Breaking News

ફરી નેગેટિવ રોલમાં જોવા મળશે સૈફ અલી ખાન,પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષ’માં બનશે ‘રાવણ’,શુ આ ફિલ્મ બાહુબલી જેટલી હિટ થશે?…

બાહુબલીના સુપરસ્ટાર અને સાઉથમાં ડાર્લિંગના નામે લોકપ્રિય એવો પ્રભાસ આજે પોતાનો 40મો જન્મદિવસ મનાવશે. પ્રભાસે પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મો સાથે કરી હતી. પણ બાદમાં બાહુબલી ફિલ્મથી તે બોલિવુડમાં પણ મશહૂર થઈ ગયો. છેલ્લે રિલીઝ થયેલી પ્રભાસની જ ફિલ્મ સાહો બોક્સઓફિસ પર ક્રિટિકલી સારું પ્રદર્શન નહોતી કરી શકી પણ આ ફિલ્મે બોક્સઓફિસ પર કમર્શિયલી મોટી સફળતા હાંસલ કરી હતી.

પ્રભાસની ખાસ વાતોથી શરૂઆત કરીએ તો. પ્રભાસનું સાચું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલપટ્ટી છે. જે નામ બોલતા બે ચાર ટ્રેન આંખની સામેથી પસાર થઈ જાય. જેથી ઈન્ડસ્ટ્રીમાં તેને લોકો માત્ર પ્રભાસના નામે જ બોલાવે છે. હિન્દીમાં પ્રભાસે એક્શન જેક્સન નામની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેનો કેમિયો હતો. જો કે અજય દેવગન અને સોનાક્ષી સિંહાની આ ફિલ્મ સુપર ડુપ્પર ફ્લોપ નિવડી હતી. જે પછી પ્રભાસને હિન્દી સિનેમામાં બાહુબલીથી ખ્યાતિ મળી.

પ્રભાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પહેલો એવો હિરો છે જેનું વેક્સ સ્ટેચ્યુ બેંકોકના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. જ્યારે બાહુબલી વિશ્વભરમાં ધૂમ મચાવી રહી હતી ત્યારે તેની લોકપ્રિયતા પણ ચરમસીમાએ હતી, પરિણામે બેંગકોકના મ્યુઝિયમમાં ખાસ પ્રભાસનો બાહુબલી અવતાર જ મુકવામાં આવ્યો છે.પ્રભાસ એક ફિલ્મી પરિવારથી સંબંધ ધરાવે છે. તેના પિતા સૂર્યનારાયણ રાજૂ પ્રોડ્યુસર છે. તો કાકા કૃષ્ણમ રાજુ ટોલીવૂડ સ્ટાર રહી ચૂક્યા છે. પણ તેઓ ઈન્ડસ્ટ્રીમાં પ્રભાસ જેટલી લોકપ્રિયતા નથી મેળવી શક્યા.પ્રભાસની ફિલ્મો રિલીઝ થાય ત્યારે સાઉથમાં રિતસરનો જુવાળ ફાટી નીકળે છે. પ્રભાસના લાંબા પોસ્ટરો લાગે છે. સાથે ઢોલ નગારા સાથે ફેન્સ થીએટરમાં એન્ટ્રી પણ મારે છે.

શરૂઆતમાં પ્રભાસ એક્ટર બનવા બિલ્કુલ નહોતો માગતો. તેને હોટલ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવું હતું. જે વાત તેણે એક ઈન્ટરવ્યૂમાં ઉજાગર કરી હતી. આ સિવાય પ્રભાસને ચીકન બિરયાની ખાવાનો ખૂબ જ શોખ છે. પ્રભાસ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી આવતો હોવા છતાં હિન્દી ફિલ્મોનો તે ખૂબ મોટો ફેન છે. મુન્નાભાઈ એમબીબીએસ અને 3 ઈડિયટ્સ જેવી ફિલ્મો તેણે 20થી વધારે વખત જોઈ છે. જેથી તે આ બંન્ને ફિલ્મના ડાયરેક્ટર રાજુકુમાર હિરાણીનો પણ ફેન છે.

જ્યારે પ્રભાસ બાહુબલીની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે બીજી કોઈ ફિલ્મ સાઈન નહોતી કરી. આ કારણે જ તેની પાસે કોઈ પૈસા બચ્યા નહોતા. બાહુબલીમાં પોતાન વિશાળકાય બોડી બનાવવા માટે પ્રભાસે ખૂબ મહેનત કરી હતી. તેણે પોતાના શરીરનું વજન 30 કિલો વધાર્યું હતું. ચાર વર્ષ સુધી લૂકને મેન્ટેન કરવા માટે તેણે ચિકન અને ઈંડા ખાધા હતા.આજે આપણે વાત કરીશું પ્રભાસની આવનારી ફિલ્મ આદિપુરુષ વિશે.બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત ખલનાયકના રોલમાં નજરે પડશે. તે પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરૂષમાં રાવણનો રોલ કરશે.

આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. આ પહેલા સૈફ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો.રાવણ બનશે સૈફ અલી ખાન, ઓમ રાઉતે સૈફના ફિલ્મમાં સમાવેશની જાહેરાત કરી દીધી છે. તેણે ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. તેની સાથે લખ્યું છે કે 7000 વર્ષ પહેલા દુનિયામાં સૌથી બુદ્ધિમાન દાનવ હાજર હતા.પ્રભાસ બનશે ભગવાન રામ, ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં પ્રભાસ છે. તે રામના રોલમાં છે. મૂવી 3માં હશે. આ ફિલ્મને હિંદી સહિત 5 ભાષાઓમાં બનાવવામાં આવશે.

એક ખાનગી સમાચાર પત્રના કહેવા મુજબ સૈફ અલી ખાને આ રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઓમી દાદાની સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પાસે ગ્રૈંડ વિઝન અને ટિકનિકલ નોલેજ છે. હું પ્રભાસની સાથે કામ કરવા માટે પણ ઉત્સુક છું. સાથે સાથે દાનવનો રોલ કરવા માટે એક્સાઈટેડ છું.આ ફિલ્મને લઈને પ્રભાસે કહ્યું હતું કે દરેક રોલ અને દરેક ચરિત્ર પોતાના પડકારોની સાથે આવે છે. પરંતુ આ પ્રકારના રોલ નિભાવવા માટે એક મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપણા મહાકાવ્યના આ પાત્રને નિભાવવા માટે ખુબ જ એક્સાઈટેડ છું. ખાસ કરીને જે પ્રકારે ઓમે આ ડિઝાઈન તૈયાર કરી છે. મને આશા છે કે આપણા દેશના યુવાનોને અમારી ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *