મયંક અનુરાગ અગ્રવાલ (જન્મ 16 ફેબ્રુઆરી 1991) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે કર્ણાટકના જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે . તેણે 26 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત ટિમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.મયંક અગ્રવાલ ભારતીય ક્રિકેટ ટીમનો યુવા અને ઈમર્જિંગ સ્ટાર છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા આ ક્રિકેટે આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા, જે પોલીસ કમિશ્નરની દીકરી છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘણી ઓછી ઘટના બની છે જ્યારે કોઈ અધિકારીની દીકરી સાથે ક્રિકેટરના લગ્ન થયા. આજે અમે મયંક અગ્રવાલ અને તેની જીવનસાથી વિશે અહીં જણાવી રહ્યાં છીએ.
આશિતા સૂદ બેંગલુરુની છે. તેણે લૉનો અભ્યાસ કર્યો છે. તેને ટ્રાવેલિંગ કરવું, ટેનિસ જોવું અને કૂકિંગનો શોખ છે. આશિતા સૂદ દેખાવે સુંદર અને શાનદાર ફિગર ધરાવતી હોવાની સાથે તેના પિતાને કારણે પણ ચર્ચામાં રહી. તેના પિતા પ્રવીણ સૂદ બેંગલુરુમાં પોલીસ કમિશ્નર પદે ફરજ બજાવી રહ્યાં છે.
ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શન થકી સૌને પ્રભાવિત કરનાર મયંક અગ્રવાલ રોમાન્સ મામલે પણ કોઈનાથી પાછળ નથી. જાન્યુઆરી 2018માં આશિતા સૂદને તેણે ‘લંડન આઈ’માં પ્રપોઝ કર્યું હતું. જે પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ‘લંડન આઈ ’ની ઊંચાઈ 135 મીટર છે. જેની તસવીર આશિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરી હતી.
મયંક અગ્રવાલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેની લવ સ્ટોરીમાં કંઈ નવું નથી. તે ઘણા સમયથી પોલીસ ઈન્સપેક્ટરની દીકરી આશિતાને જાણતો હતો. તેણે આગળ કહ્યું કે, આશિતા સૂદ ઘણી સિમ્પલ છે. તેની આ જ અદા પર તે દિલ હારી બેઠો. તેઓ એકબીજાને 7 વર્ષથી જાણતા હતા.મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેણે તે ઈનિંગ્સમાં 23 ફોર અને 6 સિક્સની મદદથી 215 રન કર્યા હતા. તે ઈન્ટરનેશનલ લેવલે 11 ટેસ્ટ અને 3 વન-ડે રમી ચૂક્યો છે.
મયંક અગ્રવાલ રણજી ટ્રોફી 2017-18માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેને આઠ મેચમાં 13 ઇનિંગમાં 105.45ની એવરેજથી 1160 રન બનાવ્યા હતા જેમાં પાંચ સદી અને 2 અડધી સદી સામેલ છે. આ પાંચ સદીમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ ફટકારેલી ત્રેવડી સદી પણ સામેલ છે. મયંકે આ પ્રદર્શનને કારણે પોતાની ટીમને સેમિ ફાઇનલમાં પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિજય હઝારે ટ્રોફી 2017-18માં મયંક સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો, તેને આઠ મેચમાં 90.73ની એવરેજથી 723 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સદી અે પાંચ અડધી સદી સામેલ છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટનાં બિજા દિવસે મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી છે. અગ્રવાલે પોતાની સદી 183 બોલમાં પૂરી કરી હતી. આ દરમ્યાન તેમણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. મંયક અગ્રવાલે પોતાનું ધમાકેદાર ફોર્મ જાળવી રાખતા બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
મયંક અગ્રવાલે 60 મી ઓવરના ત્રીજા બોલ પર બે રન કરીને સદી પૂરી કરી. મયંક અગ્રવાલની પણ ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી છે. ગયા મહિને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલે 215 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની પ્રથમ ડબલ સદી હતી. આ મેચમાં અગ્રવાલે 371 બોલનો સામનો કર્યો હતો, જેણે 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
તમને જણાવી દઈએ કે મયંક અગ્રવાલ તેની કારકિર્દીની આઠમી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. મયંકે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે શાનદાર 76 રન બનાવ્યા હતા.
મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મજબૂત ટીમો સામે હજી સુધી સારી બેટિંગ કરી હતી. આવી સ્થિતિમાં તેણે બાંગ્લાદેશ સામે નબળું ગણાતું સદી આપી હતી. અગ્રવાલને હજી વન ડેમાં તક મળી નથી.