Breaking News

ગુજરાતની આ મહિલાઓ દૂધ વેચીને કમાય છે લાખો રૂપિયા, જાણો તેમની એક દિવસની કમાણી…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં ગુજરાતની એવી મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને દૂધ વેચીને આજે લાખો રૂપિયાની કમાણી કરી છે.કોરોનાના સંકટને કારણે રોજગાર માં માર પડી રહ્યો છે આ સમય દરમિયાન આત્મનિર્ભર મહિલાઓ દૂધ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. દૂધની માંગ હંમેશાં રહે છે, તેથી જ દૂધના ધંધામાં મંદીની કોઈ અસર જોવા મળતી નથી. તાજેતરમાં અમૂલ ડેરીએ ગુજરાતની 10 મહિલાઓની યાદી જાહેર કરી છે જે દૂધ વેચનારા કરોડપતિ બની છે. અમૂલ ડેરીના અધ્યક્ષ આર.એસ. સોઢીએ ટ્વિટર પર 10 લખપતિ મહિલા ઉદ્યમીઓ વિશેની માહિતી શેર કરી હતી.

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ મહિલાઓએ ગયા વર્ષે અમૂલને દૂધ વેચીને લાખોની કમાણી કરી હતી.દૂધનો ધંધો મોટા ફાયદાનો સોદો છે.ગુજરાતમાં દૂધ વેચીને મહિલાઓ કરોડપતિ બની છે. અમુલ ડેરીના અધ્યક્ષ આર.એસ. સોઢીએ નાણાકીય વર્ષ 2019 – 20 માં અમૂલને દૂધ વેચીને કરોડોની કમાણી કરનાર 10 લાખપતિ ગ્રામીણ મહિલા ઉદ્યમીઓની સૂચિ જાહેર કરી હતી. આ તમામ મહિલાઓ ડેરી અને પશુપાલન વ્યવસાયમાં રોકાયેલી છે. આર એસ સોઢીએ ટ્વિટ કર્યું છે કે આ મહિલા ઉદ્યમીઓએ વર્ષ 2019-20 દરમિયાન લાખો રૂપિયાના દૂધનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં લાખો મહિલા ઉદ્યમીઓ છે જે દૂધ સાથે પોતાની કિસ્મત બદલી રહી છે.

ગુજરાતની 10 મહિલાઓ દૂધ વેચીને લાખોપતિ બની તેની યાદી અમૂલ ડેરીના ચેરમેન આરએસ સોઢીએ મુકી હતી. દૂધ વેચીને વર્ષે લાખોપતિ બનેલી મહિલાઓની કમાણી જાણી ભલભલા બિઝનેસમેન પણ વિચારમાં પડી જશે એટલા રૂપિયાની આ મહિલાઓએ કમાણી કરે છે. આ મહિલાઓએ નાણાંકિય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી છે.આરએસ સોઢીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ગુજરાતની ઓ ટોપ ટેન મહિલાઓ 2019-20ના આખા વર્ષ દરમિયાન બે ટંગ લાખો રૂપિયાનું દૂધ ભરાવે છે. જેમણે જાત મહેનત કરીને પોતાની કિસ્મત બદલી નાખી. આ ઉપરાંત ટોપ ટેન મહિલાઓના ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તમામના નામ અને કેટલા રૂપિયાનો પ્રોફિટ કર્યો તે પણ ઉલ્લેખ કર્યો હતો.

આરએસ સોઢીએ ગુજરાતની ટોપ 10 મહિલાઓની યાદી જાહેર કરી છે જેમાં પહેલા નંબરે નવલબેન ચૌધરી છે જેમની 2019-20માં 221595 કિલોગ્રામ દૂધ વેચીને 87,95,900 રૂપિયાની કમાણી કરી છે જ્યારે બીજા નંબરે રાવલ માલવીબેન છે જેમણે 250745 કિલોગ્રામ દૂધ વેચીને 73,56,615 રૂપિયાની કમાણી કરી છે.આ ઉપરાંત ત્રીજા નંબરે હંસાબા ચાવડા છે જેમણે વર્ષે 268767 કિલોગ્રામ દૂધ વેચીને 72,19,405 રૂપિયાની કમાણી કરી છે. ચોથા નંબરે લોહ ગંગાબેન છે, તેમણે 199306 કિલોગ્રામ દૂધ વેચી 64,46,475.59 રૂપિયાની કમાણી કરી છે.પાંચમા નંબર પર રબારી દેવિકાબેન છે, જેમણે 179632 કિલોગ્રામ દૂધ વેચીને 62,20,212.56 રૂપિયાની કમાણી કરી છે.

છઠ્ઠા નંબરે લીલાબેન રાજપૂત છે, જેમણે 225915 કિલોગ્રામ દૂધ વેચી 60,87,768.68 રૂપિયાની કમાણી કરી છે.સાતમા નંબરે ઉમતિયા બિસમિલ્લાહબેન છે, જેમણે 195909 કિલોગ્રામ દૂધ અમૂલને વેચી 58,10,178.85 રૂપિયાની વાર્ષિક કમાણી કરી છે. આઠમાં નંબરે સજીબેન ચૌધરી છે, જેમણે 196862 કિલોગ્રામ દૂધ અમૂલને વેચ્યું છે અને 56,63,765.68 રૂપિયાની કમાણી કરી છે.

નવમાં નંબર પર નફીસાબેન અંગલોડિયા છે, જેમણે 195698 કિલોગ્રામ દૂધથી 53,66,916.64 રૂપિયાની કમાણી કરી. જ્યારે 10માં નંબરે લીલાબેન ધુળિયા છે જેમણે 179274 કિલોગ્રામ દૂધ વેચીને 52,02,396.82 રૂપિયાની કમાણી કરી છે.દૂધના ધંધામાં 20થી 25 ટકા નફો મળી શકે છે. એક લાખનું દૂધ વેચે ત્યારે તમામ ખર્ચ અને પોતાની મજૂરી બાદ કરતાં રૂ.20 હજાર નફો મળે છે. જે દિવસે દિવસે ઘટતો જાય છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન એ સૌથી વિકસતો વ્યવસાય છે.

ગુજરાતની અમૂલ બ્રાન્ડના ટર્નઓવરમાં વધારો થયો છે. કોરોના સંક્રમણ સમયમાં આ બ્રાન્ડની ચીજોનું વેચાણ સૌથી વધુ નોંધાયું છે પરિણામે બ્રાન્ડનું ટર્નઓવર 52000 કરોડ રૂપિયા થયું છે. આ ટર્નઓવરને બમણું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, (જીસીએમએમએફ) જે દૂધ અને ડેરી ઉત્પાદનોના લોકપ્રિય અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરે છે તેમાં નાણાકીય વર્ષ 2019-20માં 38,542 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું જ્યારે 2018-19માં ટર્નઓવર 33150 કરોડ રૂપિયા હતું.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *