બોલીવુડના દરેક સમાચારને જાણવામાં દરેકને રુચિ હોય છે. પછી ભલે તે તેની પર્સનલ લાઇફ હોય કે ફિલ્મી જિંદગી. તેના ચાહકો આ બધા વિશે જાણવા માંગે છે. તેમના જીવનમાં શું થાય છે, તેઓ કેવી રીતે જીવે છે, ટીવી અથવા મૂવીઝ અથવા કોઈ સામાન્ય માણસની જેમ. તે બધા જાણવા માગે છે અને તેઓ જોઈતા સિતારાઓ વિશે વાત કરે છે, તેથી તેઓ તેમના વિશે કશું છોડતા નથી. ભલે તે શું છે. આવી સ્થિતિમાં, અમે તેના નામ અને અટક વિશે વાત કરીએ છીએ. હા, ઘણા સેલેબ્સ છે જે તેમના નામ અને અટકને છુપાવે છે પછી ભલે તમે તેમના વડીલોના ચાહક હોવ પણ તમને તેમની અટક વિશે પણ ખબર નહીં હોય. તો ચાલો અમે તમને તેમની અટક અને નામ વિશે જણાવીએ.જ્યારે બાળક આ દુનિયામાં આવે છે, ત્યારે બે વસ્તુઓ જન્મ સમયે જ મળી આવે છે, નામ અને ધર્મ. જો કે, બાદમાં તે પોતાની સ્વતંત્ર ઇચ્છાની આ બંને ચીજો બદલી શકે છે. બોલિવૂડના કેટલાક સ્ટાર્સે પણ આવું જ કર્યું હતું. તેણે પોતાનું નામ બદલ્યું છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમના અસલી નામો શું છે. આજે અમે તમને બોલીવુડના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે તેમના નામ બદલ્યા હતા અને હવે તે આ જ નામથી લોકપ્રિય છે.
અમિતાભ બચ્ચન.
1942 માં જ્યારે અમિતાભ બચ્ચનનો જન્મ થયો હતો, ત્યારે કહેવામાં આવે છે કે માતા તેજી અથવા પિતાએ તેનું નામ ઇન્કિલાબ રાખ્યું હતું. જોકે, ટૂંક સમયમાં જ તે બદલીને અમિતાભ થઈ ગયા. તેમના પિતાની અટક શ્રીવાસ્તવ હતી, જેને બદલીને તે બચ્ચન થઈ ગઈ. ત્યારથી, દરેક પેઢીની અટક બચ્ચન તરીકે રાખવામાં આવી. અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન અને હવે આરાધ્યા બચ્ચનની જેમ.
અસિન.
સાઉથ ઇન્ડસ્ટ્રીથી બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનારી એક્ટ્રસનું આખું નામ અસિન થોટ્ટુમકલ છે. કેમ કે, અસિનની સરનેમ બોલવામાં મુશ્કેલી થાય છે, એટલે તેમણે તેમની સરનેમ હટાવી દીધી. આજે પણ ઘણાં લોકોને અસિનનું આખું નામ ખબર નથી.
હેલેન.
ડાન્સર અને એક્ટ્રસ હેલેનનું આખું નામ હેલેન એન રિચર્ડસન છે. જે લગ્ન પછી હવે હેલેન એન રિચર્ડસન ખાન થઈ ગયું છે. તેમના આ નામ વિશે લોકોને ઓછી જાણ કારી છે. હેલેન એક એન્ગ્લો ઇન્ડિયન પિતા અને બર્મી માની દીકરી છે. તેમનો જન્મ બર્મામાં થયો હતો. લાંબું નામ હોવાને લીધે હેલેન માત્ર હેલેન લખવાનું શરૂ કરી દીધું અને તેમના નામથી સરનેમ હટાવી દીધી.
નયનતારા.
દક્ષિણ ભારતની ફિલ્મોના ગ્રાઉન્ડ ઓડિયન્સમાં નયનતારાનો ભયંકર ક્રેઝ છે. 1984 માં બેંગ્લોરમાં જન્મેલી આ અભિનેત્રીનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે. દક્ષિણની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક, નયનતારાએ રજનીકાંત, વિક્રમ, જુનિયર એનટીઆર, સૂર્યા, વિજય જેવા બધા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
રેખા.
સુંદર અભિનેત્રી રેખાનું આખું નામ ભાનુરેખા ગણેશન છે. જોવામાં આવે તો રેખા તેમના ફર્સ્ટનેમનો એક ભાગ છે. કેમ કે, રેખા તેમનું મિડલ નેમ છે. તેમણે બૉલિવૂડમાં આવ્યા પછી ભાનુ અને ગણેશન અલગ કરી દીધું હતું.
રણવીર સિંહ.
રણવીર સિંહનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. બૉલિવૂડમાં એન્ટ્રી પહેલાં તેમણે નામથી સરનેમ હટાવી દીધી હતી. કેમ કે, તે ખૂબ જ લાંબી હતી. આજે તે રણવીર સિંહના નામથી દેશ-દુનિયામાં ફૅમસ છે.
કાજોલ.
કાજોલે આજ સુધી માત્ર તેમના ફર્સ્ટ નેમ એટલે કે કાજલથી જ ઓળખાય છે. કાજોલ તેમની સરનેમ ક્યારેય લગાવતી નથી. કાજોલનું આખું નામ કાજોલ મુખર્જી છે. તે એક્ટ્રસ તનુજા અને નિર્દેશક સોમૂ મુખર્જીની દીકરી છે. તેમના પેરેન્ટ્સ અલગ થઈ ગયાં હતા, જેને લીધે કાજોલે પણ તેમના નામથી સરનેમ અલગ કરી લીધી છે.
જિતેન્દ્ર.
એક સમયે હિન્દી સિનેમાના સુપરહિટ હીરો રહી ચૂકેલા જિતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે પણ, બૉલિવૂડમાં આવ્યા પછી તેમણે જિતેન્દ્રને તેમનું ફિલ્મી નામ બનાવી લીધું હતું. ધીરે-ધીરે તે આ નામથી ફૅમશ થયાં અને આજે લોકો તેમને જિતેન્દ્રના નામથી જ ઓળખે છે.
તબ્બૂ.
આજે પણ પોતાની એક્ટિંગથી લોકોનું દીલ જીતનારી તબ્બૂનું આખું નામ તબ્બસુમ હાશમી છે. તેમણે તેમનું નામ સિમ્પલ અને શૉર્ટ રાખવા માટે તેમની સરનેમ હટાવી દીધી હતી. લોકો પણ તબ્બૂ નામ જ પસંદ છે અને તે આ નામથી ફૅમશ પણ છે.
ગોવિંદા.
ગોવિંદાનું આખું નામ ગોવિંદા અરુણ આહૂજા છે. તેમણે નામમાંથી અરુણ અને આહૂજા હટાવવા પાછળ કોઈ કારણ નહોતું. ગોવિંદા ઉપરાંત તેમણે તેમની ફિલ્મના નામથી પણ ઓળખવામાં આવે છે. જેવું કે હીરો નંબર 1 તેમનું નિકનેમ છે.
ધર્મેન્દ્ર.
ધર્મેન્દ્રનું આખું નામ ધર્મેન્દ્ર સિંહ દેઓલ છે. એક્શન ભરી તેનમી ફિલ્મોમાં તેમને બૉલિવૂડમાં ધરમ પાજી, ધરમજી બનાવી દીધા. આગળ જતાં તેમને માત્ર ધર્મેન્દ્ર લખવાનું શરૂ કરી દીધું. આજે તેમને ધર્મેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે. જોકે, તેમના દીકરા અને દીકરી નામ સાથે સરનેમ પણ લગાવે છે.
ટાઇગર શ્રોફ.
બોલિવૂડમાં એક્શન હિરો તરીકેની ઓળખ બનાવનાર અભિનેતા ટાઇગર શ્રોફ અસલી નામ જય હેમંત શ્રોફ છે. આટલું જ નહીં તેના પિતા જેકી શ્રોફે પણ તેનું નામ બદલ્યું છે. જેકી શ્રોફનું અસલી નામ જય કિશન કાકુભાઇ છે.
શ્રીદેવી.
દિવંગત એક્ટ્રસ શ્રીદેવીનું આખું નામ શ્રીઅમ્મા યાંગર અય્યપન છે. શ્રીદેવી સાઉથ ઇન્ડિયન ફૅમિલીથી છે એટલે બીજા લોકોને તેમનું નામ બોલવામાં ખૂબ જ તકલીફ થતી હતી. એટલા માટે તેમણે તેમનું નામ શ્રીદેવી લખવાનું શરૂ કરી દીધું.