Breaking News

જાણો હવન દરમિયાન કેમ બોલવામાં આવે છે સ્વાહા,??જાણી લો એનું સચોટ કારણ….

આપણે આપણા જીવનમાં ઘણા બધા એવા કામ કરીએ છીએ, જેના વિષે અને તેના અર્થ વિષે આપણેને ખબર નથી હોતી. વાત કરીએ હિંદુ ધર્મની તો તેમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેનું મુહુર્ત કાઢવામાં આવે છે, તેની સાથે હવન કરવું પણ શુભ માનવામાં આવે છે. જયારે પણ કોઈ નવા કાર્યની શરુઆત કરો છો, તો પહેલા હવન કરવામાં આવે છે.

લગ્ન હોય કે પછી પૂજા વગેરે જેવા કોઈ પણ કાર્ય આવા પ્રકારના તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં હવનનું વિશેષ મહત્વ હોય છે અને તેને પણ જરૂરી માનવામાં આવે છે. તમે પણ હવન કર્યું હશે. હવન કરતી વખતે હવન સામગ્રીને આંગળીઓની મદદથી હવન કુંડમાં પ્રજ્વલિત કરવામાં આવે છે. હવન સમયે પંડિત મંત્રોચાર કરે છે અને સ્વાહા કરતા કરતા હવન સામગ્રીને અગ્નિમાં અર્પણ કરે છે.

હિંદુ ધર્મ માં કોઈ પણ શુભ કામ કરવા ની પહેલા યજ્ઞ કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ માં યજ્ઞ ના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે જે કામ માં દેવતા, હવનીય દ્રવ્ય, વેદમંત્ર, ઋત્વિક અને દક્ષિણા આ પાંચ નો સહયોગ હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ ના કારણે શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ, આત્મા શુદ્ધિ, આત્મ્લંબ વૃદ્ધી, અધ્યાત્મિક ઉન્નતી અને સ્વાસ્થ્યની રક્ષા થાય છે.

હવન દરમિયાન જયારે બલિદાન આપવામાં આવે છે ત્યારે એક શબ્દ વારંવાર બોલવામાં આવે છે તે છે સ્વાહા, પરંતુ શું તમે વિચાર્યું છે આ શબ્દ નો અર્થ શું થાય છે અને આને કેમ બોલવામાં આવે છે. સ્વાહા નો અર્થ થાય છે સાચી રીતે પહોંચાડવું. હવન દરમિયાન સ્વાહા બોલવાથી દેવતાઓ ને અગ્નિ વડે ભોગ આપવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ જ્યાં સુધી સફળ માનવામાં નથી આવતું જ્યાં સુંધી કે ભોગ નું ગ્રહણ દેવતા ન કરી લે, દેવતા આવા ભોગ ને ત્યારે સ્વીકાર કરે છે જયારે અગ્નિ દ્વારા સ્વાહા ના માધ્યમ થી અર્પણ કરવામાં આવે.

વાર્તાઓ ની અનુસાર સ્વાહા અગ્નિદેવ ની પત્ની છે. એવા માં સ્વાહા નું ઉચ્ચારણ કરી નિર્ધારિત હવન સામગ્રી નો ભોગ અગ્નિ ના માધ્યમ થી દેવતાઓ ને પહોંચાડે છે. બલિદાન આપતા સમયે તમારા સીધા હાથ ની વચ્ચે અને અનામિક આંગળીઓ પર સામગ્રી લેવી જોઈએ અને અંગુઠા નો સહારો લઈને મૃગી મુદ્રા થી એને અગ્નિ માં જ નાખવા જોઈએ. બલિદાન હંમેશા નમીને જ નાખું જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોઈપણ યજ્ઞ ત્યા સુધી સફળ નથી થતો જ્યા સુધી કે હવનનુ ગ્રહણ દેવતા કરી ન લે.  પણ દેવતા આવુ ગ્રહણ ત્યારે કરી શકે છે જ્યારે અગ્નિ દ્વારા સ્વાહાના માધ્યમથી અર્પણ કરવામાં આવે. પૌરાણિક કથાઓ મુજબ સ્વાહા દક્ષ પ્રજાપતિની પુત્રી હતી.  તેમનો વિવાહ અગ્નિદેવ સાથે કરવામાં આવ્યો હતો. અગ્નિદેવ પોતાની પત્ની સ્વાહા માધ્યમથી જ ભવિષ્ય ગ્રહણ કરે છે અને તેના માધ્યમથી આ હવિષ્ય આહવાન કરવામાં આવેલ દેવતાઓને પ્રાપ્ત થાય છે.

બીજી બાજુ પૌરાણિક કથા મુજબ અગ્નિદેવની પત્ની સ્વાહાના પાવક, પવમાન અને શુચિ નામના ત્રણ પુત્ર થયા.સ્વાહાની ઉત્પત્તિથી એક અન્ય રોચક કથા પણ જોડાયેલ છે. જેના મુજબ સ્વાહા પ્રકૃતિની એક કલા પણ હતી.જેનો વિવાહ અગ્નિ સાથે દેવતાઓના આગ્રહ પર સંપન્ન થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ પોતે સ્વાહાને એ વરદાન આપ્યુ હતુ કે ફક્ત તેના માધ્યમથી જ દેવતા હવિષ્યને ગ્રહણ કરી શકશે.  યજ્ઞીય પ્રયોજન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે આહ્વાન કરવામાં આવેલ દેવતાને તેમની પસંદગીનો ભોગ પહોંચાડવામાં આવે.

About Admin

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *