Breaking News

બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સામે પણ થઈ હતી FRI,રિયા ચક્રવતી જ નહીં,ઘણી ને તો જેલ ની હવા પણ ખાવી પડી હતી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.જેમ કે આપણે દરેક જાણીએ છે કે બોલીવુડમાં દિવસે ને દિવસે કોઈને કોઈ અભિનેતા અથવા અભિનેત્રી ચર્ચાનો વિષય બની રહે છે તેમની કોઈ ખબરને લઇને તેઓ ઘણી હેડલાઈન્સ બનાવે છે.બોલીવુડમાં ક્યારે શુ થાય તે કહી શકાય નહીં.અને ક્યારે કોને જેલની હવા ખાવી પડે એ પણ કહી શકાય નહીં જીહા આજે અમે તમને જણાવીશું બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જેમને જેલની હવા પણ ખાધી છે.

હાલમાં બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાને લઈને ઘણી વાતો સામે આવી રહી છે.એવામાંઅભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા કેસ માં અભિનેત્રી રિયા ચક્રવર્તી ની મુશ્કેલી વધી ગઈ છે.સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવતી વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. બંને થોડા દિવસ પહેલા લદ્દાખમાં વેકેશન માણતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતીકેન્દ્ર સરકારે આ કેસની સીબીઆઈ તપાસને બિહાર સરકારની ભલામણ સ્વીકારીને મંજૂરી આપી દીધી છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સ્પષ્ટ છે કે રિયા ચક્રવર્તીને હવે કોર્ટની મુલાકાત લેવી પડી શકે છે. ધરપકડની તલવાર પણ તેમના પર લટકી રહી છે. જોઈએ તો રિયા ચક્રવર્તી પહેલી એવી અભિનેત્રી નથી જેમના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવવા માં આવી હોય. રિયા પહેલા પણ ઘણી અભિનેત્રીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, અને તેઓ જેલની હવા પણ ખાવી પડી છે.

મમતા કુલકર્ણી.

90ના દશકમાં એકટ્રેસ મમતા કુલકર્ણીએ તેની બોલ્ડ અદાઓથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. બોલીવુડમાં બોલ્ડ એકટ્રેસ તરીકે જાણીતી મમતા સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. મમતાએ જે ગતિથી બોલીવુડમાં પોતાને સ્થાપિત કરી એ જ ગતીથી તેનું કેરિયર પણ ખતમ થઈ ગયુ.બોલિવૂડની સુંદર મમતા કુલકર્ણીનું નામ શામેલ હતું. પરંતુ જ્યારે મમતાનો સંબંધ ગુનાની દુનિયા સાથે જોડાયો, ત્યારે કોઈને ખબર પણ નહોતી. 2003 માં મમતા કુલકર્ણી અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. મમતા કુલકર્ણીનો અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધ હતો. ડ્રગ વેપારી વિકી ગોસ્વામીની સાથે મમતા કુલકર્ણીનું નામ પણ ડ્રગ્સની તસ્કરીમાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, કેટલાક વર્ષો પહેલા કોર્ટે 2 હજાર કરોડની ડ્રગ્સના કેસમાં મમતા કુલકર્ણી અને તેના પતિ વિક્કી ગોસ્વામીને ગુનેગાર જાહેર કર્યા હતા. જે બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.ગ્લેમરસ મમતા છેલ્લા એક દશકથી લાઈમલાઈટથી ગાયબ હતી. બોલીવુડ છોડ્યા પછી તે સાધ્વી બની ગઈ હતી. આધ્યાત્મ પર તેણે એક પુસ્તક પણ લખ્યુ છે. જેનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ ઈન યોગિની.મમતાએ કરણ અર્જુન, બાઝી, સબસે બડા ખિલાડી, કિસ્મત, આશિક આવારા, ક્રાંતિકારી, ચાઈના ગેટ, અહંકાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

સોનાલી બેન્દ્રે.

ગયા વરસે સોનાલી બેન્દ્રે બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની હતી.જેની સારવાર લેવા તે અમેરિકા ગઇ હતી. સાજી થઇને મુંબઇ આવ્યા બાદ સોનાલી બોલીવૂડમાં કમબેક કરવા તૈયાર થઇ ગઇ છે.અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો વિવાદો સાથે થોડો ઓછો સંબંધ છે. પરંતુ કેટલાક વિવાદો થયા હતા, જેના કારણે તેને પણ જેલનો સામનો કરવો પડ્યો હતો. કાળા હરણના શિકારના કેસમાં સોનાલી બેન્દ્રેનું નામ અભિનેતા સલમાન ખાન સાથે સંકળાયેલું હતું, જેના કારણે સોનાલીને કોર્ટના અનેક ચક્કર લગાવવા પડ્યા હતા. આટલું જ નહીં, સોનાલી પર ફોટોશૂટ દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો હતો.વર્ષ 2008 માં સોનાલીને એક ફોટોશૂટ કરાવ્યું જેમાં તેણે પીળો શોર્ટ કુર્તા પહેર્યો હતો. ઓમ નમઃ શિવાય સોનાલીના તે કુર્તા ઉપર લખાયેલું હતું. જ્યારે આ ફોટો સામે આવ્યો ત્યારે કેટલાક લોકોએ સોનાલી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને જેલમાં પણ જવું પડ્યું હતું, બાદમાં તેને જામીન મળી ગયા હતા.

મોનિકા બેદી.

18 જાન્યુઆરી, 1975 ના રોજ જન્મેલી મોનિકા બેદીનો જન્મ પંજાબના ચબ્બેવાલ ગામમાં થયો છે. તે ચાર વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા ડૉ પ્રેમ કુમાર બેદી અને શકુંતલા બેદી નોર્વે સિફ્ટ થયા હતા. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, UKમાંથી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 90ના દાયકામાં મોનિકાએ તેના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. અભિનેત્રી મોનિકા બેદીનો અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પણ સંબંધ હતો. અને આ સંબંધ તેમને ખેંચીને જેલમાં પણ લઇ ગયો. મોનિકા બેદીનું અફેર પ્રખ્યાત ડોન અબુ સલેમથી ઘણાં વર્ષો સુધી ચાલ્યું હતું. બંને લાંબા સમય સુધી પોર્ટુગલમાં એક સાથે રહેતા હતા. પરંતુ મોનિકાને અબુ સાલેમ સહિત 2002 માં ધરપકડ કરવામાં આવી હતી. મોનિકા પર પણ બનાવટી પાસપોર્ટ બનાવીને પોર્ટુગલમાં રહેવાનો આરોપ મૂકાયો હતો. મોનિકા બેદીએ ઘણાં વર્ષો લોકઅપના વચ્ચે ગાળ્યા.મોનિકા બેદીનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે, જોકે હવે તેની જેલની સજા અને ગેંગસ્ટર અબુ સાલેમ સાથેના તેના સંબંધો એ બધું પાછળ છૂટી ગયું છે અને હવે તે તેના લાઈફની નવી ઈનિંગ જીવી રહી છે.

મધુબાલા .

બોલિવૂડની એક ખૂબ જ સુંદર અભિનેત્રી મધુબાલા પર છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો, ત્યારબાદ મધુબાલાને પણ જેલની દિવાલોમાં થોડા દિવસો પસાર કરવા પડ્યા હતા. હકીકતમાં, મધુબાલાએ વર્ષ 1957 માં ફિલ્મ નિર્માતા બી.આર.ચોપરાની ફિલ્મ પર સહી કરી હતી અને તેમની પાસેથી અગાઉથી ફી પણ લીધી હતી. પરંતુ બાદમાં તેણે ન તો આ ફિલ્મ કરી ન તો તેણે અગાઉથી ફી તરીકે મેળવેલા નાણાં પરત કર્યા. જે બાદ બીઆર ચોપરાએ મધુબાલા સામે એફઆઈઆર નોંધાવી હતી અને મધુબાલાને થોડા દિવસો માટે જેલમાં જવું પડ્યું હતું.

શ્વેતા બાસુ પ્રસાદ.

 

ફિલ્મો અને ટીવી સિરિયલોમાં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદની સેક્સ રેકેટમાં ફસાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે થોડા દિવસો લોકઅપમાં પસાર કરવા પડ્યા. જોકે બાદમાં શ્વેતા જેલમાંથી છૂટી ગઈ હતી, ત્યારબાદ તેણે તેના પરના આરોપોને નકારી દીધા હતા અને કહ્યું હતું કે આ બધું ગેરસમજને લીધે થયું હતું.અલકા કૌશલ ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી અલકા કૌશલને પણ જેલની સજા ફટકારવામાં આવી છે. હકીકતમાં, વર્ષ 2017 માં, અલકા કૌશલને મલ્ટીપલ ચેક બાઉન્સના કારણે કેટલાક દિવસો લોકઅપમાં પસાર કરવા પડ્યાં હતા

વરુણ બડોલા અને અલકા કૌશલ રિયલ લાઇફ ભાઇ-બહેન છે. બંન્નેએ અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.વરુણે ‘બનેગી અપની બાત’, ‘યે હૈ મેરી જાન’, ‘કુટુમ્બ’, ‘રબ્બા ઇશ્ક ન હોવે’, ‘ઘર એક સપના’, ‘ભાભી’, ‘ફિર સુબહ હોગી’, સહિત અન્ય સીરિયલોમાં કામ કર્યું છે. તેની બહેન અલકાએ ‘સરોજની’, ‘હમારી સિસ્ટર દીદી’, ‘જ્યોતિ’, ‘નયા દૌર’, ‘તુમ પુકાર લો’, સહિત અન્ય સીરિયલોમાં  કામ કર્યું છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમારો અભિપ્રાય અમને જરૂર જણાવો.. ધન્યવાદ

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *