કોરોના વાયરસના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી હોસ્પિટલ બનાવવાની તૈયારી કરી લીધી છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં ડોકટરો સિવાય, વહીવટ સંભાળનારા લોકોની પણ જરૂર રહેશે. આ માટે સરકારે નવી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. મોદી સરકાર નવા કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારી મંત્રાલય આવા આઇએએસ અને આઈપીએસ અને અન્ય અમલદારોની યાદી તૈયાર કરી રહ્યું છે જેમણે ડોક્ટરલ અભ્યાસ કર્યો હોય અને ઓછામાં ઓછું એમબીબીએસ ડિગ્રી મેળવી હોય. સરકારની આ યોજનાનો હેતુ કોરોના વાયરસ સામેની લડતમાં આવા અધિકારીઓને સીધા જ મેદાનમાં ઉતારવાનો છે.
સૂત્રો કહે છે કે સરકાર આ અધિકારીઓને આવી હોસ્પિટલોમાં લાવશે જ્યાં ફક્ત કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. રાજ્યમાં જેટલા પણ IAS અને આઈપીએસની પાસે ડોક્ટરની ડીગ્રી છે. તેમને હવે હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે, તેમને હોસ્પિટલની વ્યવસ્થા અને મોનિટરિંગની જવાબદારી આપવામાં આવશે, IAS ઓફિસર્સ અને IPS ઓફિસર જે ડોકટરની ડિગ્રી ધરાવે છે. સુરતના કલેક્ટર ધવલ પટેલ ડોક્ટરની ડીગ્રી ઘરાવે છે. ડોક્ટરીનો અનુભવ છે જેના કારણે સુરતમાં ફાયદો થશે તેવો દાવો કરવામાં આવ્યા છે.
ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની વાત થાય ત્યારે UPSCનું નામ પહેલા આવે. દર વર્ષે આ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપે છે પરંતુ ઊંચા પદના અધિકારીઓ માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ બને છે. જેમાંથી કોઈ IAS તો કોઈ IPS બને છે. પરંતુ તમે જાણો છો કે કોનો પવાર વધારે છે IAS કે IPS?યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ની પરીક્ષા સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. અને દરેક પરીક્ષાર્થીનું સપનું હોય છે કે IAS કે IPSનું પદ મેળવશું પરંતુ IAS અને IPS આ બન્નેમાંથી કોણ વધારે શક્તિશાળી હોય છે?
IAS અટેલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ જેમનાથી તમે બ્યુરોક્રેસીમાં એન્ટ્રી કરી શકો છો. આઇએએસમાં પસંદ થયેલા ઉમેદવારો વિભિન્ન મંત્રાલયો-વિભાગો અને જીલ્લાના મુખ્ય અધિકારીઓ હોય છે. IAS ઓફિસર ભારતીય નૌકરશાહીના સૌથી મોટા પદ કેબિનેટ સેક્રેટરી સુધી પણ જઈ શકે છે.
યૂપીએસસીની પરીક્ષા ભલે ગમે તેટલી મુશ્કેલી હોય પરંતુ તેનો ચાર્મ દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરે છે. પરીક્ષા પાસ કર્યાં પછી ઉમેદવારને અધિકારી બનવા માટેની ટ્રેનિગ માટે મોકલવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે, અખિલ ભારતીય સેવાઓમાં IAS અને IPSનું પદ જિલ્લામાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. બંને ભારતીય સમાજના વિકાસ માટે મહત્વના પદ છે. બંને પદની એક ગરિમા છે. એક સાદા કપડામાં અધિકારી તો બીજો પોલીસની વર્દીમાં દેશનો સાચો સેવક બનીને ફરજ બજાવે છે.
IAS અને IPS ઓફિસર બંને પદ શ્રેષ્ઠ જ છે પરંતુ IAS ઉમેદવારોની મોટાભાગે પહેલી પસંદ હોય છે. જો કે કેટલાક લોકો એવા પણ છે., જેને પોલીસની વર્દી આકર્ષિત કરે છે અને તે IPS બનાવાનું પસંદ કરે છે. એક જિલ્લામાં એકથી વધુ IAS અને IPS ઓફિસર તૈનાત હોય છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ પદ જિલ્લાના DM અને SSPનું હોય છે. IAS અને IPS બંનેની પસંદગી યૂપીએસસીની સિવિલ સેવા પરીક્ષાના માધ્યામથી જ થાય છે. ફોર્મ ઉમેદવાર તેમની પસંદગીની સર્વિસ પ્રેફરન્સ એપ્લિકેશન ફોર્મમાં ભરે છે. ફાઇનલ રિઝલ્ટના મેરિટ મુજબ તેમને સર્વિસ મળે છે. IAS જોઇન કર્યાં બાદ ઉમેદવાર સિવિલ સેવાની પરીક્ષા નથી આપી શકતા પરંતુ આઇપીએસ બન્યા બાદ સિવિલિ સર્વિસની પરીક્ષા આપી શકાય છે.
કેડર કન્ટ્રોલ ઓથોરિટીઃ IAS અને IPS બંને ઓલ ઇન્ડિયન સર્વિસ છે. (ALL India Services) છે. પરંતુ બંનેની કેડર કંટ્રોલ ઓથોરિટી (Cadre Controlling Authority) અલગ-અલગ છે. IASની Cadre Controlling Authority, Ministry of Personnel હોય છે. જે સીધા જ પ્રધાનમંત્રીના આધીન હોય છે. જ્યારે IPS Cadre Controlling Authority Home Ministry હોય છે જે સીધા જ ગૃહમંત્રીના આધીન હોય છે.
ટ્રેનિંગઃ IAS અને IPSની શરૂઆતની ટ્રેનિંગને ફાઉન્ડેશન કોર્સ પણ કહે છે. ટ્રેનિંગ લાલ બહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રિય પ્રશાસન એકેડમી હોય છે. ત્યારબાદ IPS શિક્ષાર્થીઓને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રિય પોલીસ એકેડમી હૈદરાબાદ મોકલવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ અપાઇ છે. IAS ટ્રેનિંગમાં ટોપ કરનારને મેડલ અને IPSમાં ટ્રેનિંગમાં ટોપ કરનારને સ્વોર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. બંનેની સરખામણી કરીએ તો IPS ટ્રેનિગ વધુ મુશ્કેલ હોય છે. આ તાલીમમાં ઘોડેસવારી,પરેજ, શસ્ત્રવિધા વગેરે સામેલ છે.
પાવર અને જવાબદારીઃ IAS અને IPS બંનને જોબ પ્રોફાઇલ વિશાલ હોય છે, બંને ખૂબ જ પાવરફુલ પોસ્ટ પર તૈનાત હોય છે. IAS અધિકારી એક કલેક્ટર તરીકે વધુ સત્તા ધરાવે છે. તેમના પર જિલ્લાના બધા જ વિભાગની જવાબદારી હોય છે. જ્યારે IPS અધિકારી પાસે માત્રે તેમના વિભાગની જવાબદારી હોય છે. IAS અધિકારી પાસે પોલીસ સાથે અન્ય વિભાગની સત્તા હોય છે. જિલ્લા પોલીસ વ્યવસ્થાની સુકાન પણ ક્લેક્ટરના હાથમાં હોય છે. શહેરમાં કર્ફ્યૂ ઘારા 144 લગાવી વગેરે કાયદો અને વ્યવસ્થા જાળવવાના તમામ નિર્ણયો પણ ક્લેક્ટર જ લે છે. ભીડ પર ફાયરિંગ કરવાના વગેરે પ્રકારના આદેશ ક્લેક્ટર જ આપે છે, પોલીસ અધિકારી ભીડ પર ફાયરિંગના આદેશ નથી આપી શકતો. પોલીસ વિભાગમાં બદલી માટે પણ ક્લેક્ટરની એપ્રૂવલ જરૂરી છે.
સ્કોપ ઓફ ડ્યૂટીઃ ક્લેક્ટર તરીકે એક IAS અધિકારીની સ્કોપ ઓફ ડ્યૂટી જિલ્લાના દરેક ડિપાર્ટમેન્ટમાં હોય છે. જ્યારે એક IPS, SSP માત્ર તેમના પોલીસ વિભાગ અને ટ્રાફિક વિભાગમાં કામ કરી શકે છે. જ્યારે ક્લેક્ટરના કાર્યક્ષેત્રમાં land records, revenue, Law n Order, agriculture વગેરે જિલ્લાના બધા જ વિભાગનો સમાવેશ થાય છે.
સેલરીઃ ભારતમાં IPS અધિકારીની સેલરી સાતમા પગાર પંચ બાદ ઘણી સારી થઇ છે. IPS અધિકારીની સેલરી રૂ. 56,100 પ્રતિ માસ માંડીને સવા બે લાખ સુધીની હોય છે. જો કે સિનિયોરિટીના આધારે અલગ અલગ હોય છે. IAS અધિકારીનો માસિક વેતન રૂ. 56,100થી માંડીને સવા બે લાખ જેટલો હોય છે, જો કે અહી પણ સિનિયોરિટી મુજબ અલગ અલગ સેલરી હોય છે. બંને અધિકારીઓને સરકારી ક્વાર્ટર અને ગાડીની સુવિધા મળે છે. તેમને વીજળી,પાણી, મેડિકલ ખર્ચમાં છૂટ મળે છે.
યૂનિફોર્મઃ IAS અને IPS બંનેની યુનિફોર્મ અલગ-અલગ હોય છે. જો કે IAS ઓફિસર માટે કોઇ ખાસ યુનિફોર્મ નથી હોતો. તેમણે સરકાર આયોજનમાં ફો્ર્મલ ડ્રેસ પહેરવાનો હોય છે. જ્યારે IPS અધિકારીનો નિશ્ચિત યુનિફોર્મ હોય છે. જો કે IPS અધિકારીનો યુનિફોર્મ પણ તેના પ્રમોશન સાથે બદલે છે. તેમણે દરેક રેન્ક સાથે ખભા પર સ્ટાર, તલવાર, અથવા અશોકની લાઠ લગાવવાની હોય છે.
ટોપ પોસ્ટસઃ IAS અધિકારી માટે ભારતમાં ટોપ પોસ્ટ કેબિનેટ સેક્રેટરીની હોય છે.જે ભારતનું સર્વોચ્ચ પદ છે. જેના પર માત્ર એક IAS અધિકારની જ નિમણુક કરાઇ છે. સ્ટેટમાં પણ ટોપ પોસ્ટ ચીફ સેક્રટરીની હોય છે. આ પદ પર પણ એક IAS ઓફિસરની નિમણુક થાય છે. હોમ સેક્રેટરીના પદ પર પણ IAS ઓફિસરની જ નિમણુક કરાઇ છે. IPS તેમના રાજ્યના ડિરેક્ટર જનરલ પોલીસ બની શકે છે. IPS અધિકારી સીબીઆઇ, આઇબી, તથા રૉના ડાયરેક્ટર બની શકે છે. આ સાથે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરના પદ પર પણ IPSની નિમણુક થાય છે.