળાની સ્ટાઈલમાં બનાવવામાં આવેલા આ મંદિરમાં એક એક પથ્થર પર કારીગરોએ પોતાના હાથથી કોતરણી કરી છે. આ મંદિરના નિર્માણમાં લગભગ 11 હજાર કારીગરોની મહેનત છે.
જે વાસ્તુકળાને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે તેને તૈયાર થવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. અક્ષરધામની ખાસિયત જ એ છે કે તેની સુંદરતા અને ભવ્યતા જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. દીવાલો પર કરવામાં આવેલી કોતરણીમાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.અક્ષરધામ મંદિરમાં 200 થી વધુ ભારતીય ગુરુઓ, સાધુઓ, આચાર્ય અને દેવતાઓની પથ્થરની મૂર્તિઓ છે. તેમાં 234 રત્ન જેડેલા થાંભલા અને 9 રત્નો ગૂંબજ છે. જો આખા મંદિરની મૂર્તિઓ મળી જાય તો આશરે 20,000 થી વધુ વિવિધ ધાતુઓ, લાકડુ અને પથ્થરથી બનેલી મૂર્તિઓ છે.અક્ષરધામ મંદિરની અંદર 3 હજાર ફૂટ લાંબો પરિક્રમા પથ તૈયાર કરવામાં આવ્યો છે, જેને રાજસ્થાનથી મંગાવવામાં આવેલા લાલ પત્થરથી બનાવવામાં આવ્યો છે. આ પરિક્રમા પથમાં 2 માળની બિલ્ડિંગ બનેલી છે, જેમાં 1152 પિલ્લર અને 145 બારીઓ છે.
અક્ષરધામ મંદિરમાં વિશ્વના સૌથી મોટા યજ્ઞપુરુષ કુંડ છે. આ યજ્ઞકુંડ 108 નાના મંદિરો અને 2870 સીડી ચઢ્યા બાદ પહોંચી શકાય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 17 ડિસેમ્બર 2007 ના રોજ આ મંદિરને સૌથી મોટું હિન્દુ મંદિર જાહેર કર્યું હતું.અક્ષરધામ મંદિરમાં એક કમળ આકારનું સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. જેનું નામ લોટસ ગાર્ડન છે. આ બગીચાના પત્થરો સ્વામી વિવેકાનંદ અને હિન્દુ ગુરુઓ, શેક્સપિયર અને માર્ટિન લૂથરના કોટ્સ પણ આપવામાં આવ્યા છે.
અક્ષરધામ મંદિરની અંદર એક થિયેટર પણ છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ વિશેની માહિતી આપવામાં આવે છે.અક્ષરધામ મંદિરની આસપાસ નારાયણ સરોવર છે. જેમાં ભારતના 151 પ્રખ્યાત તળાવોનું પાણી ભળી ગયું છે. તળાવની આજુબાજુમાં હિન્દુ ધર્મના 108 ગાયોના માથા 108 દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાજસ્થાનથી લાવવામાં આવેલા લાલ પથ્થરોથી 3000 ફૂટ લાંબા પરિક્રમાનો રસ્તો બનાવવામાં આવ્યો છે.