Breaking News

ઘર માં હોય ધન ની અછત તો સ્ત્રીઓ કરી લો આ કામ,અને જોવો પરિણામ,ભરાઈ જશે ઘર ના ભંડાર,ઘર માં થશે ધન નો વરસાદ….

વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

બધા જ લોકો એવું ઇચ્છતા હોય છે કે તેમના ઘરમાં પૈસાની ઊણપ ક્યારેય ન થાય તેમના માટે પરિવારના બધા જ સદસ્યો પ્રયાસ કરતાં રહીએ છીએ. પરંતુ એવું થઈ શકતું નથી. જો બચત કરવાના કિસ્સામાં જોઈએ તો ઘરની મહિલાઓ સૌથી વધુ બચત કરતી હોય છે. પરંતુ તેમની પાસે પણ પૈસાની બચત થઈ શકતી નથી.

વર્તમાન સમયમાં ધન સાથે જોડાયેલી તકલીફો સામાન્ય વાત છે, દરેક વ્યક્તિ વધુમાં વધુ ધન કમાવા માંગે છે, પરંતુ સફળ નથી થઇ શકતા, પરંતુ તમે થોડા ઉપાયો કરીને ધન પ્રાપ્તિ કરી શકો છો, લાલ પુસ્તકમાં થોડા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિ કરે તો ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે અને દેવા માંથી છુટકારો મળે છે, આ ઉપાય ઘણા જ અસરકારક માનવામાં આવ્યા છે અને તે કરવા પણ ઘણા સરળ છે, આજે અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ધન લાભ પ્રાપ્ત કરી શકો છો,અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

આજે અમે તમને થોડાક ઉપાય કહેવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને ઘરની મહિલાઓ મંગળવાર ના દિવસે જરૂરથી કરવો જોઈએ. જો મહિલાઓ આ ઉપાયને મંગળવારના દિવસે કરશે તો તેમની કિસ્મત ખુલી જશે અને તેમના ઘરમાં પૈસાની ઉણપ નહીં રહે તો ચાલો જાણીએ કે મંગળવારના દિવસે શું કરવું જોઈએ.મંગળવારની સવારે મહિલા જ્યારે જમીન ઉપર પગ રાખે તો કલ્પના કરો કે અષ્ટલક્ષ્મી અને હનુમાનજી તેમની સાથે છે.ત્યારબાદ સ્નાન ધ્યાન કર્યા પછી પીપળાના વૃક્ષ માં જળ અર્પણ કરો.

જળ અર્પણ કર્યા પછી પીપળાના ત્રણ પાન તોડીને હનુમાનજીના સમક્ષ રાખી દો ત્યારબાદ તે બધા જ પાંદડાના ઉપર એક એક સિક્કો અને ચોખા નો એક-એક દાણો રાખો.આ બધું જ કર્યા પછી તેમાં કંકુના હળદર અને અબીલ થી પૂજા કરો અને પાંચ અગરબત્તી લગાવો.ત્યારબાદ હનુમાનજીની આરતી કરો અને ત્યાં રાખેલી બધી જ સામગ્રી ને ત્યાં જ રહેવા દો.સાંજે ફરીથી હનુમાનજીની સામે દિપક પ્રગટાવો અને આરતી કરો.ત્યારબાદ પાંદડાની ઉપર રાખવામાં આવેલ ચોખા ના દાણા અને ત્રણે દાણાને લઈને પતિને ખબર વગર પર્સમાં રાખી દો.ધ્યાન રાખવું કે મંગળવાર ના દિવસે કરવામાં આવેલ આ ઉપાય ને પતિને ખબર વગર કરો અને ના તેમને આ ઉપાય વિશે કહો. ત્યારબાદ બુધવારે તેમને આ ઉપાય વિશે કહી શકો છો. પરંતુ મંગળવારે તમે આના વિશે કહી શકતા નથી.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.

ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા 7 ઉપાય પણ સતત 7 દિવસ સુધી કરવા, 7 દિવસના અંતે તમને તમારી આર્થિક સ્થિતીમાં ફેરફાર જોવા મળશે.

1. ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી.2. મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે.3. ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.4. મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો.5. ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી.6. શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો.7. સાત દિવસ સુધી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *