કાલસર્પ એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે.જ્યારે કોઈ જન્મ કુંડળીમાં દરેક ગ્રહો રાહુ અને કેતુની મધ્યે આવી જાય છે, તો તે કાલસર્પ યોગ બને છે. રાહુ કુંડળીમાં ગમે ત્યાં હોય, કેતુ હંમેશા તેના સાતમા ભાવમાં રહે છે. આવું થવાને કારણે કેટલાક વ્યક્તિઓને જીવનમાં અશુભ અસરોનો સામનો કરવો પડે છે. ક્યારે ક્યારે આ યોગ વ્યક્તિને જીવનમાં અસાધારણ સફળતા પણ અપાવે છે.
કાલસર્પ યોગવાળા ઘણા વ્યક્તિ એવા પણ થઈ ચુક્યા છે જે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા ઊંચા પદ પર પહોંચ્યા. જેમા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી સ્વ. પં જવાહર લાલ નેહરુ, સ્વ મોરારજી ભાઈ દેસાઈ અને સ્વ ચંદ્રશેખર સિંહ પણ કાલસર્પ દોષથી ગ્રસ્તિ થયા. પરંતુ તેઓ છતા પણ ભારતના પ્રધાનમંત્રી પદને સુશોભિત કરી ચુક્યા છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ નિરાશ ન થવુ જોઈએ. તેને પોતાના કર્તવ્યોનુ પાલન સંપૂર્ણ મનથી કરવુ જોઈએ.જીવનમાં રાહુનો પ્રભાવ: રાહુનો પ્રભાવ આપણા જીવનમાં ઘણો મહત્વનો છે. અન્ય ગ્રહોની સાથે ખાસ કરીને ચંદ્ર, સૂર્ય, ગુરુ, શનિ અને મંગળની સાથે મળી આ તે ગ્રહના પ્રભાવને ખતમ કરી નાખે છે. રાહુ ચંદ્રનો યોગ કે રાહુ સૂર્યનો યોગ માનસિક તકલિફ અપાવે છે. ગુરુ-રાહુનો યોગ પૈસાને લગતો અથવા સંતાનને લગતી ચિંતા ઉભી કરે છે. શનિ-રાહુનો યોગ જીવનમાં દુઃખ કે રોગો લાવે છે. જો આ યોગ લગ્નમાં હોય તો વ્યક્તિ માદક પદાર્થોનું સેવન કરવાનો શોખ ધરાવે છે.
કાલસર્પ યોગની જીવન પર અસર: રાહુ અને શુક્ર એક સાથે હોય તો ધન સુખ પ્રદાન કરે છે, પણ કૌટુંબિક જીવનમાં અશાંતિ રહે છે. ઉપર જોયું તે પ્રમાણે રાહુ અન્ય ગ્રહો સાથે બેસી જીવનમાં શું પ્રભાવ પાડે છે. જન્મ કુંડળીમાં રાહુ બીજા, છઠ્ઠા આઠમાં અને બારમાં ભાવમાં હોય તો કેતુ ક્રમશઃ આઠમાં, બારમાં, બીજા કે છઠ્ઠા ભાવમાં રહેશે. આ સ્થિતિમાં દરેક ગ્રહ જો બીજા-આઠમાં ભાવના મધ્યમાં હોય કે છઠ્ઠા-બારમાં ભાવ હોય, કે આઠમા-બીજા ભાવના મધ્યમાં હોય અથવા બારમાં અને છઠ્ઠા ભાવના મધ્યમાં હોય તો તેનાથી બનનારો કાલસર્પ યોગ જીવનમાં અશુભ પ્રભાવ પેદા કરે છે.
કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે ? : આવા સમયે સુખી જીવન જીવવા માટે તમારા બ્રાહ્મણથી તેની શાંતી કરાવી લેવી જોઈએ.આ યોગનો દુષ્પ્રભાવ રાહુની વિંશોત્તરી મહાદશા કે અન્તર્દશા દરમિયાન સામે આવે છે. ક્યારેક આ દુષ્પ્રભાવ ગોચરમાં રાહુના અશુભ સ્થાનોમાં આવવાથી પણ સામે આવે છે. તેની જાણકારી જન્મ કુંડળીમાં આપેલી ગણનાઓથી સરળતાથી કરી શકાય છે. કાલસર્પ યોગ હોવાને કારણે શારીરિક મુશ્કેલી, આર્થિક હાની, અભ્યાસમાં મુશ્કેલી, સંબંધીઓ અને કુટુંબમાં વિરોધ, નકામા કેસોમાં પૈસાનો બગાડ જેવું ફળ મળે છે. ક્યારેક લગ્ન થવામાં અડચણો આવે છે, સંતાન સુખ મળતું નથી, પત્ની કે પતિ સુખથી વંચિત કે તેની સાથે કોઈ દુર્ઘટના પણ થાય છે.