Breaking News

જાણો કોણ છે ભગવાન કાલ ભૈરવ કેવી રીતે મળ્યું આ નામ,જાણી લો એના વિશે સંપૂર્ણ માહિતી.

ભૈરવ શબ્દનો ગૂઢ અર્થ ‘ય્શ્ન્ર’ થાય છે. મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ એક ઞ્રફત્શ્લ્ મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર સમય ઓળખવવાનું અતિ કિઠન કાર્ય કાલ ભૈરવ કરે છે. શકિત ઉપાસનાથી લઇને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કપા અતિ જરૂરી બને છે. ભૈરવની ઉત્પત્તિ દેવીપુરાણ-મહાકાલસંહિતા રુદ્રવામલ શાકતપ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે. બ્રહ્મમાના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશી વારાણસી માં જઇને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સમગ્ર ભારત વર્ષમાં જેટલાં શકિતના સ્થાનો છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિ સ્થપાયેલી જોવા મળે છે. સામાન્ય રીતે લોકજાતિ સંસ્કૃતિ દેવના કારણે લગભગ ઘણીખરી મૂર્તિઓને મદિરા પાનનું સેવન કરાવતા હોય છે. અડદ, વેસણ-બુંદીનો ભોગ, તેમજ રાજસિક-તામસિક ભોગ-બલિ પણ ચઢાવતા હોય છે.

મિત્રો ભૈરવનો અર્થ થાય છે ભયનું હરણ કરીને જગતનું ભરણ કરનાર. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, ભૈરવ શબ્દના ત્રણેય અક્ષરોમાં બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ ત્રણની શક્તિનો સમાવેશ હોય છે. ભૈરવ ભગવાન શિવજીના ગણ અને પાર્વતીજીના અનુચર માનવામાં આવે છે. આપણા હિંદુ દેવતાઓમાં ભૈરવનું ખુબ જ મહત્વ રહેલું છે. તેમજ ભૈરવને કાશીના કોટવાલ પણ કહેવામાં આવે છે.

ધર્મ ગ્રંથો અનુસાર શિવના લોહી માંથી ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. ભૈરવના બે પ્રકાર હોય છે, એક કાલ ભૈરવ અને બીજા બટુક ભૈરવ. દેશમાં કાલ ભૈરવના સૌથી જાગૃત મંદિર ઉજ્જૈન અને કાશીમાં છે. જયારે બટુક ભૈરવના મંદિર લખનઉમાં છે.બધા શક્તિપીઠો પાસે ભૈરવના જાગૃત મંદિર જરૂર હોય છે. એમની ઉપાસના વગર માં દુર્ગાના સ્વરૂપોનું પૂજન અધૂરું માનવામાં આવે છે. હિંદુ અને જૈન બંને ભૈરવની પૂજા કરે છે. એમની કુલ ગણતરી 64 છે.

શિવ પુરાણ અનુસાર એક વાર બધા જ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને અલગ અલગ પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે ? ત્યારે બંનેએ ખુદને જ શ્રેષ્ઠ જણાવ્યા. બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર બાદ બધા જ દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું, તો બંનેનો જવાબ આવ્યો કે જેના ભીતરમાં ચરાચર જગત, ભૂત અને ભવિષ્ય અને વર્તમાન સમાયેલું હોય છે, અનાદિ અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર શિવ છે.

વેદ શાસ્ત્રોમાંથી શિવજી આ સાંભળીને બ્રહ્માએ પોતાના પાંચ મુખથી શિવજીને ખરું-ખોટું કહ્યું હતું. તેનાથી વેદ દુઃખી થયા. તે જ સમયે એક દિવ્યજ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રકટ થયા. બ્રહ્માએ કહ્યું કે, હે રુદ્ર તું મારા મસ્તકથી પેદા થયો છે. વધારે રુદન કરવાના કારણે મેં જ તારું નામ ‘રુદ્ર’ રાખ્યું છે, માટે તું મારી સેવાઓમાં આવી જા.

બ્રહ્માએ આવું આચરણ કર્યું માટે ભગવાન શિવજી ખુબ જ ભયાનક ક્રોધમાં આવ્યા અને તેમણે ભૈરવને ઉત્પન્ન કર્યો. ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે, તું બ્રહ્મા પર શાસન કર. તે દિવ્ય શક્તિ સંપન્ન ભૈરવે પોતાના ડાબા હાથની નાની આંગળીના નખથી શિવના પ્રત્યે અપમાન જન્મ શબ્દ કહેનાર બ્રહ્માના પાંચમાં મસ્તકને કાપી નાખ્યું.શિવજીના કહેવા પર ભૈરવ કાશી પ્રસ્થાન થયા અને જ્યાં તેમને બ્રહ્મ હત્યા માંથી મુક્તિ મળી. ત્યારે ભગવાન શિવજીએ ભૈરવને કાશીના કોટવાળ નિયુક્ત કર્યા. કાશીમાં ભૈરવ આજે પણ કાશીના કોટવાળ તરીકે ઓળખાય અને પૂજાય છે. કાશીમાં ભૈરવનાથના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.

એક માત્ર ભૈરવની આરાધના કરવાથી જ શનિનો પ્રકોપ શાંત થાય છે. ભૈરવ આરાધનાનો દિવસ રવિવાર અને મંગળવાર છે. પુરાણો અનુસાર ભાદ્રપદ મહિનાને ભૈરવ પૂજા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. જણાવવામાં આવેલ મહિનાના રીવરને ખુબ જ મોટો રવિવાર માનવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. પરંતુ આરાધના પહેલા જાણી લો કે, કુતરાને ધુત્કારવા નહી અને તેને ભરપેટ ભોજન આપવું. ભૈરવની આરાધના કરવા માટે જુગાર, સટ્ટો, શરાબ, વ્યાજખોરી અનૈતિક કૃત્ય વગેરે આદતોથી દુર રહો. તેમજ પોતાના દાંતને સાફ રાખો. પવિત્ર થયા બાદ જ ભૈરવનાથની સાત્વિક આરાધના કરો. અપવિત્રતા ભૈરવની પૂજામાં વર્જિત છે.

કાલનો અર્થ થાય છે મૃત્યુ, ડર અને અંત, જ્યારે ભૈરવનો અર્થ થાય છે ભયને હરાવનારા. જેનાથી કાળ પણ ડરે છે. કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુનો ભય દુર થઈ જાય છે અને જીવનમાં આવી રહેલા કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *