Breaking News

દૂધી એક નહિ ઘણી બીમારીઓની રામબાણ ઔષધી છે,આટલા બધા રોગો ને કરે છે દૂર.

દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલર ની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે. લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે અને જોશ ઉત્પન કરે છે. તેના ઉપયોગ થી પેટના વિકાર દુર થાય છે, પેશાબનું પ્રમાણ વધે છે અને દિલમાં તરવરાટ અને ઠંડક ઉત્પન થાય છે તેનો પ્રયોગ ઉનાળામાં કે તાવવાળા માટે લાભદાયક છે અને જુના તાવ ને દુર કરે છે. તેનું શાક ખુબ સારું બને છે તેના સેવનથી દિલ અને મેદા આમાશય ની ગરમી શાંત થાય છે.ભલે તમને લૌકિનું જ્યુસ પસંદ ન હોય પણ તેના ફાયદાઓને ધ્યાન બહાર કરી શકાય તેમ નથી. તે તમારા શરીરમાં વિટામીન બી, વિટામીન સી, આયરન અને સોડીયમની ઉણપને પૂરી કરે છે. ઓછી કેલેરી વાળા આ જ્યુસને જો તમે એક કપ પીવો તો તમને વહેલા ફરક જોવા મળશે. આગળ જાણો તેના ફાયદા.

દૂધી ઠંડી, પૌષ્લુંક, ધાતુવર્ધક, વૃષ્યં, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે.વળી દૂધી મધુર, સ્નિગ્ધ ધાતુપુષ્ટતદાયી પાચનમાં હલકી પરંતુ વધુ ખાવાથી ભારે હ્ર્દય માટે હિતકારી રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી ગ્રાહી ઝાડો બાંધનાર બેચેની પિત્ત ગરમી વિષ શ્રમ તાવ તથા દાહનો નાશ કરનારી બુદ્ધિવર્ધક ઊંધ લાવનારી તરસ દૂર કરનાર રક્તસ્ત્રાવ અટકાવનાર વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.

બંગાળમાં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. દૂધીનાં બીજ મૂત્રલ છે. આથી તે સોજો ઉતારે છે. શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવિકાર ગૂમડાં શીળસ ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ સાકર કે ઘી નાખી પીવાથી મટે છે.ખૂબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠં ડક થઈ રાહત થાય છે દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી માથાનો દુ:ખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.

ઘી અને જીરુ વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે. દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે. 10 થી 20 ગ્રામ દૂધીના બીના ચૂર્ણમાં સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દિવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમિ નીકળી જાય છે.10 થી 20 ગ્રામ દૂધીનાં બીના ચૂર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર બપોર સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે. મધમાખી કાનખજૂરો જેવાં ઝેરી જંતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

ગરમીમાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. એક ચમચી દૂધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મૂત્રપ્રવૃત્તિ વધી સોજો ઉતરે છે. દૂધીનાં બીજની અવેજીમાં સક્કરટેટી, કાકડી કે તડબૂચનાં બીજ પણ ચાલી શકે. દૂધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. દૂધીનો હલવો ધાતુ પુષ્પણ કર છે.

દૂધીનાં બીજનું તેલ માથાના દર્દોમાં સારું પરિણામ આપે છે. વાળ ખરતા હોય તો દૂધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.લોહીની ઉણપ કરે દુર દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં લોહી ની ઉણપ દુર કરે છે.ઝડપથી ઘટશે વજન શું તમને ખબર છે કે દુધી ના જ્યુસમાં કેલેરી અને ફેટ ખુબ ઓછા હોય છે માટે જ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

 

સનટૈન થી છુટકારો  જો તમે ધારો છો કે તમે સનટેન થી બચી રહો, તો પણ દુધી નું જ્યુસ તમને કામ આવી શકે છે. તેનું કુદરતી બ્લીચીંગ તત્વ ટૈન ત્વચાને લાઈટ કરે છે.શરીરને ડીટોક્સ કરે  ખાલી પેટ એક ગ્લાસ દૂધી નું જ્યુસ પીવાથી તમને તાજગી અને શક્તિનો અનુભવ થશે. જ્યુસમાં ૯૮% પાણી અને એન્ટીઓક્સીડેંટસ હોય છે જે શરીરમાં ટોકસીન્સ બહાર કાઢી નાખે છે. તે પીવાથી શરીરને ઠંડક પણ મળે છે.

ક્બ્જીયાતમાંથી અપાવે રાહત  જો તમને કબજિયાત ની તકલીફ રહે છે તો સવારે દૂધી નું જ્યુસ પીવાની ટેવ પાડો.વર્કઆઉટ પછી પીવું ફાયદાકારક વર્કઆઉટ પછી જે પ્રોટીન શેક પીવો છો, તેની જગ્યાએ એક કપ દૂધી નું જ્યુસ પી ને જુવો. દૂધી નું જ્યુસમાં કુદરતી શુગર જ નહી પણ ગ્લાઈકોજીનનું સ્તરને જાળવી રાખે છે પણ વર્કઆઉટ દરમિયાન શરીરમાં કાર્બોહાઈડ્રેટ ની ઉણપને પણ પૂરી પડે છે. તેમાં પ્રોટીન ખુબ માત્રામાં હોય છે માટે જ માસપેશીઓની ક્ષમતા વધારે છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *