Breaking News

બોલિવૂડનાં નામચીન અભિનેતાઓ કરતાં પણ વધારે ફિ લે છે આ દિગ્ગજ અભિનેત્રીઓ,આંકડો જાણી ચોંકી જશો………..

આજના સમયમાં બૉલીવુડની વાત કરીએ એટલે ઘણા બધા પ્રશ્નો મનમાં ઉભા થવા લાગે છે.એ પછી અભિનેત્રીઓ હોઈ કે અન્ય કોઈ વાત દરેક મુદ્દે બોલીવુડમાં વિવાદ ચાલતા હોઈ છે.જો આપણે બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ, તો તે કોઈક ને કોઈ વાતને લઈને ચર્ચાઓમાં રહે છે. તે તેના ફિલ્મ્સના સમાચાર હોય કે તેના જીવન સાથે જોડાયેલા કોઈ સમાચાર. આજની આ પોસ્ટ પણ તેને રીલેટેડ જ છે. અભિનેતા અને અભિનેત્રીઓ બંને એક ફિલ્મમાં સમાન ફાળો આપે છે. આજે અમે તમને ઇન્ડસ્ટ્રીઝની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેની ફી જાણીને તમે આશ્ચર્યચકિત કરશે.

5. પ્રિયંકા ચોપડા.

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ધાક જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એક વાતને લઈ આખી દુનિયામાં ચર્ચાઈ રહી છે. હાલમાં જ અભિનેત્રી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચી હતી. આ બેઠક દાવોસમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રિયંકા ચોપરાએ એવું ભાષણ આપ્યું કે, દુનિયા ભરમાં તેના સ્પીચના વખાણ થઈ રહ્યા છે. પ્રિયંકાની સ્પીચનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ બેઠકમાં દુનિયાની કેટલીક મોટી મોટી હસતીઓ આવી હતી. ત્યાં પ્રિયંકા ગ્લોબલ સીટીજન એમ્બેસેડરના રૂપમાં પહોંચી હતી. આ સમયે પ્રિયંકાએ ગરીબી, અત્યાચાર, ક્લાઈમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર વાત કરી હતી. સાથે જ દુનિયામાં તેજીથી વધી રહેલી ગરીબી વિશે પણ વાત કરી હતી અને પોતાના બાળકને કેવી દુનિયા આપવી એ પણ જણાવ્યું હતું.

પ્રિયંકા ચોપરા આજે 38 વર્ષની થઇ ચુકી છે. પ્રિયંકા 18 જુલાઈ 1982માં જમશેદપુરમાં થયો હતો. પ્રિયંકાએ ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ ફિલ્મોમાં કામ નથી કરી રહી પરંતુ તે હંમેશા ભારતીય અને ઇન્ટરનેશનલ મીડિયામાં છવાયેલી રહે છે.બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા ચોપરા હવે દેશમાં જ નહીં પરંતુ તુ વિદેશમાં પણ ખાસ્સું ફેન ફોલોઇંગ ધરાવે છે. પ્રિયંકાએ પોતાને 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરીને યુએસમાં સ્થાયી થઇ છે.જણાવી દઈએ કે પ્રિયંકાના પતિ તેની ઉંમરથી નાના છે ત્યારે મિલકતની બાબતમાં નિક તેની પત્નીથી ઘણો પાછળ છે.આજે અમે તમને પ્રિયંકા અને નિકની સંપત્તિ અને તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે પ્રિયંકાએ બોલિવૂડમાં પોતાને સ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા 200 કરોડથી વધુ સંપત્તિની માલિક છે.તો તેના પતિ નિક જોનાસ પાસે લગભગ 175 કરોડની સંપત્તિ છે. નિક અને પ્રિયંકા બંનેને લક્ઝરી લાઇફસ્ટાઇલ ખૂબ ગમે છે. તેમની પાસે મોંઘા વાહનોથી લઈને આલીશાન બંગલા સુધીનું બધું છે.પ્રિયંકા-નિક દ્વારા લગ્ન દ્વારા કેલિફોર્નિયામાં એક આલિશાન બંગલો 144 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પ્રિયંકાના આ ઘરમાં 11 બેડરૂમ ઉપરાંત 7 બેડરૂમ છે. તેની આસપાસ કુદરતી સૌંદર્ય પથરાયેલું છે.પ્રિયંકાનો ગોવામાં એક લક્ઝુરિયસ બંગલો પણ છે. ગોવાના બગા બીચ પાસે સ્થિત આ બંગલાની કિંમત 20 કરોડ છે. આ બંગલો એ વિસ્તારની સૌથી મોંઘી પ્રોપટી પૈકી એક છે. ઘણી વખત પ્રિયંકા તેનો સમય અહીં રજાઓ પર વિતાવે છે.પ્રિયંકા મુંબઈના જે બંગલામાં રહેતી હતી તેનું નામ દરિયા મહેલ છે. વર્સોવા વિસ્તારમાં આવેલા આ બંગલાની કિંમત 100 કરોડ છે. વિંટેજ આર્કિટેક્ચરથી બનેલો આ બંગલો પ્રિયંકાને ખૂબ જ પસંદ છે. આ બંગલો 1930 માં બ્રિટીશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

તો બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા એકથી એક મોંઘા આઉટફિટ માટે શોખીન છે.તેના કપડામાં 12.8 લાખ રૂપિયાના ફોક્સ ફર કોટ પણ શામેલ છે.પ્રિયંકા હાર્લી ડેવિડસન-Street 500 રેસિંગ બાઇકની માલિકણ છે.આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પિંક કલરની બાઇક પ્રિયંકાએ તે સમયે ખરીદી હતી જ્યારે તે ખતરો કે ખિલાડી-3 હોસ્ટ કરતી હતીપ્રિયંકા અને નિક પાસે પણ ઘણી મોંઘી કારનો પણ ખજાનો છે.બંને પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ (રૂ. 5.25 કરોડ), બીએમડબ્લ્યુ 7 (રૂ. 1.95 કરોડ), મર્સિડીઝ બેંચ એસ ક્લાસ (રૂ. 1.21 કરોડ), પોર્શ કાયેન (રૂ. 1.04 કરોડ), કર્મ ફિશર (રૂ. 76 લાખ), બીએમડબ્લ્યુ 5 (52 લાખ) રૂપિયા) કાર છે.પ્રિયંકાએ નિક સાથે 2-3 ડિસેમ્બરના રોજ જયપુરના ઉમેદ ભવન પેલેસમાં બે રિવાજો સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં પણ કપલે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા.

બોલીવુડમાં પ્રિયંકા કપડાની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હોલીવુડની ફિલ્મ જગતમાં પણ જોવા મળી છે. પ્રિયંકાની બોલવુડના કરિયરની વાત કરીએ તો તે ખૂબ જ જબરદસ્ત હતું. પરંતુ હવે બોલિવૂડમાં પ્રિયંકા ઓછી જોવા છે. ખરેખર આ દિવસોમાં તે તેના બિજનેશ પર વધુ ધ્યાન આપી રહી છે. હા, પરંતુ હજી પણ તે બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીની સૂચિમાં સામેલ છે. એક ફિલ્મની આ અભિનેત્રી આશરે 21 કરોડ રૂપિયા લે છે.

4. આલિયા ભટ્ટ.

આજે આલિયા ભટ્ટ 27મો જન્મ દિવસ મનાવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં પોતાની કરિયરમાં ટોપ પર છે. આલિયાની એક્ટિંગના દર્શકોનું મનમોહી લે છે. પરંતુ આલિયા પોતાના ફ્યુચર અને લાઈફ પાર્ટનરને લઈને સ્પષ્ટ મત ધરાવે છે. તે ઈચ્છે છે કે તેનો લાઈફ પાર્ટનર તેના પપ્પા (મહેશ ભટ્ટ) જેવો ન હોય. આલિયા ભટ્ટે હાલમાં જ એક શોમાં પિતા મહેશ ભટ્ટ સાથે એન્ટ્રી લીધી હતી. આ શોમાં જ્યારે તેને ભાવિ પતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કીધું કે મારો પતિ મારો દોસ્ત જ ન હોય પણ મને હસાવે તેવો હોવો જોઈએ. તેણે એમ પણ કહ્યું કે મને મારા પપ્પા જેવો પતિ નથી જોઈતો.

નેપોટીસ્મના મુદ્દાઓનો સૌથી મોટો ભોગ બનેલી આલિયા બોલીવુડની સફળ અભિનેત્રી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ પણ બોલિવૂડની સૌથી વધુ ફીસ મેળવવાની શ્રેણીમાં એક મોટું નામ છે. પોતાની ક્યુટનેસ અને અભિનયને કારણે ઘણા ચાહકોના દિલ પર રાજ કરનારી આલિયા તેની એક ફિલ્મ માટે આશરે 22 કરોડ રૂપિયા લે છે. તેમની ફિલ્મોની વાત કરીએ તો આલિયા આગામી સમયમાં બ્રહ્માસ્ત્ર અને સડક 2 દ્વારા જોવા મળશે.

3. શ્રદ્ધા કપૂર.

હાલ શ્રદ્ધા કપૂર પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મો ‘સાહો’ અને ‘છિછોરે’ની સફળતાનો આનંદ ઉઠાવી રહી છે. સાથે જ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મો વિશે પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલા ચર્ચા હતી કે શ્રદ્ધા કપૂર ‘છિછોરે’ના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે ફરી કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું નામ ‘રામાયણ’ હોવાની પણ ચર્ચા હતી. સાથે જ શ્રદ્ધા કપૂર લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં રણબીર કપૂરની ઓપોઝિટ કાસ્ટ થઈ હોવાની પણ ચર્ચા હતી.સતત બે હિટ ફિલ્મ આપ્યા બાદ શ્રદ્ધા કપૂરના સિતારા તેજ છે. રિપોર્ટ્સ હતા કે શ્રદ્ધા કપૂરને નીતેશ તિવારીએ રામાયણમાં કાસ્ટ કરવા અપ્રોચ કર્યો હતો. આ ઉપરાંત ડિરેક્ટર લવ રંજનની ફિલ્મ દીપિકા પાદુકોણેએ છોડ્યા બાદ તેમણે શ્રદ્ધા કપૂરને સંપર્ક કર્યો છે. લવ રંજનની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અજય દેવગણને કાસ્ટ કરાયા છે. જો કે શ્રદ્ધા કપૂરે આ મામલે ખુલાસો કરી દીધો છે.

શ્રદ્ધા કપૂરે બંને ફિલ્મ વિશે વાત કરતા કહ્યું છે કે,’તેને આ બંનેમાંથી એક પણ ફિલ્મની ઓફર નથી મળી. છિછોરેમાં નિતેશ તિવારી સાથે કામ કર્યા બાદ મને ફરીવાર તેમની સાથે કામ કરવાની ઈચ્છા છે.’ તો નિતેશ તિવારી પણ રામાયણને લઈ શ્રદ્ધા કપૂર સાથે કોઈ વાત ન થઈ હોવાનું કહી ચૂક્યા છે. શ્રદ્ધા કપૂરે લવ રંજનની ફિલ્મ પણ તેને ઓફર ન થઈ હોવાનો ખુલાસો કર્યો છે.અભિનેત્રી શ્રદ્ધાની ગણતરી આજે સૌથી સફળ અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીની યાદીમાં થાય છે. અભિનેત્રી શ્રદ્ધા તેની ખૂબ જ વાસ્તવિક અભિનેત્રીઓની સૂચિમાં જાણીતી છે. બોલિવૂડને સ્ત્રી, છીછોરે, બાઘી જેવી ફિલ્મો આપ્યા પછી તેમની લોકપ્રિયતા વધી છે. આજે તેમના લાખો ચાહકો છે, જેના હૃદય તેમના પર રાજ કરે છે. જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા એક ફિલ્મ માટે લગભગ 23 કરોડનો ચાર્જ છે.

2. દીપિકા પાદુકોણ.

દીપિકા પાદુકોણ બોલિવૂડની ખૂબ જ બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. બોલિવૂડમાં પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા તેની એક ફિલ્મ માટે 25 થી 26 કરોડ ચાર્જ કરે છે. જેના કારણે તેઓ આ યાદીમાં બીજા નંબર પર છે. તેના ચાહકોની સાથે દીપિકા સોશિયલ મીડિયાની પણ ખૂબ નજીક છે. જણાવી દઈએ કે તેણે બોલીવુડ સ્ટાર રણવીર સાથે લગ્ન કર્યા છેદીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી માંથી એક છે. દીપિકા એ ફિલ્મોમાં અભિનય કરતા પહેલા મોડેલિંગ માં પણ કામ કર્યું છે. તે સૌથી પહેલા હિમેશ રેશમિયાની સાથે “નામ હે તેરા તેરા” વીડીયો માં જોવા મળી હતી. 2007 માં આવેલ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” ને જોયા બાદ એ માનવામાં આવ્યું કે બોલીવુડને એક ચમકતો સિતારો મળી ગયો છે.દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986 માં કોપનહેગન, ડેનમાર્ક માં થયો હતો. જયારે દીપિકા ની ઉમર 11 મહિનાની હતી ત્યારે તેમનો પરિવાર બેંગલોરમાં શિફ્ટ થઇ ગયું.દીપિકાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2006 માં આવેલ કન્નડા ફિલ્મ “ઐશ્વર્યા” થી કરી હતી.

દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક સારા બેડમિંટન ખેલાડી રહી ચુક્યા છે અને તેની માતા ઉજાલા એક ટ્રાવેલ એજન્ટ છે.“રામ લીલા” ફિલ્મ દરમિયાન રણવીર સિંહ સાથે તેની નિકટતા વધી અને રણવીરે તેને ખૂબ જ મહેનતી અને શિસ્તબદ્ધ જણાવી છે.“ચાંદની ચોક ટુ ચાઇના” ફિલ્મ માટે દીપિકા “જાપાનીઝ માર્શલ આર્ટ” શીખી.દીપિકા તેના પિતાની જેવી જ એક સારી બેડમિન્ટન ખેલાડી હતી અને તે રાષ્ટ્રીય સ્તરે પણ બેડમિંટન રમી ચુકી છે.2008 માં “વર્લ્ડ સેક્સિએસ્ટ વુમેન” ની યાદીમાં દીપિકાને શામેલ કરવામાં આવી.દીપિકા અનુપમ ખેર ની ખુબજ મોટી ચાહક છે અને તેને તેની પાસેથી અભિનય પણ શીખ્યો છે.દીપિકા પદુકોણ ના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે દીપિકા માટે “Beau Monde towers Prabhadevi” માં એક લકઝરી ફ્લેટ ગીફ્ટમાં આપ્યો છે.દીપિકા ઝારા નામની બ્રાંડના કપડા પસંદ કરે છે.ફિલ્મ “ચેન્નાઇ એક્સપ્રેસ” માટે રોહિત શેટ્ટી “મીનામ્મા” ની ભૂમિકા માટે કરીના કપૂરને લેવા માગતા હતા પરંતુ, બીઝી શેડ્યુલ ના કારણે કરીનાએ આ ફિલ્મ છોડી ત્યારબાદ દીપિકાએ રોલ ઓફર કરવામાં આવ્યો.

કભી- કભી (1976) અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995) એ દીપિકાની ફેવરીટ ફિલ્મો છે.દીપિકાને સૌથી વધારે ખુશી ત્યારે થઇ જયારે તેને પોતાની મહેનતની કમાઈ થી ફ્લેટ ખરીદ્યો છે.અમિતાભ બચ્ચન નું કહેવું છે કે જો દીપિકા તેના જમાનામાં હોત તો તે દીપિકા સાથે રોમાન્સ કરવાનું પસંદ કરે.દીપિકા પાદુકોણ બોલિવૂડની પ્રથમ એવી અભિનેત્રી છે જેની એક પછી પછી 4 ફિલ્મોએ 100 કરોડથી વધારે કમાણી કરી છે.અભિનેત્રી બનતા પહેલાં દીપિકાએ એક મોડેલ તરીકે “લેક્મે ફેશન વીક” માં ભાગ લીધો હતો. જેમાં 2005 માં તેને મોડલ ઓફ ધ યર બનાવી હતી.દીપિકા બોલીવુડમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન અને શાહરૂખ ખાન તથા હોલીવુડમાં રીચાર્ડ ગેરે, બ્રેડ પીટ અને જોની ડેપને ખુબજ પસંદ કરે છે.દીપિકા જેટલી એક્ટિવ પોતાના ફિલ્મને લઈને રહે છે તેટલી જ સામાજિક કાર્યો માં પણ છે. તે મહારાષ્ટ્રના અંબે ગામમાં પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવામાં મદદ કરે છે.રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ દીપિકા સિદ્ધાર્થ માલ્યા સાથે વારંવાર જોવા મળી. દીપિકા માટે સિદ્ધાર્થ માલ્યાએ પોતાનું વજન ઘટાડ્યું જેથી તેની અને દીપિકાની જોડી સારી લાગે.

1 કંગના રનૌત :


આ યાદીમાં કંગના રનૌત પ્રથમ ક્રમે છે. પોતાની કારકિર્દીમાં 6 રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર અભિનેત્રી કંગના રનૌત બોલિવૂડની ટોપ પેઇડ અભિનેત્રીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કંગના તેના કઠોર અને સત્યવાદી નિવેદનોને કારણે ઘણીવાર ચર્ચનો વિષય બની રહે છે.હમણાં જ, સુશાંતના મૃત્યુ પર, તેમણે નેપોટિઝમની વિરુદ્ધ વાત કરી હતી, જેથી તે ઘણા દિવસો સુધી સમાચારોમાં રહી. તમને જણાવી દઇએ કે કંગના તેની એક ફિલ્મનો ચાર્જ લગભગ 27 કરોડ સુધી રાખે છે.

જોકે આ સિવાય.બોલિવૂડની ક્વિન કંગના રનૌટ અવાર નવાર કોઇને કોઇ વિવાદમાં ફસાતી જાવા મળે છે. હાલમાં જ તેની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ કયા’ રિલીઝ થઇ અને હવે તેની નવી ફિલ્મનો પ્રોમો ટીઝર રિલીઝ થયો છે. ૯ ઓગષ્ટનાં રોજ થોડા જ સમય પહેલાં રિલીઝ થઇ ગયુ હતું. રિલીઝ બાદ લોકો વિચારતા થઇ ગયા જ્યારે ટીઝર રિલીઝ કર્યાનાં થોડા મિનિટની અંદર જ યૂટ્યૂબથી ડિલીટ કરી દેવામાં આવ્યો. કોઇ કંઇ સમજી નહોતું શક્યું કે કંગના રનૌટ કે તેની ફિલ્મનાં મેકર્સે આવું પગલું કેમ ઉઠાવ્યું છે.

૪૫ સેકેન્ડનાં ટિઝરમાં કંગના મશીનગનથી ગોળીઓ વરસાવતો નજર આવે છે. આ ટીઝરમાં કંગના સંપૂર્ણ રીતે લોહીથી લથપથ થઇ એક્શન કરતી નજર આવે છે. ફિલ્મનાં ફર્સ્ટ લૂક ટીઝરને જાઇને લાગે છે કે આ એક્શન પેક્ડ ડ્રામા ફિલ્મ હશે. આ ફિલ્મને ડિરેક્ટર રેઝી ઘઇએ બનાવી છે. ફિલ્મમાટે કંગનાને ગનની ટ્રેનિંગ આપવા માટે ફિલ્મ મેકર્સે હોંગકોંગ અને થાયલેન્ડનાં એક્શન ડિરેક્ટર્સની મુલાકાત લીધી હતી. ગન ફુ, માર્શલ આટ્‌ર્સ અને ગન સિક્વેન્સ મિક્સ હોય છે. ટિઝરમાં પણ કંગના જે ગન સાથે નજર આવે છે તે ગન અસલી હતી અને ખુબ ભારે હતી. જેને ઉઠાવવા સંપૂર્ણ તાકત લગાવવી પડતી હતી.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *