બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ હાલ ચોથા કેસમાં સતત જેલની હવા ખાઇ રહ્યાં છે. લાલુ પ્રસાદના વકીલ પ્રભાત કુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પણ બન્ને સજા એક સાથે ચાલશે. પણ દંડની રકમ 30-30 લાખ રૂપિયા એટલે કે 60 લાખ રૂપિયા રહેશે.આ મામલે લાલુ યાદવને રાંચીની એક અદાલતે દોષિત ઠેરવ્યા હતા.ઉલ્લેખનીય છે કે,૧૯૯૬માં બિહારના પશુપાલન વિભાગે લગભગ ૯૫૦ કરોડનો ગોટાળો કરેલો,જે ઘાસચારાના કૌભાંડ તરીકે જાણીતુ બન્યું હતું.આ મામલે અવિભાજીત બિહારના દુમકા કોષનો ડિસેમ્બર-1995થી જાન્યુઆરી-1996 વચ્ચે 3.13 કરોડ રૂપિયાના કૌભાંડનો કેસ છે. એ સમયે લાલુપ્રસાદ યાદવ બિહારના સી.એમ હતાં.જો કે,કોંગ્રેસ સરકારમાં લાલુના આ કાંડ પર કોઇ કાર્યવાહી થઇ નહોતી.
બીજેપીના મોદી સરકારના શાસનમાં લાલુ અને તેના પરીવાર પર આફત ઉતરી છે.બિહારના રાંચીની સ્પેશિયલ CBI કોર્ટે લાલુને ઘાસચારાના કૌભાંડમાં દોષી ઠેરવીને જેલની સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો છે.જો કે,લાલુ યાદવ આ અગાઉ પણ નાના-મોટા જેલવાસ ભોગવી ચુક્યા છે.બીજેપીના શાસનકાળમાં CBI દ્વારા લાલુપ્રસાદ યાદવના પરીવાર પર પણ લાલ આંખ થઇ છે.લાલુ યાદવ જ નહી પણ તેમના પરીવારમાંથી એમના પુત્ર તેજસ્વી યાદવ,તેજપ્રતાપ યાદવ,સૌથી મોટી પુત્રી મીસા ભારતી અને જમાઇ શૈલેષકુમાર પર પણ આફત મંડાઇ હતી.ઉલ્લેખનીય છે કે,લાલુ યાદવની પુત્રી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષકુમાર પર બેનામી સંપત્તિનો આરોપ લાગ્યો છે.પણ મિત્રો આજે અહીં લાલુ યાદવની વાત નથી કરવાની.અહીં વાત કરવાની છે લાલુ યાદવની સાત પુત્રીઓના વિશે.લાલુની ખુબસુરત સાત દિકરીઓના વિશેની આ વાતો કદાચ તમે નહી જાણતા હો.ચાલો શરૂ કરીએ લાલુની સૌથી મોટી પુત્રી મીસા ભારતીથી.
મીસા ભારતી .
ઇ.ડી.ના નિશાનામાં રહેલી અને આરોપોમાં ઘેરાયેલી મીસા ભારતી લાલુ યાદવની મોટી પુત્રી છે.ચાર કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની પુત્રી મિસા ભારતી અને તેમના જમાઈ શૈલેષ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. તેના અને તેમના પતિ શૈલેષકુમાર પર ઇ.ડી.એ સકંજો કસ્યો છેમીસા સાતેય બહેનોમાં સૌથી વધુ ભણેલી છે.MBBSમાં એ ટોપર રહી ચુકી છે.અત્યારે મીસા ભારતી વિવાહીત છે અને તેમના બે સંતાન પણ છે.
રોહિણી આચાર્ય .
લાલુપ્રસાદ યાદવની બીજી પુત્રીનું નામ રોહિણી આચાર્ય છે.રોહિણીના લગ્ન એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થયેલા છે. રોહિણી આચાર્યના લગ્ન તેમના એમબીબીએસ પૂર્ણ થયા પહેલા જ થઈ ગયા હતા. રોહિણી ત્યારે જમશેદપુરના એમજીએમથી એમબીબીએસ કરી રહ્યા હતા. રોહિણી દેખાવમાં ઘણી ખુબસુરત છે.એમને ત્રણ સંતાન છે .રોહિણીના પતિ સમરેશ સિંહ સિંગાપુરમાં સેટલ છે. તે પ્રેજન્ટમાં એરકોર પાર્ટનર્સ નામની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે.
આ પહેલા તે જીએમઆર અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં ઈનવેસ્ટમેન્ટ બેંકરની જોબ કરી ચૂક્યા છે.
ચંદા યાદવ.
લાલુ યાદવની ત્રીજી પુત્રીનું નામ ચંદા યાદવ છે.ચંદા પણ વિવાહીત છે.૨૦૦૬માં તેમના લગ્ન એર ઇન્ડિયાના પાયલટ વિક્રમ સિંહ સાથે થયેલા.જેમના મેરેજ વખતની તસ્વીર અહીં આપેલી છે.2014માં લાલુના દીકરા તેજપ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ, દીકરી ચંદા અને રાગિણીને આ કંપનીના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા.
રાગિની યાદવ.
લાલુ યાદવની ચોથી પુત્રી નામે રાગિની યાદવ પણ વિવાહીત છે.ઉલ્લેખનીય છે કે,રાગિની યાદવના લગ્ન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીતેન્દ્ર યાદવના પુત્ર રાહુલ યાદવ સાથે થયાં હતાં.દેખાવમાં અન્ય પુત્રીઓની જેમ રાગિની પણ એકદમ સરળ અને સૌંદર્યવાન છે.જે અહીં પ્રસ્તુત તસ્વીરમાં જોઇ શકાય છે.
હેમા યાદવ.
લાલુપ્રસાદ યાદવની પાંચમી પુત્રીનું નામ હેમા યાદવ છે.હેમાના વિવાહ રાજનેતા વિનીત યાદવ સાથે થયેલા છે.અહીં તસ્વીરમાં આપ જોઇ શકો છો હેમા અને વિનીતના લગ્ન સમયની તસ્વીર.
અનુષ્કા રાવ.
દેખાવમાં અત્યંત સૌંદર્યવાન એવી અનુષ્કા રાવ લાલુ યાદવની છઠ્ઠી પુત્રી છે.બાકી બહેનોની જેમ અનુષ્કા પણ વિવાહીત છે.અનુષ્કાની શાદી હરિયાણાના કોંગ્રેસ નેતા અજય સિંહના પુત્ર ચિરંજીવ રાવ સાથે થયેલી છે.તસ્વીરમાં તમે જોઇ શકો છો તેની સુંદરતા.
રાજલક્ષ્મી યાદવ.
રાજલક્ષ્મી યાદવ લાલુપ્રસાદ યાદવની સૌથી નાની પુત્રી છે.રાજલક્ષ્મીના લગ્ન ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીના સાંસદ તેજપ્રતાપ સિંહ યાદવ સાથે થયેલા છે. મુલાયમ સિંહ યાદવનાં નાના ભાઈ શિવપાલ યાદવનાં પુત્ર અને યૂપી કો.ઓપરેટિવ ફેડરેશન લિમિટેડનાં ચેરમેન આદિત્ય યાદવની સગાઈ રાજલક્ષ્મી સાથે ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં થઈ હમણાં થયેલા તેમના મેરેજ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં.તો આ હતી લાલુ પ્રસાદ યાદવની 7 દીકરીઓ વિશેની માહિતી જેના વિષે કદાચ જ તમે પેહલા જાણતા હશો.