Breaking News

ડેન્ગ્યુના તાવમાં સંજીવનીથી ઓછા નથી એ ઉપાયો,ચોમાસામાં ખાસ આવે છે આ તાવ,જાણી લો ઘરેલું ઉપચાર…

દર વર્ષે દુનિયામાં લગભગ ૧૦ કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુંના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી.ડેન્ગ્યુ તાવમાં શરીરમાંથી પ્લેટલેટસ ખૂબ ઝડપથી ખસી જાય છે. મચ્છરોથી ફેલાતા આ ચેપમાં દર્દીના સાંધામાં તીવ્ર પીડા થાય છે અને વારંવાર ચક્કર આવે છે. આ તીવ્ર તાવ માનવીના મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, ડોક્ટર ગ્લુકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના પણ ઇન્જેક્શન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે. કોઈ પણ વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 1.5 લાખથી 4 લાખ પ્લેટલેટસ હોય છે. જલદી તેમની સંખ્યા 50 હજારથી નીચે જાય છે, દર્દીના જીવને જોખમ થઈ શકે છે. તમે કેટલાક ઘરેલું ઉપાયોથી આ પ્લેટલેટ્સને ફરીથી પ્રાપ્ત કરી શકો છો.ડેન્ગ્યુ ઈફેક્શનની જાણ બ્લડ ટેસ્ટ દ્વારા લગાવી શકાય છે. તેનાથી બચવા માટે કોઈ સ્પેશ્યલ દવા નથી. પણ આ દરમિયાન તમને યોય્ગ આરામ કરવા અને અનેક પેય પદાર્થ પીવાની સલાહ આપવામાં આવે છે. ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા પછી દિલ્હીના લોક્કો તેનાથી બચવા માટે કેટલાક પ્રાકૃતિક નુસખા અપનાવી રહ્યા છે. અમે તમને હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટરની સલાહથી કેટલાક આવા જ ઘરેલુ અને પ્રાકૃતિક નુસ્ખા બતાવી રહ્યા છીએ જેથી તમે ખુદને ડેન્ગ્યુના પ્રકોપથી બચાવી શકો.

નાળિયેર પાણી

લોહીની રચના માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનો અભાવ ઝડપથી પૂર્ણ કરી શકે છે. ડેન્ગ્યુ તાવમાં, નાળિયેર પાણી પીવાથી માણસોની પ્લેટલેટસની ગણતરી ખૂબ ઝડપથી સુધરે છે. આ રોગમાં, ડોક્ટર તમને પ્રથમ આ ઘરેલું ઉપાય જણાવશે.

ગિલોયનો રસ

ગિલોયના નનો રસ અથવા ગિલોયનો રસ પીવાથી ડેન્ગ્યુના તાવમાં પણ મદદ મળે છે. ગિલોયનાં 10 ટુકડા બે લિટર પાણીમાં નાંખો અને તેમાં થોડું આદુ અને બે ચપટી અજવાઈન નાખી 5-7 મિનિટ સુધી ઉકાળો. દર્દીને હળવાશથી ખાલી પેટ આપવાથી ચમત્કારી લાભ થાય છે.

પપૈયા

પપૈયાના પાનનો રસ પ્લેટલેટ્સમાં વધારો કરવા માટેનો ઉપચાર છે. 2009માં મલેશિયામાં કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે પપૈયાના પાન ડેંગ્યુ તાવ માટે એક શાનદાર દવા છે. તમારે દરરોજ 10થી 20 મિલી પપૈયાંનો રસ પીવો જોઈએ.

કિવિ

કિવિમાં વિટામિન-સી, વિટામિન-ઇ અને પોલિફેનોલ હોય છે. દરરોજ સવારે અને સાંજે એક કીવી ખાવાથી પ્લેટલેટસની સંખ્યા ઝડપથી વધવા લાગે છે. આ ફળ દ્વારા કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે.

દાડમ

દાડમ એક પૌષ્ટિક ફળ પણ છે. તેમાં ભરપુર માત્રામાં આયર્ન હોય છે. હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સનું પ્રમાણ વધારવામાં તે ખૂબ જ મદદગાર છે. ઘરે દાડમનો રસ તૈયાર કરો અને દરરોજ દર્દીને પીવો.

બિટરૂટ

બીટરૂટમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી હિમોગ્લોબિન અને પ્લેટલેટની માત્રામાં સુધારો થાય છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે એક સ્વાદિષ્ટ વનસ્પતિ પણ બનાવી શકો છો અને તેને દર્દીને ખવડાવી શકો છો. તેનો 10 એમએલ તાજો રસ પણ દર્દીને લાભ કરે છે.

કોળું

કોળુમાં વિટામિન-કે ભરપુર માત્રામાં હોય છે. વિટામિનના પ્લેટલેટસની જેમ લોહી જમાવવાનું કામ કરે છે. દરરોજ 150 મિલીલીટર કોળાના રસ સાથે મધ મેળવીને પીવાથી પ્લેટલેટસ વધે છે.ગળો (એક પ્રકારની વેલ) – ગળો એક એવી વેલ છે જેનુ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે.  આ મેટાબૉલિક રેટ વધારવામાં, પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત રાખવા અને બોડીને ઈંફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ડોક્ટરની સલાહ મુજબ આના થડને ઉકાળીને હર્બલ ડ્રિન્કની જેમ સર્વ કરી શકાય છે. તેમા તુલસીના પાન પણ નાખી શકાય છે.

મેથીના પાન.

આ પાન તાવને ઓછો કરવામાં સહાયક છે. આ પીડિતનુ દુખાવો દૂર કરી તેને સહેલાઈથી ઉંઘ લાવવામાં મદદ કરે છે. આના પાનને પાણીમાં પલાળીને એ પાણીને પી શકાય છે.  આ ઉપરાંત મેથી પાવડરને પણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે.

ગોલ્ડનસીલ.

આ નાર્થ અમેરિકામાં જોવા મળતી એક હર્બ છે. જેને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ હર્બમાં ડેંગુ તાવને ખૂબ જ ઝડપથી ખતમ કરી શરીરમાંથી ડેંગૂના વાયરસ ખતમ કરવાની ક્ષમતા હોય છે.  આ પપૈયાના પાનની જેમ જ કામ કરે છે અને તેમની જ જેમ તેને પણ યૂજ કરવામાં આવે છે.

હળદર.

આ મેટાબાલિજ્મ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલુ જ નહી ઘા ને જલ્દી ભરવામાં પણ મદદગાર સાબિત થાય છે. હળદરને દૂધમાં મિક્સ કરીને પી શકાય છે.તુલસીના પાન અને કાળા મરી – તુલસીના પાન અને બે ગ્રામ કાળા મરીને ઉકાળીને પીવા આરોગ્ય માટે સારુ રહે છે. આ ડ્રિંક તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બનાવે છે અને એંટી બેક્ટેરિયલ તત્વના રૂપમાં કામ કરે છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *