રાખી સાવંતને બોલીવુડની બિંદાસ બાળા અને હંમેશા કોઈ વિવાદ સાથે ચર્ચામાં રહેનારી સેલીબ્રિટીના રૂપમાં ઓળખવામાં આવે છે. વર્તમાન દિવસોમાં એકવાર ફરી રાખી ચર્ચામાં છે. કહેવાય છે કે રાખીએ પોતાના કેરિયરના શરૂઆતના દિવસોમાં ડેબોનિયર મેગેજીન માટે ન્યૂડ ફોટોશૂટ કર્યુ હતુ. આ ટોપલેસ ફોટોશૂટને કારણે ઘણો હંગામો પણ થયો હતો. ડેબોનિયરમાં દેખાયેલ મોડલનુ નામ શીબા બતાવવામાં આવ્યુ હતુ.
બોલિવૂડની આઇટમ ગર્લ રાખી સાવંત પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી રાખી મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા પોશ બંગલામાં રહે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમની પાસે ન તો રહેવા માટે ઘર હતું અને ન તો ખાવાનું. પરંતુ તેની ક્ષમતાના દમ પર, રાખીએ પૈસા અને પ્રસિદ્ધિ બંને પ્રાપ્ત કરી.
ફિલ્મ અગ્નિચક્રથી તેના કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆત કરનારી બોલિવૂડની મશહૂર આઈટમ ગર્લ રાખી સાવંતે ઘણા આઈટમ સોન્ગ આપ્યા છે. આજે રાખી સાવંતનો જન્મદિવસ છે. તે 22 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, પરંતુ કદાચ કોઈકને જ તેના ઓરિજિનલ નામની ખબર હશે.
રાખી સાવંતનું નામ નીરુ ભેડા છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત રાખી લીધું હતું. એક ઈન્ટરવ્યૂમાં રાખીએ તેના સંઘર્ષની વાતનો ખુલાસો કર્યો હતો, ‘તે ઘરેથી ભાગીને આવી હતી. તેણે આપમેળે બધું હાસિલ કર્યું હતું. મારું નામ ત્યારે નીરુ ભેડા હતું. જ્યારે હું ઓડિશન આપવા જતી હતી ત્યારે ડાયરેક્ટર-પ્રોડ્યૂસર મને મારું ટેલેન્ટ બતાવવા માટે કહેતા હતા.
હું ત્યારે એ નહોતી જાણતી કે કેવું ટેલેન્ટ બતાવવાની વાત કરી રહી છે.’ હું તસવીર લઈને તેમની પાસે જતી હતી તો તે દરવાજો બંધ કરી દેતા હતા. હું જેમ-તેમ કરીને ત્યાંથી બહાર નીકળતી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેની મા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. તેણે બહુ ગરીબી જોઈ છે. તેણે કહ્યું, મારી મા હોસ્પિટલમાં આયા હતી અને તે કચરા-પટ્ટી ઉઠાવતી હતી. અમારે ત્યાં જમવાની પણ તકલીફ હતી.
રાખીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં મહિલાઓને કોઈ છૂટ આપવામાં આવતી નથી. રાખીએ આ મુલાકાતમાં તેના બાળપણની વાર્તા વર્ણવતા કહ્યું કે 11 વર્ષની ઉંમરે હું દાંડિયામાં નૃત્ય કરવાનો આગ્રહ કરતી હતી. જ્યારે મારી માતા અને કાકાએ મળીને મારા લાંબા વાળ કાપી નાખ્યા. તે લોકોએ મારા વાળને એવી રીતે કાપી નાખ્યા હતા કે જાણે કે તેઓ બળી ગયા હોય. આ પછી, હું આખો દિવસ અરીસાની સામે ઉભી રડતી રહી. પરંતુ તે પછી મેં નક્કી કર્યું કે હું મારા પરિવારના સભ્યો વિરુદ્ધ જઈને જ રહીશ.
રાખીએ આ મુલાકાતમાં કહ્યું હતું કે 10 વર્ષની ઉંમરે મારા માતા-પિતાએ ટીના અંબાણીના લગ્નમાં મારા પાસે ભોજન પીરસાવ્યું હતું. આ કેટરિંગ કામ માટે મને દરરોજ 50 રૂપિયા મળતા હતા. રાખીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એક એવા પરિવાર સાથે છે જ્યાં મહિલાઓને કોઈ છૂટ આપવામાં આવતી નથી પરંતુ તેમને પૈસા માટે વેઇટ્રેસ તરીકે કામ કરાવવામાં આવતું હતું.
રાખીએ વધુમાં જણાવ્યું હતું કે આટલી બધી પાબંધી હોવા છતાં પણ પૈસા કમાવવા માટે મહિલાઓને કોઈપણ કામ કરાવવામાં આવતું, 10 વર્ષની ઉંમરમાં જ રાખીને ટીના અંબાણીના લગ્નમાં જમવાનું પીરસવામાં આવ્યું હતું. કેટરિંગના આ કામ માટે એક દિવસના રાખીને 50 રૂપિયા મળતા હતા.
રાખીએ જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધ શરૂ કરી ત્યારે તેની પાસે સારા કપડાં પણ નહોતા. એ કંઈપણ પહેરીને લોકોને મળવા માટે જતી હતી, આજે એ પ્રકારના કપડાં ફેશન બની ગયા છે, લોકો કંઈપણ પહેરી લે છે. માટે તેનું માનવું છે કે કપડાં ક્યારેય કામ નથી અપાવી શકતા.
તે વધુમાં જણાવે છે કે તેને દુનિયા સામે પોતાને સાબિત કરવાં માટે એક્ટિંગ ડાન્સિંગ અને રાજનીતિ પણ કરી છે.આજે રાખી સાવંત મુંબઈના પૉશ વિસ્તારની અંદર રહે છે, આજે તેની પાસે એ તમામ ખુશી છે જેના માટે તેને પોતાના બાળપણમાં પોતાના શોખ અધૂરા મુખ્ય હતા, તેને અભિષેક સાથે સવયવર દરમિયાન લગ્ન પણ કર્યા હતા પરંતુ થોડા સમય સાથે રહ્યા બાદ બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા.