છેલ્લા કેટલાય અઠવાડિયા થી ગુજરાત ને કોરોનાના પ્રકોપથી બચવા ગુજરાત સરકાર અનેકવિધ પ્રયાસમાં લાગેલી છે. ઉલ્લેખનીય છે કે કોરોના માટે કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યાથી અને ભૂતકાળમાં લીધેલા કેટલાક નિર્ણયોથી સરકારને જોઈએ એવી સફળતા પણ મળી નથી રહી ત્યારે ગુજરાત સરકાર હવે નવા ટેસ્ટ કરવાની સાથે સાથે ભારતની પ્રાચીન આર્યુવેદિક પદ્ધતિઓ તેમજ આયુર્વેદિક ઉપાયો માટે કેન્દ્ર સરકારની મદદ માંગી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસેથી આજે ગુજરાતને આયુર્વેદિક દવાઓ નો મોટો જથ્થો પ્રાપ્ત થયો છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં ગુજરાતભરની આર્યુવેદિક હોસ્પિટલો તેમજ આયુર્વેદિક સેન્ટરમાં કોરોના સામે લડવા માટેની આયુર્વેદિક દવા ઉપલબ્ધ થાય અને તેનો બહોળો ઉપયોગ રાજ્યભરના લોકો કરી શકે
સરકારી જાહેરાત અને રાજ્ય સરકારના દાવાઓ.
કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારવાનો ગુજરાતનો આયુર્વેદ પ્રયોગમુખ્યમંત્રીના સઘન પ્રયાસોથી ગુજરાતને કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ઉપલબ્ધ થયો,હવાઇ માર્ગે દવાઓ અમદાવાદ આવી૨૪૯૦ કિ.ગ્રામ સંશમની વટી-૧૪૪૦ કિ.ગ્રા. દશમૂલ કવાથ-૧૦ હજાર કિ.ગ્રામ. આયુષ-૬૪ કેપ્સ્યુલ દવાઓનો લાભ રાજ્યના લોકોને મળશે લાભ,રોગપ્રતિકાર શકિત વધારવાના આયુષ મંત્રાલય-આયુર્વેદના ઉપાયોથી કોરોના સામે રક્ષણ મેળવવા ગુજરાત સજ્જઅત્યાર સુધીમાં ૧.૭૯ કરોડ ઊકાળા ડોઝ-૧૩.૩૦ લાખ સંશમની વટી વિતરણ થયું છેઆયુર્વેદ ઔષધિના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારી સૌના સહયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતાવિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વૃદ્ધિથી જીતવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ માટે પ્રેરિત કર્યુ છે.
રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ રાજ્યના નાગરિકો રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે. વિજયભાઇ રૂપાણીની આ પ્રતિબદ્ધતાના ફળસ્વરૂપે તેમણે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મેળવ્યો છે.
કોવિડ-19 સામેની લડાઈમાં હવે મોટા પાયે આયુર્વેદિક ઔષધિઓને ઉપયોગમાં લેવાની તૈયારીઓ થઈ રહી છે. આ સંદર્ભે થોડા દિવસ પહેલા ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ અશ્વગંધા સહિત ચાર આયુર્વેદિક ઔષધિઓ અને આયુષ-64 નામની આયુર્વેદિક દવાઓના ઉપયોગને મંજૂરી આપી હતી. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષધ (સીએસઆઈઆર) તથા આયુષ મંત્રાલયની પહેલ પર આ પગલું લેવામાં આવ્યું છે. હાલ અશ્વગંધા સહિતની જે આયુર્વેદિક ઔષધિઓને ક્લીનિકલ ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી છે તેમાં યષ્ટિમધુ (મુલેઠી), પીપલી અને ગળો (ગિલોય)નો સમાવેશ થાય છે.
જે સ્વસ્થ છે તેને સ્વસ્થ કેમ રાખવા,કોરોનાએ વાયરસથી થતો રોગ છે જે વ્યક્તિના શ્વસન તંત્ર પર આક્રમણ કરે છે અને ગણતરીના દિવસોમાં જ દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચાડી દે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સૌથી પહેલા આપણે ‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણણ’ એટલે કે જે સ્વસ્થ છે તેની સ્વસ્થતા કેવી રીતે જાળવી રાખવી તે વિચારવું જોઈએ.
ચાર ઔષધીઓનું મિશ્રણથી થશે રોગપ્રતિકારક શક્તિમાં વધારો.
આ કારણે આયુષ મંત્રાલય અને સીએસઆઈઆરએ આ રોગ સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ચાર ઔષધિઓનું મિશ્રણ તૈયાર કર્યું છે જેથી લોકોમાં આ રોગ સામે લડવાની ક્ષમતા વિકસિત થાય. તેમાં અશ્વગંધા નવર્સ સિસ્ટમને તંદુરસ્ત રાખે છે, મુલેઠી કે જેઠીમધ અને પીપલી એટલે કે નાની પીપર વ્યક્તિના શ્વસનતંત્ર પર સકારાત્મક પ્રભાવ પાડે છે અને ગળો પ્રસિદ્ધ જ્વરનાશક ઔષધિ છે. આ તમામ ઔષધિઓનું સંમિશ્રણ દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારશે જે માત્ર કોરોના જ નહીં અન્ય રોગોથી બચવામાં પણ ઉપયોગી સાબિત થશે.
કાઢો બનાવીને પ્રયોગ કરવાની સલાહ.
આ મિશ્રણને આયુર્વેદમાં વર્ણવેલી ક્વાથ વિધિ એટલે કે કાઢો બનાવીને પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. કાઢો બનાવવા માટે ચારેય ઔષધિને સમાન માત્રામાં લઈને (દરેક ઔષધિ અઢી ગ્રામ, કુલ 10 ગ્રામ) થોડી ખાંડીને ચાર ગણા પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ એક ચતુર્થાંશ જેટલું પાણી બચે એટલે ગાળીને હુંફાળું હોય ત્યારે સેવન કરવું. સતત 15 દિવસ સુધી તેનું સવાર-સાંજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે અને કોવિડ-19ના પ્રભાવથી પણ બચી શકાય છે.
રોગ થઈ ગયા બાદ દર્દીની સારવાર.
આયુર્વેદનો આગળનો સિદ્ધાંત છે ‘આતુરસ્ય વિકાર પ્રશમનં’ એટલે કે રોગ થઈ ગયા બાદ દર્દીની સારવાર. કોરોના સંક્રમણ દર્દીના શ્વસન તંત્ર પર આક્રમણ કરે છે અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોગને ત્રિદોષજ પ્રતિશ્યાય, ત્રિદોષજ કાસ અને ત્રિદોષજ શ્વાસમાં રાખી શકાય છે. આ રોગોમાં વપરાતી વિશેષ ઔષધિઓ જેમ કે સિતોપલાદી ચૂર્ણ, તાલિસાદિ ચૂર્ણ, ચંદ્રામૃત રસ, કડકેતુ રસ, શ્વાસંકુઠાર રસ, વાસાઅવલેહ, કનકાસવ વગેરે પણ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત નિષ્ણાંતોની દેખરેખમાં કરવો જ હિતાવહ છે.
રાજ્યમાં આ આયુર્વેદ દવાઓનો વધારાનો જથ્થો આવી પહોંચતા વધુને વધુ લોકોને લાભ આપીને રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેની લડાઇ સહિયારી તાકાતથી જીતવામાં નવું બળ મળશે.વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો આખો દિવસ કોવિડ-૧૯ સામે રસી અથવા દવાઓ શોધવામાં રોકાયેલા છે. જ્યાં સુધી આ ખતરનાક વાયરસનો ઈલાજ ન મળે ત્યાં સુધી ત્યાં સુધી ડોકટરોએ કહ્યું છે કે બચાવ જ કોરોના વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે રક્ષણ માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો શેયર કર્યા છે, જે શરીરની પ્રતિરક્ષા વધારવામાં મદદગાર છે. કોરોના એક વાયરસ હોવાથી આ રોગ સામે રક્ષણ માટે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવો, જાણો પીએમ મોદીએ શું કહ્યું અને ક્યાં આયુર્વેદિક ઉપાય વિશે જણાવ્યુ.
આયુર્વેદિક ઉપયોથી કરો કોરોનાનો સામનો :
નરેન્દ્ર મોદીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ શરીરની રોગ પ્રગતિકારક શક્તિ વધારવા માટે કેટલાક આયુર્વેદિક ઉપાયોનો ફોટો પ્રકાશિત કર્યો હતો. તેમણે લખ્યું કે, “આયુષ મંત્રાલયે વધુ સારા આરોગ્ય અને રોગ પ્રતિકારક શક્તિ માટે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે. આ તેવા આયુર્વેદિક ઉપાયો છે, જે સરળતાથી કરી શકાય છે. એવી ઘણી વસ્તુઓ છે જે હું વર્ષોથી કરું છું, જેમ કે આખા વર્ષ દરમિયાન ફક્ત ગરમ પાણી પીવું. તમે તેને પોતાના જીવનનો એક ભાગ બનાવો, સાથે જ તેઓને અન્ય લોકો સાથે શેયર કરો.”
આયુષ મંત્રાલય અનુસાર, આયુ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વિજ્ઞાન હોવાની સાથે આયુર્વેદ પ્રકૃતિના સાધનોના ઉપયોગ પર ભાર મૂકે છે. રોગોથી બચાવનું આયુર્વેદિક પક્ષ મુખ્યત્વે દિનચર્યા એવમ ઋતુચર્યા પર આધારિત છે. મુખ્યત્વે તે છોડ પરનું મૂળભૂત તબીબી વિજ્ઞાન છે. આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ સરળ પગલાં દ્વારા, વ્યક્તિ તેની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકે છે. આયુષ મંત્રાલય દ્વારા શ્વસનતંત્ર, આરોગ્ય નિવારણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની માર્ગદર્શિકા આયુર્વેદિક ગ્રંથો અને વૈજ્ઞાનિકો પત્રો પર આધારિત છે.
આયુષ મંત્રાલયે નીચે આપેલા આયુર્વેદિક ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે જે કોરોના વાયરસથી બચાવમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થયા છે.દિવસ દરમિયાન ફક્ત ગરમ પાણી પીવો.દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો.રસોઈમાં હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો.આયુર્વેદિક ઉપાયમાં દરરોજ સવારે ૧૦ ગ્રામ (૧ ચમચી) ચ્યવનપ્રશ લો. ડાયાબિટીઝના દર્દીઓ ખાંડ મુક્ત ચ્યવનપ્રાશ લે છે.તુલસી, તજ, કાળા મરી, સૂંઠ (સુકો આદુ) અને સૂકા દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ઉકાળો દિવસમાં એક થી બે વાર પીવો (તમે સ્વાદ પ્રમાણે ગોળ અથવા તાજા લીંબુનો રસ ઉમેરી શકો છો).
આ નિયમોનું પાલન કરો.
વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ આહાર-વિહારનું વિશેષ ધ્યાન રાખે તે જરૂરી છે. સાધારણ શાક, રોટલી, દાળ, ભાત સહિતનો તાજો ખોરાક લેવો જોઈએ તથા દૂધ, ઘી અને તાજા દહીંનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. વાસી ભોજન, ખાટા પદાર્થો, ખાટું દહીં, બહારથી મંગાવેલા ખાદ્ય પદાર્થો, ખાટા ફળોનો રસ, માંસ, મદિરા અને ધુમ્રપાન વગેરેનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ. ફ્રીજમાં રહેલું ઠંડું પાણી પીવાથી બચવું જોઈએ અને નવશેકું પાણી પીવું જોઈએ જેથી શ્વસન તંત્રને વિશેષ લાભ મળે. તે સિવાય ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.