આપણે ઘણા બધા ને am અને pm માં પણ ખબર નાં હોય તે બની શકે છે કેટલીયે આ મગજમારી માં ખોટા એલાર્મ સેટ થઇ જાય છે કે પછી ખોટી ટ્રેન બુકિંગ થઈ જતી હોય છે જોકે ટ્રેન બુકિંગ માં ૨૪ સુધી આવે છે એમાં am કે pm યુઝ નથી કરતા તો પણ ઘણા લોકો નું જોવાયું છે કે ટીકીટ બુકિંગ માં ગરબડ થઇ જતી હોય છે. પહેલાના સમય માં સમય જાણવા માટે સુરજ ની સ્થિતિ જોઈને સમય જાણતા હતા ત્યાં રાત ના સમય જાણવા માટે ચંદ્રમા અને તારાની સ્થિતિ ને જોવા માં આવે છે.
પહેલાના જમાનામાં જયારે ઘડિયાળ ન હતી, ત્યારે લોકો સમય જાણવા માટે સુરજની સ્થિતિ જોઈને સમયનો અંદાજો લગાવતા હતા. અને રાત્રે સમય જાણવા માટે ચંદ્ર અને તારાની સ્થિતિને જોવામાં આવતી હતી. એ પછી પ્રાચીન કાળમાં સમય જાણવાના માટે સૂર્યને આધાર માનતા સૂર્ય ઘડિયાળ બનાવવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે, વર્ષો પહેલા મિશ્રના લોકો ’12’ નો આધાર માટે પ્રયોગ કરતા હતા. એમણે સમય જાણવા માટે દીવાને બરાબર 24 વિભાગમાં વહેચ્યા હતા. એ પછી ધીરે ધીરે સમય જાણવા માટે ઘણા ઉપકરણ બનાવવામાં આવ્યા. અને હવે આપણી પાસે ડિજિટલ ઘડિયાળ છે, જેનાથી આપણે ક્યારેય પણ સમય જાણી શકીએ છીએ.
જો આપણે આના AM અને PM ના ફૂલ ફોર્મની વાત કરીએ, તો AM શબ્દનું ફૂલ ફોર્મ Ante Meridiem થાય છે. કદાચ આજ પહેલા આ શબ્દ તમે ક્યારે સાંભળ્યો હશે નહિ. કારણ કે આ કોઈ અંગ્રેજી શબ્દ નથી, પણ આ લેટિન ભાષાનો શબ્દ છે. એનો અંગ્રેજી અર્થ થાય છે Before Noon (બોપોર પહેલા). આને ગુજરાતીમાં કહીએ તો સવારનો સમય. તમને હંમેશા તમારી ઘડિયાળમાં મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યાથી દિવસના 12 વાગ્યા એટલે બોપોર સુધી AM લખેલું જોવા મળશે.
અને હવે PM ના ફૂલ ફોર્મની વાત કરીએ, તો PM શબ્દનું ફૂલ ફોર્મ Post Meridiem થાય છે. આ શબ્દને પણ કદાચ તમે પહેલા ક્યારે સાંભળ્યો હશે નહિ. આ પણ લેટિન ભાષાનો શબ્દ છે, અને આનો અંગ્રેજી અર્થ After Noon જેને ગુજરાતીમાં બોપોર પછીનો સમય કહેવાય છે. તમે તમારી ઘડિયાળમાં PM ને બોપોરના 12 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી જોઈ શકો છો.
એવું ઘણી વાર થાય છે કે, લોકોને AM અને PM માં પણ ખબર નાં હોય. અને બની શકે છે આની મગજમારીમાં કેટલાય લોકોથી ખોટા એલાર્મ સેટ થઇ જાય છે, કે પછી ખોટી ટ્રેન બુકિંગ થઈ જતી હોય છે. જોકે ટ્રેન બુકિંગમાં 24 કલાક મુજબ સમય લખેલા હોય છે. તેમાં AM કે PM યુઝ નથી કરતા. છતાં પણ ઘણા લોકો દ્વારા ટીકીટ બુકિંગમાં ગરબડ થઇ જતી હોય છે. કારણ કે 24 કલાકની ફોર્મેટમાં પણ ઘણા લોકો ગોથા ખાઈ જાય છે.