Breaking News

ડાયાબિટીસના દર્દીઓ માટે લીલું મરચું દવા સમાન,જાણી લો એના થી થતા ફાયદા….

મરચાનો સ્વાદ તીખો હોવા છતાં આ ઘણી બીમારીમાં છે ફાયદાકારક, ખાસ કરીને વજન ઓછું કરવા અને રાજરોગમાં છે ફાયદાકારક ભારતના દરેક ઘરમાં લીલા મરચાનો ઉપયોગ મસાલાના રૂપમાં કરવામાં આવે છે. જ્યારે આયુર્વેદમાં તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે, કારણ કે તેમાં ઔષધીય ગુણ મળી આવે છે. એવું માનવામાં આવે છે કે મરચાની ખેતી સૌથી પહેલા દક્ષિણ અમેરિકાના દેશોમાં કરવામાં આવતી હતી. ત્યારબાદ તે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ.

મરચામાં કૈપ્સાઈસિન નામના તત્વ મળી આવે છે, જે ન ફક્ત તેનો સ્વાદ તીખો કરે છે, પણ ઘણા રોગોમાં તે ફાયદકારક છે. ખાસ કરીને વજન ઓછું કરવામાં તે કારગર દવા છે. તેના ઘણા પ્રકાર છે. શિમલા મરચા પણ આ કુળના જ સભ્ય છે. મરચામાં કેપ્સેન્થિન નામનું તત્વ પણ મળી આવે છે, જેનાથી મરચાનો રંગ લાલ થાય છે. જો તમે પોતાના વધતા વજનથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો લીલા મરચાનું સેવન કરી શકો છો. આવો લીલા મરચાના ફાયદા જાણીએ.ડાયાબિટીસ અને વધુ વજન ધરાવતા લોકોને સામાન્ય રીતે સ્વીટ્સ અને વધુ કેલોરીવાળા ભોજનનું સેવન ન કરવાનું કહેવામાં આવે છે. નિષ્ણાંતોએ હવે એક એવી વસ્તુનું નામ જણાવ્યું છે જેના ખાવાથી આ બંને સમસ્યાઓથી પરેશાન લોકોને ઘણો ફાયદો થશે. તે વસ્તુ છે, લીલું મરચું. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલું મરચું દવા સમાન, ના ખાતા હો તો ખાવાનું શરૂ કરશો.

લીલાં મરચાંનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ.

આ તીખું લીલું મરચું ખૂબ જ ઉપયોગી છે. જો કે ચટણી-શાકભાજી સહિત કેટલીય વાનગીમાં લીલાં મરચાંનો ઉપયોગ થતો હોય છે અને કેટલાય લોકો તેને એમ જ ખાઇ જતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે લીલાં મરચાંનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ રૂપે કરવામાં આવે છે.જે લોકોમાં આર્યનની ઉણપ હોય તેના માટે લીલા મરચા ખુબ જ ફાયદા કારક છે. કારણ કે, લીલા મરચા આર્યનની ઉણપ હોય તેના માટે લીલા મરચા આર્યનનો પ્રાકૃતિક સ્ત્રોત છે. લીલા મરચામાં વિટામીન k નો સ્ત્રોત રહેલો હોય છે. માટે તેને ખાવાથી  ઓસ્ટીઓપોરોસીસની સંભાવના ઘટી જાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ઘણા પ્રકારના સંક્રમણથી દુર રાખે છે. પછી પાતળા લીલા મરચા હોય કે શિમલા મિર્ચ હોય બંનેમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ રહેલા લીલા મરચા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અને ધમનીઓ સાફ કરે છે. આપણા શરીરમાં રક્તને જામતું અટકાવે છે. જેથી હૃદયનો એટેક આવવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઇ જાય છે.

ડાયાબિટીસની બીમારીથી પીડાતા લોકોને પણ તેનાથી ફાયદો થાય.

મરચામાં કૈપ્સાઇસિન નામનું એક તત્ત્વ મળી આવે છે, જે તેના સ્વાદમાં તીખાશ લાવે છે અને કેટલાય રોગમાં ફાયદો પહોંચાડે છે. ખાસકરીને વજન ઘટાડવા માટે આ રામબાણ દવા છે. ત્યારે ડાયાબિટીસની બીમારીથી પીડાતા લોકોને પણ તેનાથી ફાયદો થાય છે.
લીલાં મરચાં કેટલાય પ્રકારના હોય છે, તેમાં શિમલા મરચું પણ સામેલ છે. જાણો, મરચાંથી થતા ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે.

મરચાંનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો નહીં તો નુકશાનકારી.

 

મરચાં ખાવાથી શરીરમાં ગરમી વધે છે, જે ફેટને નષ્ટ કરી દે છે. એક રિસર્ચ અનુસાર, તેમાં મળી આવતું કૈપ્સાઇસિન ફેટ બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જેનાથી વધતા વજનથી છૂટકારો મેળવી શકાય છે. એટલા માટે લીલાં મરચાં ઉપરાંત લાલ મરચાં અથવા બ્લેક પેપરનું સેવન પણ કરી શકો છો. પરંતુ મરચાંનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો નહીં તો નુકશાનકારી સાબિત થઇ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલું મરચું દવા સમાન.

આ રિસર્ચમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલું મરચું દવા સમાન છે. તેના સેવનથી એક તરફ ડાયાબિટીસ થવાના જોખમને ઘટાડી શકાય છે, ત્યારે તેમાંથી મળી આવતું કૈપ્સાઇસિન નામનું તત્ત્વ શરીરમાં ગ્લૂકોઝનું સ્તર સામાન્ય રાખવાનું કામ કરે છે તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.આ સિવાય સુવાભાજી ના પાંદડા થી લોહી ના સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. ડાયાબીટીસના દર્દીઓને લોહી સુગર લેવલને કન્ટ્રોલ કરવા માટે અને ઇન્સુલીન બનાવવામાં વધારો કરવા માટે પોતાના ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. એવી ઘણી જ્ડ્ડી બુટ્ટીઓ અને મસાલા છે, જે ડાયાબીટીસના ઉપચારમાં ઉપયોગી છે.

અભ્યાસ મુજબ, સુવાભાજી ના પાંદડાના રસમાં ઘણા આરોગ્ય માટે ઉપયોગી ગુણ છે, જેના લીધે તે ટાઈપ 2 ડાયાબીટીસના ઇલાજમાં ઉપયોગી છે. જયારે બીજી સ્વાસ્થ્ય સબંધી તકલીફોના ઈલાજ અને શરીરના નુકશાન કરતા સોજાને ઓછા કરવા માટે ગ્લુકોકોર્ટીકોઈડ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે, તે લાંબા સમય સુધી હાઈપરગ્લાઈસેમીયા નું નેતૃત્વ કરી શકે છે. આ એક એવી સ્થિતિ છે, જયારે ટાઈપ 2 ડાયાબીટીસ દર્દીઓમાં ગ્લૂકોજનું વધુ પ્રમાણ થઇ જાય છે. આમ તો સુવાભાજી ના પાંદડા નો રસ પીવાથી ઇન્સુલીનના સ્તરમાં ઉતાર ચડાવ ને ઓછો કરવો અને લોહી શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. તે ઉપરાંત તેના પાંદડાનો રસ થાઈરોઈડ કન્ટ્રોલ કરવા અને ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત કરવામાં મદદગાર છે.

www.researchgate. net ની એક રિસર્ચ અનુસાર, લીલા મરચા વજન ઓછું કરવામાં સક્ષમ છે. તેમાં મળી આવતું કૈપ્સાઈસિન ચરબી ઓગાળવામાં મદદરૂપ છે, તેનાથી વધતા વજનથી છુટકારો મેળવી શકાય છે. વિશેષજ્ઞોનું માનીએ તો મરચા ખાવાથી શરીરમાં ઉષ્માનો સંચાર થાય છે. આ ઉષ્મા ચરબી ઓગળે છે. તેના માટે તમે લીલા મરચા, લાલ મરચા અથવા કાળા મરીનું સેવન કરી શકો છો.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *