એક સંશોધન અને સર્વે અનુસાર કમરનો દુઃખાવો અત્યંત સામાન્ય અને આશરે 90% લોકોને પોતાના જીવનકાળમાં કયારેક અને કયારેક ફરિયાદ છે. ઓચિંતો થતો કમરનો દુઃખાવો પાંચથી પંદર દિવસ રહે અને થોડો આરામ, થોડી પેઈનકિલર કે મસલ રિલેકસન્ટ દવાઓથી મટી જતો હોય છે. આવો દુઃખાવો સામાન્ય રીતે વાંકા વાળીને વજન ઉપાડવાથી કે ખરાબ રીતે ઉઠવા – બેસવા, સુવાના લીધે થતો હોય છે.
લાંબા સમયનો અને આશરે દરરોજ થતો કમરનો દુઃખાવો એક અલગ કેટેગરીમાં આવે છે. અને ઓચિંતા અને થોડા સમય માટેના કમરના દુઃખાવા કરતા અલગ અભિગમ માંગી લે છે. આજના કમ્પ્યુટર યુગ તથા ટ્રાફિકના માહોલમાં આવ લાંબા સમયના કમરના દુઃખાવા પણ ખુબજ સામાન્ય થતા જાય છે. આવા દુઃખાવા પાછળનું કારણ મુખ્ય રીતે કમરના સ્નાયુઓની નબળાઈ તથા થાક તેમજ બેસવા – ઉઠવા તથા કામ કરવાની ખરાબ આદત હોય છે.
બેઠાડુ જીવન, વધારે વજન, વાંકા -વાંકા વાળીને કામ કરવાની પદ્ધતિ, ટેક વગર લાંબો સમય એક જ રીતે બેસી કામ કરવું વગેરે મુખ્ય કારણ છે. ઇન્ફોરમેશન ટેક્નોલોજીના જમાનામા જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ સર્વે સામાન્ય થઈ ગયા છે. ત્યારે લાંબા સમય સુધી ટેકા વગર બેસી રહેવું. એ કમરના દુઃખાવાને આમંત્રણ આપવા જેવું છે. આવી પરિસ્થિતિમાં હાઈ બેક ની ચેર (ખુરશી) વાપરવી, સમયાન્તરે બ્રેક લઈ કમરના સ્નાયુઓની કસરતો કરવી, ટેકો દઈને બેસવું, સ્પિલીટ વાયરલેસ કીબોર્ડનો ઉપયોગ કરવો, મોનિટર સ્ક્રીન લેવલ ઉપર રાખવી,આવી નાની નાની પણ દરરોજની બાબતોનું ધ્યાન રાખી ફેરફાર કરવાથી કમરના દુઃખાવામાં ઘણી બધી રાહત થતી હોય છે.
]
ગૃહિણીઓને પણ સામાન્ય રીતે વાંકા વાંકા કામ કરવાની જ આદત હોય છે.જે લોકો ની વય વધારે છે તેને કેટલાય શારીરિક રોગો થાય છે. જેમા થી અમુક રોગ તો જાનલેવા સાબિત થાય છે. તેવો જ એક રોગ છે કમર દર્દ. આધુનિક જીવન મા તમામ લોકો નૂ જીવન એવુ થઈ ગયુ છે કે જુવાન વ્યક્તિઓ મા પણ આ સવાલ ઉદભવે છે. પણ વધારે વય ની વ્યક્તિ તેમજ મહીલાઓ મા આ તકલીફ હોય છે.
આ તકલીફ અસાની થી દુર કરી શકાતી નથી અને આ તકલીફ ને કઈ રીતે દુર કરવી એ એક મોટો સવાલ બની જાય છે. પણ હવે તેની ફિકર કરવા ની જરૂર નથી કેમ કે હવે તેને દુર કરવા માટે નો ઉપચાર મળી ગયો છે.જે અપનાવવા થી કમર દર્દ કાયમ માટે જતો રહેશે.કમર દર્દ માટે ના કારણૉ, જે વ્યક્તિ ના શરીર નુ વજન વધારે હોય તેવા લોકો ને આસાની થી કમર દર્દ થઈ શકે છે. કેમ કે તેનો ૫૦ ટકા થી પણ વધુ વજન તેની કમર ઉપર હોય છે. ઉપરાંત કોઈ વજનદાર વસ્તુ ઊચકવા થી પણ આ તકલીફ થાય છે. પોતાની ક્ષમતા મુજબ નો ભાર ઊચકવો જોઈએ.
વ્યક્તિ જ્યારે ખોટી રીતે સુવે છે ત્યારે બિજા દિવસે શરીર મા દુખાવો અનુભવાય છે. જેના પરીણામ સ્વરૂપ કમરદર્દ થાય છે. દૈનિક ક્રિયા મા સરખી રીતે ન ઊઠવા બેસવા થી પણ કમર ના ભાગ પર ભાર લાગે છે જેના થી કમર મા દર્દ થાય છે. રોજબરોજ ના કામ ઉપરાંત નુ કામ ઝડપ થી કરવા ને લીધે શરીર ની નશો દબાઈ છે પરીણામ સ્વરૂપ કમર નો દુખાવો થાય છે.
કમર નો દુખાવો દુર કરવા નો ઘરગથ્થુ ઉપચાર, જે વ્યક્તિ ને કમર દર્દ ની તકલીફ કાયમી થતી હોય એવા લોકો એ ત્રણ થી પાંચ ચમચી સરસવ નૂ તેલ તેમજ તેમા પાંચ લસણ ની કળી ઉમેરી સાંતળો. આ લસણ ની કળીઓ કાળી થયા બાદ આ તેલ ને ઠંડુ થવા દો. પછી આ તેલ ને દર્દ વાળી જગ્યા પર મસાજ કરો. રોજ રાત્રે આ નુસ્ખો અજમાવવા થી કમર દર્દ દુર થઈ જશે.જે વ્યક્તિ ને વધારે કમર મા દર્દ હોય તેણે ગરમ પાણી નો શેક કરવો. જેના થી દર્દ દુર થાય છે. આ ઉપરાંત ગરમ પાણી નો શેક કર્યા બાદ તે સ્થળ પર બરફ ઘસવો. નમક ને ગરમ કરી તેને એક નેપકીન અથવા તો ટુવાલ મા રાખી તેનો શેક કરવા થી કમર નો દુખાવો દુર થાય છે.
કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ઠંડો થયા બાદ તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક પ્યાલો પાણી નો પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે.પાનના પાંદડા આમાં રાહત પહોંચાડી શકે છે. આના જ્યૂસને રિફાઇન્ડ કોકોનટ ઓઇલ અથવા પછી કોઈપણ બ્લેન્ડ ઓઈલ ઓઈલ મિક્સ કરો. ત્યાર પછી આને લગાવવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.
લેમનગ્રાસના તેલને પણ આ ઉપાય માટે ઉપયોગ કરી શકાય છે. લેમનગ્રાસના ઓઈલમાં તેનાથી બમણી માત્રામાં કોકોનટ ઓઇલ મિક્સ કરીને તેની માલિશ કરવાથી કમરના દુખાવા રાહત મળે છે, અને આ અસર પણ સારી કરે છે.એલો માં કેટલા ઔષધિ ગુણ હોય છે તે ખાસ જણાવવાની જરૂર નથી કારણ કે લગભગ બધાને ખબર જ હશે. પરંતુ જણાવી દઇએ કે જો રોજ આના એક પાંદડાનું ખાવામાં આવે અથવા પછી તેનાથી કમર માં માલીશ કરવામાં આવે તો કમર દુઃખાવામાં રાહત મળે છે.
લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે તે આપણે જાણતા જોઈએ છીએ, પરંતુ કમર દુખાવા માં તેનો ઉપયોગ કરી શકાય કે કેમ તે જાણી લો, અને તમારા અંગત મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે આ બધા ઉપાયો અચૂક શેર કરજો જેથી લોકો આનો ફાયદો ઉઠાવી શકે.જણાવી દઈએ કે કમરના દુખાવામાં લસણ નો પણ ઉપયોગ કરી શકાય છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવ્યા. લસણની પેસ્ટ ને આશરે અડધો કલાક સુધી પોતાની કમર પર લગાવી દો પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખો. આ સિવાય બીજો ઉપાય એ પણ કરી શકાય છે કે લસણ નો તેલ બનાવીને એની કમર પર માલિશ પણ કરી શકાય છે.