Breaking News

દિવસ માં સવારે અને સાંજે ઘરમાં અહીંયા સળગાવો કપૂર,અને જોવો ચમત્કાર,કિસ્મત એવી ચમકશે કે બની જશો માલામાલ

બધા જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા ઇચ્છતા હોય છે. માનવામાં આવે છે કે સફળતાની પ્રાપ્તિ માટે મહેનતની સાથે ધન પણ ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર કિસ્મત સાથ આપતી નથી. કિસ્મત ચમકાવવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે કેમકે વગર મહેનત એ સફળતા પ્રાપ્ત થતી નથી.પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘણી જ મહેનત કરવા છતાં પણ સફળતા મળી શકતી નથી ત્યારે આપણે કિસ્મતની ભૂલ કાઢતા હોઈએ છીએ. આ પ્રકારની સમસ્યાઓ થી અંત મેળવવા માટે જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રકારના ઉપાયો બતાવવામાં આવ્યા છે જેમને કરીને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

 

જ્યોતિષવિદ્યામાં કહેવામાં આવેલા સરળ ઉપાય ઘરની વસ્તુઓ સાથે પણ કરી શકાય છે. કપૂરની સાથે કરવામાં આવેલા થોડાક ઉપાય આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ધનની ઊણપ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ ઉપરાંત કેટલાક પ્રાચીન ટોટકા કરવા માટે પણ કરવામાં આવે છે. પૂજા કર્યા પછી કપૂરની આરતી અચૂક કરવામાં આવે છે. તેનાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. કપૂરનો ધૂપ ઘરમાં કરવાથી તન તેમજ મનને શાંતિ મળે છે. કપૂર એટલું ચમત્કારી હોય છે કે તે વ્યક્તિના અનેક બગડેલા કામ પણ સુધારી શકે છે. વાસ્તુદોષ, ધનની ખામી, ગૃહ ક્લેશ દૂર કરવામાં પણ કપૂર ઉપયોગી સાબિત થાય છે. તો જાણી લો કપૂરના આ ખાસ ઉપાયો વિશે.

25 જાન્યુઆરી એ ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ દિવસોમાં ધન સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માટે રાત થયા પછી એક કટોરીમાં બે કપૂર અને એક લવિંગ સાથે સળગાવો.

 

 

આ ઉપાયને તમારે લગાતાર સાત દિવસ સુધી કરવાનો રહેશે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓ સંપૂર્ણ રીતે પુર્ણ થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ નો વાસ થાય છે.

 

 

 

જો ધન ના કિસ્સામાં કિસ્મત તમારો સાથ આપી રહી નથી તો તમારા ઘરમાં સવારે અને સાંજે બે કપૂરની ગોળીઓ ઘીમા પલાળીને લગાવો. માનવામાં આવે છે કે આવું કરવાથી બંધ કિસ્મતના દરવાજા પણ ખૂલી જાય છે.

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ રહેલ હોય તો ઘરમાં કોઇપણ ખૂણામાં બે કપૂરની ગોળીઓ રાખી દો થોડાક દિવસો પછી કપૂરની ગોળીઓ જૂની થઇ જશે તો તેમને બદલીને નવી કપૂરની ગોળીઓ રાખી દો. આવું કાર્ય તમારે લગાતાર એક મહિના સુધી કરવાનું રહે છે. આવું કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ સંપૂર્ણ રીતે પૂરા થઈ જશે.

જો ધનની ખામી તમારા જીવનની મુખ્ય સમસ્યા બની ગઈ હોય તો તેનું નિવારણ કપૂર લાવશે. તેના માટે રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવા. આ ટોટકાને થોડા દિવસો સુધી રોજ અમલમાં મુકવો. આ ઉપાય વ્યક્તિને માલામાલ કરી દે છે અને જીવનમાં ધનની ખામી રહેતી નથી.

 

જ્યારે અનેક પ્રયત્નો પછી પણ કામમાં સફળતા ન મળે તો કપૂરનો આ સરળ ઉપાય એક વખત જરૂરથી કરવો. આ ઉપાય અત્યંત સરળ છે. ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો દરેક શનિવારે રાત્રે પાણીમાં કપૂરનું તેલ ઉમેરી તેનાથી સ્નાન કરવું.

અણધારી આફત કહો કે દુર્ઘટના તેનાથી હંમેશા ચેતીને ચાલવું જોઈએ. આ સમસ્યાથી બચવા માટે રોજ રાત્રે ઘરમાં કપૂરનો ધૂમાડો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વાસ્તુદોષને દૂર કરવા માટે કપૂરની બે ગોટી જે સ્થળે વાસ્તુદોષ હોય ત્યાં રાખી દેવી. આ ગોટી ઓગળી જાય પછી ફરીથી ત્યાં બીજી રાખી દેવી. આ ઉપાયથી વાસ્તુદોષ નડતરરૂપ બનતો નથી.

જો ઘરમાં રોજ ક્લેશ રહેતો હોય તો રોજ સવારે તેમજ સાંજે ઘીમાં કપૂર બોળી અને પ્રગટાવવું. આ ઉપાયથી ઘરમાંથી ક્લેશ કાયમ માટે દૂર થઈ જશે અને શાંતિ જળવાઈ રહેશે.

 

જો વિવાહની વાત અકારણ આગળ ન વધે ત્યારે કપૂરના 6 ટુકડા અને લવિંગના 36 ટુકડા લઈ તેને પ્રજ્વલિત કરો તેમાં હળદરવાળા ચોખાની આહુતિ આપો. આ ટોટકાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

 

જો તમે કોઈ જાતની દુર્ઘટનાથી બચવા માંગો છો? તો તમે રાતના સમયે કપૂર સળગાવી હનુમાન ચાલીસાના પાઠ કરો. તેનાથી તમે દુર્ઘટનાથી બચી શકો છો, અને સાથે જ તમારા ઘર પરિવાર ઉપર આવનારી તમામ તકલીફો પણ દુર થશે.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *