આજ ના સમય માં નાની મોટી બીમારી થી બધા જ પીડાતા હોય છે. તેમાં પણ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગ એ સામાન્ય થઈ ગયા છે. આ રોગ એ આજે ઘરે ઘરે જોવા મળે છે. અનિયમિત જીવન, ખાવા પીવા માં ફેરફાર, ચિંતા, તણાવ, ગુસ્સા ને કારણે બ્લડપ્રેશર ની બીમારી આવે છે. વારંવાર ખાવું અથવા જરૂરિયાત થી વધારે ખાવું એ પણ બ્લડપ્રેશર ની બીમારી ને આમંત્રણ આપે છે. પહેલાં ના સમય માં બ્લડપ્રેશર ની બીમારી એ ફક્ત 60 થી 70 વર્ષ બાદ આવતી હતી પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ તેમાં નવું રૂપ આવ્યું.અને આજ ના સમય માં 25 કે 30 વર્ષ ના યુવાન ને પણ બ્લડપ્રેશર ની બીમારી જોવા મળે છે. તો ચાલો જોઈએ બ્લડપ્રેશર ની બીમારી ક્યાં કારણથી વધે છે. અને બ્લડપ્રેશર ના દર્દીઓને કયો ખોરાક ન લેવો જોઈએ.
બ્લડપ્રેશર ની બીમારી નો ખતરો ક્યાં કારણથી વધે છે:
ઉંમર: વધારી ઉંમર માં હોર્મોન્સ ના બદલાવ ને કારણે પણ બ્લડપ્રેશર ની બીમારી થઈ શકે છે. વધતી ઉંમર માં તમારું લોહી નું પરિભ્રમણ ઓછું થઈ છે. અને રક્તવાહિનીઓ માં ફેરફાર થવાથી બ્લડપ્રેશર ની બીમારી થાય છે.અનુવંશીકતા: જો તમારા પરિવાર માં કોઈને બ્લડપ્રેશર ની બીમારી હોય તો તમને પણ થઇ શકે છે. તેથી તે વારસા રૂપ ગણવામાં આવે છે.લિંગ: સામાન્ય રીતે પુરુષ ની સરખામણી એ સ્ત્રીઓ ને બ્લડપ્રેશર ની બીમારી ઓછી થાય છે. પુરુષો ને 45 વર્ષ ની ઉંમરે જો સરખું ધ્યાન ન રાખો તો થઈ શકે છે. જે મહિલા મેનોપોઝ નો સામનો કરી ચૂકી હોય તેને પણ બ્લડપ્રેશરની બીમારી માં ખતરો બની રહે છે.
બીટ
બીટમાં હાઇ બ્લડ પ્રેશરને નોર્મલ કરવા માટે સૌથી બેસ્ટ ખોરાક છે. તેમા વિટામિન સી, ફાઇબર તથા પોટેશિયમ પોષક તત્વ રહેલા છે. જે લોહીની વાહિકાઓને ખોલવામાં અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. ફક્ત બીટ ખાવાથી નહીં, પરંતુ તેના જ્યૂસના સેવનથી પણ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.
પોટેશિયમ યુક્ત આહાર
પોટેશિયમ એખ એવો ખનિજ પદાર્થ છે. જે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, પાલક,કોબીજ, લીલા પાંદડાવાળા શાક, કેળા, પપૈયું અને ખજૂર સહિતનું સેવન કરવું જોઇએ. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
દહીં
દહીંમાં પ્રોટીન, કેલ્શ્યિમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. રોજ તેને ખાવાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
કિશમિશ
દિવસમાં ત્રણ વખત એક મુઠ્ઠી ભરીને કિશમિશ ખાવાથી વધતા હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. જો તમને પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે રેગ્યુલર ડાયેટમા તેને સામેલ કરી શકો છો.
કીવી ફળ
એક કીવી ફળમાં 2 ટકા કેલ્શ્યિમ, 7 ટકા મેગ્નેશ્યિમ અને 9 ટકા પોટેશ્યિમ હોય છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
પાલક
લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલરી અને હાઇ ફાઇબર હોય છે. પાલકમાં રહેલા યૌગિક બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
તરબૂચ
તેમા રહેલા એમિનો એસિડ જેને L-Citrulline કહે છે. બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તરબૂચ ખૂબ ફાયદાકારક હોય છે. જેને ગરમીમાં હાઇ બ્લડ પ્રેશને કંટ્રોલ કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.
વરિયાળી અને જીરૂ
વધતા હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે. જેના માટે તમે વરિયાળી, જીરૂ, ખાંડ ત્રણેય બરાબર પ્રમાણમાં લઇને પાઉડર બનાવી લો. ત્યાર પછી તેને એક ચમચી મિશ્રણ સવારે – સાંજ પીઓ. જેનાથી વધતું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાયબ્લડપ્રેશર ના દર્દીઓ એ શું વસ્તુ ખોરાક માં ન લેવી જોઈએ:
મીઠું:
મીઠું એ એક પ્રકાર નું સોડિયમ છે. તેનો હાઈ બ્લડપ્રેશર અને હ્ર્દય ના રોગમાં ખુબજ મોટો ફાળો છે. તે શરીર માં પ્રવાહી સંતુલિત ને અસર કરે છે. 1 ટેબલ સ્પૂન મીઢું માં લગભગ 40% સોડિયમ હોય છે. જે શરીર ને ખુબજ નુકસાનકારક છે. તેથી જેમ બને તેમ મીઢું ઓછું ખાવું જોઈએ. AHA ના સંશોધન મુજબ જો તમે બ્લડપ્રેશર ના દર્દી હોય તો દિવસ નું 2 ટેબલ સ્પૂન જેટલું જ મીઠું ખાવું જોઈએ.
ચિકન:
જો તમે માંસાહારી હોય તો ચિકન એ પણ બ્લડપ્રેશર ના દર્દી માટે જોખમી ગણાય છે. પ્રોસેસ્ડ ચિકન કે માંસ માં સોડિયમ ભરી ને ખાવા માં આવે છે. કારણ કે ઉત્પાદકો એ તેનો સ્ટોર કરવા માટે સોડિયમ નો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ના સંશોધન મુજબ એક ફ્રેન્કફટર અથવા હોટ ડોગ માં 567 મિલિગ્રામ સોડિયમ ધરાવે છે.
ફ્રોઝન પીઝા:
ફ્રોઝન પીઝા એ શરીર માટે ખુબજ નુકશાનકારક છે. ફ્રોઝન પીઝા માં ખાંડ, મીઢું અને ફેટ નું પ્રમાણ વધારે હોય છે. તેમાં ખાસ કરી ને સોડિયમ ની માત્રા વધારે હોવાથી બ્લડપ્રેશર ના દર્દી ને નુકશાન કરે છે. તેમાં સાથે સાથે ચીઝ ની માત્રા પણ વધારે હોય છે. અને ચીઝ માં પણ મીંઢા નો થોડો ભાગ હોય છે. તેથી બહાર નો પીઝા ખાવાનું ટાળો. જો તમને પીઝા ખાવા હોય તો અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરી ને ઘરે જ પીઝા બનાવો.
કોઈ પણ જાત નું અથાણું:
ગુજરાત માં લોકો એ અથાણું ખાવાના ખુબજ શોખીન હોય છે. ગુજરાતી ડીશ માં અલગ અલગ પ્રકારના અથાણાં જોવા મળે છે. આ અથાણાં માં ખુબજ પ્રમાણ માં મીઢું હોય છે. મીઢું એ કોઈપણ વાનગી ને લાંબા સમય સુધી સારી રાખવા માટે ઉપયોગી બને છે. તેથી જો તમને બ્લડપ્રેશર ની બીમારી હોય તો અથાણું ન ખાવું જોઈએ.
તૈયાર સૂપ:
બજાર માં મળતું તૈયાર સૂપ એ ખુબજ હાનિકારક સાબિત થયું છે. તૈયાર સૂપ માં સોડિયમ નું પ્રમાણ વધુ હોય છે. એક રિસર્ચ કરતા જાણવાં મળ્યું કે 1 ટમેટાં ના સૂપ માં 1110 મિલિગ્રામ ટ્રેસ્ટેડ સોડિયમ હોય છે. તેથી જેમ બને તેમ તૈયાર સૂપ પીવા નું ટાળો.
ખાંડ:
ખાંડ એ તમારા બ્લડપ્રેશર ની બીમારી ને વધારી શકે છે. એક સંશોધન મુજબ ખાંડ એ તમારું વજન વધારે છે. અને વધારે વજન એ મેદસ્વીતાની ખાતરી કરાવે છે. અને વધારે પડતું વજન એ બ્લડપ્રેશરના દર્દીઓ માટે નુકસાનકારક છે. 2014 ના અહેવાલ મુજબ ખાંડ ની સીધી અસર એ બ્લડપ્રેશર પર પડે છે.
ચરબી વધે તેઓ ખોરાક:
હ્ર્દય ને સ્વસ્થ્ય રાખવા માટે ચરબી ઘટાડવી જરૂરી છે. અને ચરબી ઘટાડવા માટે ચરબી ન વધે તેવો ખોરાક ખાવો જોઈએ. જો તમારું વજન વધે અને ચરબી વધે તો તેની સીધી અસર એ બ્લડપ્રેશર પર પડે છે. તેથી ચરબી વધે તેવા ખોરાક ને નજરઅંદાજ કરો.
દારૂ નું સેવન:
વધારે પડતું દારૂ નું સેવન કરવાથી બ્લડપ્રેશર વધી શકે છે. ઘણા બધા આલ્કોહોલ માં ખાંડ અને કેલેરી નું પ્રમાણ વધારે હોય છે. તેનાથી વજન વધે છે અને સાથે સાથે મેદસ્વીતાપણું આવે છે. જે હાઈ બ્લડપ્રેશર માટે હાનિકારક છે.તૈયાર ટમેટાં ની વસ્તુઓ:
આપણે રોજબરોજમાં તૈયાર બજાર માં મળતો ટમેટાં નો સોસ ઉપયોગ કરીએ છીએ. તેમાં સોડિયમ નું પ્રમાણ વધારે હોય છે. તેથી તે બ્લડપ્રેશર ને વધારવાનું કારણ બની શકે છે. જો તમે તૈયાર ટમેટાં ના સોસ નો ઉપયોગ ન કરતા ઘરે જ સોસ બનાવી ને ઉપયોગ માં લઇ શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક છે.જો તમે પણ બ્લડપ્રેશર ના દર્દી હોય તો આજ થી જ આ ખોરાક ખાવાનું ટાળો અને સ્વસ્થ્ય રહો.