લોકો જ્યારે પહેલીવાર કિન્નરોને જુએ છે ત્યારે ખૂબ જ વિચિત્ર મહેસૂસ કરે છે પરંતુ તેના વિશે જાણે છે ત્યારે તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હોય છે. આપણા ઘરે જ્યારે કોઈ સંતાન જનમ્યુ હોય ત્યારે કિન્નરો બાળકને આશીર્વાદ આપવા અને કંઈક ધનરાશિ પ્રાપ્તકિન્નરોની દુનિયા એક અલગ જ દુનિયા છે જેના વિશે સામાન્ય લોકોને જાણકારી ખૂબ જ ઓછી હોય છે.તે સિવાય કિન્નરો ઉપર કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. ભારતમાં વીસ લાખથી વધુ કિન્નર છે અને તેમની સંખ્યા સતત ઘટી રહી છે, પરંતુ તેમ છતાં કિન્નરોને સંતાન મળી જ જતા હોય છે. કિન્નરોના સંતાન પણ હોય છે. તેઓ તેમનું લાલન-પાલન સારી રીતે કરે છે. જ્યાં સુધી એક સરખા બાળકોને બિરાદરી(કિન્નરોની જમાત)માં સામેલ કરવાની વાત છે તો બનીપ્રથા પ્રમાણે પુખ્ત(બાલિક) થાય ત્યારે જ રીતિ-સંસ્કાર દ્વારા કોઈને બિરાદરીમાં સામેલ કરી શકાય છે.
રીતિ સંસ્કારથી એક દિવસ પહેલા નાચ-ગાન રાખવામાં આવે છે તથા બધાને ભોજન માટે એક જ ચુલા ઉપર ભોજન બનાવવાનું હોય છે. બીજા દિવસે જેને કિન્નર બનાવવો હોય, તેને નવડાવી અગરબત્તી અને અંતરની સુગંધની સાથે તિલક કરવામાં આવે છે. શુદ્ધિકરણ ઉપરાંત તેમને સન્માનપૂર્વક ઊંચા મંચ ઉપર બેસાડીને તેની જનેન્દ્રિયને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે અને તેને હંમેશા માટે સાડી, ઘરેણાં અને બંગડીઓ પહેરાવીને નવું નામ આપી બિરાદરી (કિન્નરોની જમાતમાં)માં સામેલ કરી લેવામાં આવે છે.
હજારો વર્ષોથી કિન્નર લોકોએ સમાજમાં એક પ્રભાવશાળી સ્થાન કબજે કર્યું છે. સમાજમાં તેમનાં ઘણા અધિકારો હોવા છતાં પણ તેઓ આપણા સમુદાયોમાં સ્વીકાર્ય નથી. આથી સમાજ દ્વારા સ્વીકારવામાં ન આવે તે માટે, તેઓએ તેમની પોતાની અલગ જીવનશૈલી બનાવી છે અને સમાજમાં પોતાને માટે એક જગ્યા ઉભી કરી છે. જો કે, તેઓ તેમના જીવન અને રિવાજો વિશે ખૂબ જ રહસ્યમય છે કે જે લોકો તેમના જીવનશૈલી, મૂળ અને પરંપરાઓ વિશે જાણવા માંગે છે.
કિન્નરોનો ઉદ્ભવ ભગવાન શિવ પાસે જાય છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે બ્રહ્માજીએ તેમની યોગિક શક્તિથી માણસો ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું, ત્યારે તે ઘણો સમય લેતા હતા. બ્રહ્માજીની પ્રાર્થના પર ભગવાન શિવએ શરીરના અડધા ભાગ સાથે સ્ત્રીની રચના કરી અને અર્ધનારીશ્વર સ્વરૂપમાં પ્રગટ થયા. તેનો આ સ્વરૂપ ન તો સંપૂર્ણ રીતે સ્ત્રી હતું કે ન પુરૂષ, પણ કિન્નર પણ સ્ત્રી સ્વરૂપની રચના સાથે જ કલ્પના કરતા હતા. મૃત્યુ હોંડમાં આવ્યો ત્યારથી જ કિન્નર પણ આવ્યા હતા. પુરાણો અને પુરાણિક કથાઓમાં પણ આની પુષ્ટિ છે. કિન્નરોને સમાજનો ત્રીજો વર્ગ કહેવામાં આવે છે.
જ્યોતિષીઓ માને છે કે બુધ ગ્રહ નપુંસક છે, તેના રહેઠાણને કિન્નરો માનવામાં આવે છે. બુધવાર બુધ ગ્રહ સાથે સંબંધિત છે અને કિન્નરો પણ બુધ સાથે સંબંધિત છે, તેથી જો તમે બુધવારે કિન્નરો જુઓ છો, તો તમારે ચોક્કસપણે આ વસ્તુઓ કરવી જોઈએ તમને તેનાથી મોટો ફાયદો થશે.કિન્નરોને પૈસા આપો, જો તે તમારાથી પ્રસન્ન થઈને તમને એક સિક્કો અથવા રૂપિયો પોતે જ આપે છે, તો તેને ના પાડો નહીં, તેને તમારા તેજસ્વી ભાગ્યની નિશાની માની લો અને તેને લો અને તેને તમારા ગલ્લામાં, કેશ બોક્ષ અથવા પૈસાની જગ્યામાં મૂકો.
લીલી બંગડીઓ કિન્નરોને ભેટ કરવાથી વ્યવસાયિક મુશ્કેલીઓ અને આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મળે છે.
ઘણા લોકો ને બચત ના થતી હોય. જેટલું કમાતા હોય બધું જ જતું રેતુ હોય. આવા લોકો ને પૈસા ટકાવી રાખવા માટે કીન્નરને પૂજાની સોપારી ઉપર રૂપિયાનો સિક્કો મૂકી દાન કરવું જોઈએ. આવું કરવાથી એમની કિસ્મત ખુલી જાય છે.. ઘણા લોકો ને વૈવાહિક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. આવા લોકો એ કિન્નરને સુહાગની વસ્તુઓ દાન કરવી જોઈએ. આવું કરવાથી વૈવાહિક જીવનમાં રહેલ કષ્ટો દુર થાય છે અને જીવન શાંતિમય બને છે.
કિન્નરોને લીલા કપડાં અથવા મહેંદી આપવી શુભ છે.કિન્નરોને ભોજન કરાવવાથી, અન્ન-ધનમાં માં વધારો થાય.જે મિત્રો ની કમાણી વધતી ના હોય અને આવક વધારવા માંગતા હોય તો એ લોકો એ કિન્નરને ચોખા દાન કરવા જોઈએ. કિન્નર ને ચોખા દાન માં આપવા એ ખુબ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને આવકમાં સારો એવો વધારો થાય છે.
જો તમે બુધવારે કિન્નરોને જુઓ છો, તો તેમનું અપમાન કરીને ભગાવવા ન જોયે, પરંતુ તેમને થોડા પૈસા આપીને દાન કરો.જે લોકોને વ્યાપારમાં કઈ વૃદ્ધી ના થતી હોય અને હમેશા નુકશાન ના સામના કરવા પડતા હોય એમને એક ખાસ વસ્તુ કિન્નરને દાન માં આપવી જોઈએ. એ ખાસ વસ્તુ છે ઢોલક. કિન્નર ને ઢોલક દાન માં આપવાથી વ્યાપાર માં આવતી બાધાઓ ટળી જાય છે અને વ્યાપારમાં વધારો થાય છે.