ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર તેનાં ગ્લેમરસ ફોટો મુકવા માટે જાણીતી છે.બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફની દીકરી અને અભિનેતા ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે બોલિવૂડમાં તો અત્યાર સુધી એન્ટ્રી નથી કરી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. કૃષ્ણા શ્રોફ તેના ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીર અને વીડિયો પોસ્ટ કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. કૃષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોવિંગ પણ સારી છે.
ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ભલે એક્ટિંગની દુનિયાથી દૂર છે પણ તેની પર્સનલ લાઇફને કારણે ઘણી વાર તે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટને કારણે તે ચર્ચામાં છે. કૃષ્ણાએ તેનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરીછે. આ તસવીરમાં તેની બોલ્ડનેસ જોઇ સૌ કોઇ દંગ રહી ગયા છે.
કૃષ્ણાનાં આ લેટેસ્ટ ફોટોશૂટ પર ફેન્સની પણ ખુબ બધી કમેન્ટ્સ આવી રહી છે. તો તેનાં બોલ્ડ અવતારનાં સેલિબ્રિટીઝ પણ વખાણ કરી રહ્યાં છે.કૃષ્ણા આ પહેલાં પણ તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. પણ આ લેટેસ્ટ ફોટોશૂટમાં તે જામે છે.
તેને સૌ કોઇ વખાણી રહ્યાં છે. આ જ કારણ છે કૃષ્ણાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.ટાઇગર- કૃષ્ણાની માતા આયેશા શ્રોફ, દિશા પાટની, અનન્યા પાંડે, અથિયા શેટ્ટી, કરિશ્મા તન્ના અને નિધિ અગ્રવાલ પણ શામેલ છે. તમામે કૃષ્ણાની તસવીરોનાં ભરપેટ વખાણ કર્યા છે.
જેકી શ્રોફ અને એક જમાનાની હોટ મોડલ આયશા શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ કેમેરાથી તો દૂર રહે છે, છતાં ફિટનેસ મામલે કોઈ હિરોઈનથી કમ નથી. તે આ બાબતે ભાઈ ટાઇગર પર ગઈ છે તેમ કહી શકાય. હાર્ડ વર્કઆઉટના વીડિયો કૃષ્ણા અવારનવાર શેર કરતી રહે છે. જેમાં ક્યારેક તે વેઇટ એક્સર સાઇઝ તો ક્યારેક ટ્રેનર સાથે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે.
આપને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફની જેમ કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસને લઈ ખૂબ જ ગંભીર છે. તે તેના ફિટનેસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ત્યારે હવે કૃષ્ણાએ સ્વિમસૂટ પહેરીને બોલ્ડ તસવીર શેર કરી છે.
આ એક કોલાઝ ફોટો છે. જેમાં જેકી શ્રોફ પણ નજરે આવી રહ્યો છે. આ તસવીરનું કેપ્શન પણ દિલચસ્પ છે. કૃષ્ણાએ લખ્યું કે પિતા જેવી દીકરી. આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
એની બોલિવૂડ તરફ થી પણ ફિલ્મો ઓફર મળી,પરંતુ તેને ફિલ્મોમાં રસ નથી. આ કારણોસર, તેણે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે પિતા અને ભાઈ કેમેરા પર રહેવાનું પસંદ કરે છે.
તો બીજી તરફ, જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા કેમેરાની પાછળ રહેવાનું પસંદ કરે છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કૃષ્ણાએ ટ્રાંસજેન્ડર સમુદાય પર એક ડોક્યુમેન્ટરીનું નિર્દેશન કર્યું છે.
એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કૃષ્ણાએ તેની કારકિર્દી વિશે કહ્યું હતું કે, પહેલા તો મેં બોલિવૂડમાં આવવાનું વિચાર્યું હતું, પરંતુ પછીથી મેં વિચાર કર્યો કે તેનાથી પણ વધુ હું કંઇક કરી શકું છું.
બહેનના આ ફોટા જોઈ ટાઈગર શ્રોફ પણ કોમેન્ટ કરતાં પોતાને રોકી નથી શક્યો. કૃષ્ણા આ તસવીરોમાં બોયફ્રેન્ડ એબન હામ્સની સાથે જોવા મળી રહી છે, તે એક ફુટબોલ પ્લેયર છે.
કૃષ્ણા અહીં બ્લેક ટૂ-પીસમાં જોવા મળી હતી. કૃષ્ણાના આ ફોટા પર ટાઈગર શ્રોફે પણ કોમેન્ટ કરી છે. આ તસવીરોમાં ટાઈગરે લખ્યું, ‘બીચારો એબન આ તસવીરોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કૃષ્ણાને પણ ભાઈ ટાઈગરની જેમ ફિટનેસનો કેટલો શોખ છે.