હિન્દુ માન્યતા અનુસાર દાન કરવાથી મનુષ્યને પુણ્ય મળે છે. એ ઉપરાંત શાસ્ત્રોમાં એવા દાન કર્મ જણાવવામાં આવ્યા છે જેનાથી જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને સુખ-સંપત્તિનું આગમન થાય છે.શાસ્ત્રો માં દાન નું ખાસ મહત્વ આપેલ છે. દાન કરવાથી વ્યક્તિ ને પાપો થી મુક્તિ મળે છે. સાથે જ વ્યક્તિ ને મૃત્યુ ના ઉપરાંત સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે. કદાચ આ માન્યતા અનુસાર લોકો વિભિન્ન ધાર્મિક સ્થળો અને મંદિરો માં જઈને દાન કરે છે.શાસ્ત્રો અનુસાર દરવાજા પર આવેલા આ ચાર લોકો ને ક્યારેય પણ ખાલી હાથે ના પાછા કાઢવા જોઈએ. સાથે જ એવા લોકો ને કંઇક ને કંઇક અવશ્ય દાન ના રૂપ માં દેવું જોઈએ. એટલું જ નહિ એવા લોકો ને દરવાજા થી ખાલી હાથે પાછા કાઢવા દુર્ભાગ્ય લાવે છે. એવા દાન થી કુંડલી ના દોષ દુર થાય છે.
કોઈ પણ રૂપ માં જો તમારા દરવાજા પર ભિખારી આવે તો તે ખાલી હાથે ના પાછા કાઢવા જોઈએ. તેમને કંઇક પૈસા, કપડા અથવા પછી ખાવા-પીવા ની સામગ્રી દેવી જોઈએ.મંદિરની બહાર, ટ્રાફિક સિગ્નલ કે સડકના કિનારે બેઠેલા ભિખારીઓને એક વસ્તુ દાન કરીને તમે જીવનની કોઈપણ મુશ્કેલીઓમાં દૂર થઈ શકો છો. આમ તો કેટલાંક લોકો આ ભિખારીઓને પૈસા આપી દે છે, કોઈ તેમને ખાવા-પીવાનો પણ સામાન આપે છે તો કેટલાંક લોકો નજરઅંદાજ કરીને પણ જતા રહે છે.
કોઈપણ અમાસના દિવસે બજારમાં જઈ પીતળની કોઈપણ વસ્તુ, વાસણ કે સામાન લઈને આવો અને તેને મંદિરમાં રાખી દો. તેની હળદર-કંકુથી પૂજા કરો અને પછી તેને કોઈ ઘરડા ભિખારીને દાનમાં આપી દો. માન્યતા એવી છે કે આવુ દાન કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય અછત નથી સર્જાતી.કિન્નર ઘણી જગ્યાએ માંગતા દેખાય છે. ખાસ કરી ને ટ્રેઈન માં, રસ્તાઓ પર અને ઘણી જ જગ્યાઓ પર તેઓ માંગવા નીકળે છે. જયારે ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ઘરે પણ આવે છે. લોકો દાન માં પૈસા આપે છે અને કિન્નર આશીર્વાદ. કિન્નરના આશીર્વાદ ને ખુબજ શુભ માનવામાં આવે છે. કિન્નર પાસેથી મળેલ આશીર્વાદથી ખુબજ લાભ થાય છે. પણ શું તમે જાણો છો કે કિન્નર ને અમુક વસ્તુનું દાન કરવાથી કિસ્મત ખુલી જાય છે.
કિન્નર જો તમારા ઘર, કાર્યાલય અથવા પછી દરવાજા પર માંગવા માટે આવે તો તેને ખાલી હાથે મોકલવાની ભૂલ ના કરો.એવું માનવામાં આવે છે કે કિન્નરો ને દાન કરવાથી કુંડલી નો બુધ ગ્રહ નો દોષ નો અંત આવે છે. બુધ ગ્રહ ના ભાગ્ય ને કારક માનવામાં આવે છે તેથી તેને અવશ્ય દાન દેવું જોઈએ. જો સંભવ થાય તો તેને લીલા રંગ ની કોઈ વસ્તુ દાન કરો.જો તમને પૈસાની સમસ્યા રહે છે તો કોઈ કિન્નરથી એક રુપ્યાનો સિક્કો લઇ તમારા પર્સમાં રાખી લો, પછી તે સિક્કાને એક કપડામાં બાંધી તમારી તિજોરીમાં રાખીલો. જો જો તમને ધનની કમી ક્યારેય નહી થાય શુક્રવારના દિવસે કોઈ કિન્નર થી આશીર્વાદ લો, આનાથી તેના આશીર્વાદની શક્તિ દુગની થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર ભિખારી અથવા દિવ્યાંગ વ્યક્તિ મદદ માટે આવે તો તેને પાછા ના કાઢવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર એવા લોકો ને શનિ અને રાહુ નું પ્રતિક માનવામાં આવે છે. એવા લોકો ને દાન કરવાથી કુંડલી ના પાપી ગ્રહો ના દોષ નો અંત થઇ જાય છે.શાસ્ત્રો ના અનુસાર જો તમારા ઘર અથવા દરવાજા પર સંત-મહાત્મા નું આગમન થાય તો તેને ખાલી હાથે ના જવા દો. તેમનાથી જ્ઞાન પ્રાપ્ત કરો અને તમનો આશીર્વાદ લો. સાથે જ તેમની જરૂરત ની વસ્તુ અવશ્ય ભેટ આપો. એવું કરવાથી ઘર માં ખુશાલી આવે છે.