Breaking News

જાણો કાઠિયાવાડનો એક સામાન્ય છોકરો કેવી રીતે બની ગયો દુનિયાનો ‘ડાયમંડ કિંગ’ વાંચો અદ્ભુત સત્યઘટના..

સુરતની પ્રખ્યાત હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાએ દિવાળીમાં પોતાના કર્મચારીઓને 600 કાર બોનસ તરીકે આપવાના સમાચારથી ચારે તરફ તેમની વાહવાઈ થી રહી છે. આ ઘટનાનું મહત્વ ત્યારે વધ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને કર્મચારીઓને ગાડીની ચાવી આપી હતી. આ ઘટના અંગે સંત મોરારી બાપુ, રમેશ ઓઝાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કંપનીના કર્મચારીઓને કોસ્ટ ટુ કંપનીના નિયમ હેઠળ પગાર આપવામાં આવે છે, એટલે કે તેમનો વાર્ષિક પગાર નક્કી જ હોય છે. , જેમાં બોનસની રકમ પણ આવી જાય છે, તે મહિને આપવામાં આવતા પગારમાંથી કાપી લેવામાં આવે છે. સવજીભાઈ કહે છે કે બોનસમાં કાર આપવામાં આવે છે આ વાત ખોટી છે. આ બોનસની રકમને કારના ડાઉન પેમેન્ટ તરીકે આપવામાં આવે છે.

આ તમામ કારણે કર્મચારીઓના નામને બદલે હરેકૃષ્ણ નામ પર ખરીદવામાં આવે છે, જેમાં ડાઉન પેમેન્ટ કર્મચારીઓનું પણ કાર કંપનીની કહેવાય છે. આ ઉપરાંત કાર લેનારે પાંચ વર્ષનો કંપનીમાં કામ કરવાનો બોન્ડ પણ સાઈન કરવો પડે છે.જો કંપની ખરેખર બોનસમાં કાર આપતી હોય તો બોન્ડની કોઈ જરૂર જ નથી. આમ કારનું ડાઉન પેમેન્ટ અને અડધી કિંમત કર્મચારી પોતે જ ભરી રહ્યો છે. જેમાં કાર કંપનીના નામે હોવાથી તેનો જીએસટી ભરવાની ક્રેડિટ પણ કંપનીને મળશે. આ ઉપરાંત એક સાથે 600 કાર ખરીદી હોવાથી કારની કિંમત પણ ઘટાડવામાં આવી છે, જેનો લાભ કર્મચારીઓને આપવામાં આવતો નથી. આ કાર પાંચ વર્ષ સુધી કંપનીના નામે હોવાથી ઈન્ક્મટેક્સના ઘસારાનો લાભ પણ કંપનીને મળે છે. મહત્વની વાત એ છે કે કાર લોનના હપ્તા પણ કર્મચારીના પગારમાંથી જ કાપવામાં આવશે.

પરંતુ આજે આપણે વાત કરીએ સવજીભાઈ ધોળકિયાના જીવન વિશે આજે સવજીભાઈ ધોળકિયાની કંપની ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની નિકાસનો વાર્ષિક આંક 6000 કરોડનો છે આ અધધ કહી શકાય એ હદનો વેપાર કરનાર સવજીભાઈ ધોળકિયા વિશેનું થોડું ‘ફ્લેશબેક’ જોવું છે કઈ રીતના એક દારૂણ ગરીબીમાં જીવતો કાઠિયાવાડનો છોકરો સુરત આવીને લોઢાના ચણા ચાવીને આટલો પથારો ફેલાવે છે એ જાણવું છે.ઘરની એક સાંધો ને તેર તૂટે જેવી સ્થિતી ના જોવાઈ અમરેલી જીલ્લાના લાઠી પાસે આવેલાં દૂધાળા નામક ગામમાં સવજીભાઈનો જન્મ થયેલો. ઘરની સ્થિતી એકદમ ખરાબ હતી.

ખેતી પર નભતો પરિવાર ને વરસાદ પર નભતી ખેતી. પણ વરસાદની અછત! થાય તો થાય શું, સાત ચોપડી ભણીને સવજીભાઈએ નક્કી કરી લીધું કે હવે બહુ થયું, નથી ભણવું આગળ! પિતાને નિર્ણય સંભળાવ્યો તો પહેલા તો પિતાજી બહુ ગુસ્સે થયા.સને 1978માં સવજીભાઈ સાડા બાર રૂપિયા ખર્ચીને સુરત આવ્યા. આજની આપણી પેઢીને મામૂલી લાગતી આ રકમ એ વખતે લોહીનું પાણી કરીને સવજીભાઈના મા-બાપે મેળવી હતી. હિરાના ધંધા માટે તો સુરત પ્રખ્યાત છે અને હતું. સવજીભાઈ એક કંપનીમાં હિરા ઘસવાનું કામ કરવા લાગ્યા. એકસોને ઓગણસીત્તેર રૂપિયા પગાર મળતો.

માથે દેવું કરીને પણ હિરા દળવાની ઘંટીઓ લીધી, 1980માં પોતાના બે ભાઈઓ સાથે મળીને પોતાનું કારખાનું ખોલવાનો વિચાર કર્યો. ઘરેથી 3900 રૂપિયા મંગાવ્યા અને હિરા દળવાની બે ઘંટીઓ લીધી. 25 હજાર જેટલી કમાણી થઈ એટલે લાગ્યું કે સાહસ ફળશે. કારખાનું મોટું કરવાની હામ ભીડી અને રૂપિયા 1 લાખ વ્યાજે લઈને વધારે ઘંટીઓ લીધી. એક લાખ એટલે ચાર દાયકાની પહેલાની બહુ મોટી રકમ. હવે આદરી જ દીધું છે તો ઢીલ શા માટે મૂકવી.એક દાયકો ‘લિટરલી’ લોઢાના ચણા ચાવ્યા, સૂવાનું ઓછું ને જાગવાનું વધુ થયું. સવજીભાઈ કહે છે, કે મેં પૂરાં દસ વર્ષ રોજના અઢાર કલાક કામ કર્યું! ઘંટીઓ વધારવા માંડી, વધારવા માંડ હવે ધંધો જામતો હતો.

ડાયમંડ પોલિશિંગ માટે ઓર્ડરો પણ મળતા હતા. પછી તો એટલી ત્રેવડ પણ આવી ગઈ કે ડાયમંડ માટેનો કાચો માલ બેલ્જિયમ જેવા દેશોમાં જઈને જાતે ખરીદી લઈને સુરતમાં લાવી, એના પર કામ કરીને તૈયાર હિરા પણ વેંચવા માંડ્યા. અને આ રીતે થઈ ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની સ્થાપના આજે સવજીભાઈની આ કંપની વિશ્વના તમામ મોટા દેશોમાં પોતાના ડાયમંડની અને જ્વેલરીની નિકાસ કરે છે. વાર્ષિક 6 હજાર કરોડની નેટવર્થ ધરાવે છે. કંપનીમાં કામ કરતા સાડા છ હજાર લોકોને એની આવડતના બદલમાં જે પગાર અને સુવિધા મળે છે એ લાજવાબ છે. સુરતમાં હિરા ઘસતા કારીગરને સૌરાષ્ટ્રમાં જે નજરેથી જોવાતો એ નજર હવે બદલી ગઈ છે. એમાં ‘હરેકૃષ્ણા ડાયમંડ’નો ઉમદા ફાળો છે.

 

કર્મચારીઓને આપે છે અદ્ભુત સવલતો, સવજીભાઈએ 2014માં કંપનીના 1200 કર્મચારીઓને ફ્લેટ, કાર અને જવેરાત સહિતન કુલ 50 કરોડનું દિવાળી બોનસ આપીને દાખલો બેસાડી દીધો હતો. હરેક દિવાળી એમના કર્મચારીઓ માટે તો નવી ખુશી જ લઈને આવે છે. 2018માં પણ બોનસ વિતરણ યોજાયું ત્યારે 600 કાર આપવામાં આવેલી. ખુદ વડાપ્રધાને વીડિઓ કોન્ફરન્સ વડે સવજીભાઈને અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. માત્ર કર્મચારીઓ પ્રત્યે જ નહી, આપણા સમાજ પ્રત્યે અને માનવધર્મ માટે પણ સવજીભાઈની ઉદાર સખાવતોએ ભરપૂર પ્રશંસા મેળવી છે.ઉલ્લેખનીય છે, કે ‘હરેકૃષ્ણા ડાયમંડ’ના દરેક કર્મચારીઓ માટે બપોરનું કંપનીમાં જ આયોજીત કરવામાં આવે છે, જેનો ખર્ચ કંપની ઉપાડે છે! કોઈ પણ કર્મચારીને ફરિયાદ હોય તો એમનું સૂચન ડાયરેક્ટ સવજીભાઈ સુધી પહોંચે તે માટે ‘સૂચન બોક્સ’ની સુવિધાઓ છે, જેમાં આવતી ચીઠ્ઠીઓ સવજીભાઈની નજરે પણ કાયમ આવે છે.

પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતારીને સિક્કો પાડી દીધો હતો.એક સમય એવો હતો જ્યારે સવજીભાઈ પાસે થિયેટરમાં નાટક જોવાના પૈસા નહોતા. એ દિવસ તેઓ ના ભૂલ્યા. એ પછી પ્રગતિ કરીને પૈસો અને પ્રતિષ્ઠા બંને મેળવ્યા અને પછી એક દિવસ પોતાનું પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતાર્યું! અમરેલીમાં એરપોર્ટ ના હોય પણ સવજીભાઈનાં દૂધાળામાં હવાઇજહાજ ઉતરે એ ગામવાસીઓ માટે જેવી તેવી વાત કહેવાય! પોતાના ગામનું નામ રોશન કરનાર સવજીભાઈના માનમાં આ દિવસે તો ગામમાં ઉત્સવ થઈ રહ્યો. પછી સવજીભાઈએ મોટા થિયેટરમાં આખા ગામને મફતમાં ‘રાજા ભરથરી’ નાટક બતાવ્યું! દુનિયાના અનેક દેશોની હજારો દુકાનોમાં જેની ઘરેણાંઓ વેંચાતા હોય, અનેક દેશોમાં જેના ડાયમંડની નિકાસ થતી હોય એ માણસના વતનપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમનું આ ઉદાહરણ બેજોડ ના કહેવાય? આજના ઘણા ખરા યુવાનો શહેરમાં જેવી તેવી નોકરી મળી જાય એ પછી ગામમાં આવવાથી જ ભોંઠપ ને નાનપ અનુભવતા હોય છે.

ઈશ્વરના નામના 11 લાખ જાપ કર્યા, સવજીભાઈએ વધારે પ્રગતિ કરવા માટે અને કમાયેલું ધન કઈ રીતે સાચવી શકાય એ માટે પોતાના એક વડીલની સલાહ લીધેલી ત્યારે એમણે ભગવાનના નામના 11 લાખ જાપ કરવાનું કહેલું. સવજીભાઈએ કટકે-કટકે કરીને ત્રણ વર્ષે જાપ પૂરા કર્યા! તેઓ કહે છે, કે લોકો આ જોઈને હસતા પણ મેં જ્યારે જાપ પૂરા કર્યા ત્યારે અદ્ભુત વિશ્વાસ આવી ગયેલો અને લાગેલું કે હવે હું ગમેતેવા સાહસમાં ઝંપલાવવાને તૈયાર છું.

સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય.એ ઉક્તિ સવજીભાઈના કિસ્સામાં યથાર્થ ઠરે છે. આજે વિશ્વભરમાં પોતાની અલાયદી ઓળખ ઊભી કરનાર આ માણસની આટલી ઊંચી સફળતા પાછળ એની અડધી જીંદગીની કાંડાતોડ મહેનત જ ખરી જવાબદાર છે, કે જેને લીધે એક વખતે પાંચ માણસમાં ના પૂછાતો માણસ આજે દુનિયાના અનેક દેશોમાં ધરખમ નામ ધરાવવા લાગ્યો. સવજીભાઈએ પોતાનું, પરિવારનું, ગામનું અને ગુજરાતનું નામ દેશ-દુનિયામાં ખરા અર્થમાં રોશન કર્યું છે.આ અંતરિયાળ ગામડાંઓમાં દિવસ-રાત ટ્રેકટર ચાલી રહ્યાં છે, ખોદકામ થઇ રહ્યું છે જેથી કરીને ચોમાસા પહેલાં 200 વીઘા જમીન પર 20 ફૂટ ઉંડું તળાવ તૈયાર કરી શકાય.સાવજી ધોળકિયા કહે છે, ‘મેં મારા માતાને એક માટલી પાણી ભરવા માટે દૂર-દૂર સુધી જતા જોયા છે.

મારા પિતા દરેક સીઝનમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરતા હતા. હું 55 વર્ષનો થયો, પરંતુ પરિસ્થિતિમાં કોઇ ખાસ
ફેરફાર આવ્યો નથી. અમારી જેમ ગામના કેટલાંય યુવાનો રોજગારી માટે સુરત ભણી દોડી આવે છે, પરંતુ હવે એવું નહીં થાય. પાણીની અછત દૂર કરવાનું મારું સપનું ટૂંક સમયમાં જ પૂરું થશે.’ગામવાળાઓનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જળસપાટી ઘટીને અંદાજે 500 ફૂટ સુધી પહોંચી ગઇ છે. વરસાદનું પાણી મેદાન વિસ્તારમાંથી સીધું નદીઓમાં અને પછી દરિયામાં વહી જાય છે. લાઠી ગામના પૂર્વ સરપંચ ભારત દેર બતાવે છે કે આજે પણ મહિલાઓને પાણી માટે દૂર-દૂર સુધી જવું પડે છે.

ગામનાં કૂવાઓ સૂકાઈ રહ્યાં છે, ખેડૂતો સારા પાક માટે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. આ તળાવ આવનારા સમયમાં ગામડાંઓ માટે જીવનરેખા સાબિત થઇ શકે છે.આ મિશનને પૂરું કરવા માટે ધોળકિયા છેલ્લાં અઢી મહિનાથી દરરોજ અંદાજે 2 લાખ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, આ ખર્ચમાં ડીઝલ અને મજૂરોની મજૂરી સામેલ છે.આ સવજીભાઈની એક ટકોર તાજેતરમાં આવેલી. તેમણે કહેલું કે, સ્માર્ટફોનને લીધે થોડા વર્ષો બાદ ઘરઘરમાંથી એક ગાંડો નીકળવાનો.તમને આ પ્રેરણાદાયક સ્ટોરી કેવી લાગી? ગમી હોય તો કમેન્ટમાં અભિપ્રાય જણાવશો અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહિ, ધન્યવાદ.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *