ભગવાનને પ્રસાદ ચઢાવ્યા વગર પુજા અધુરી છે. જે રીતે આપણે ખાવામાં કંઈક ખાસ ભોજન પસંદ આવે છે, તેવી જ રીતે પ્રસાદમાં દરેક દેવી-દેવતાને અલગ અલગ પ્રસાદ પસંદ છે.દરેક દેવતાની પૂજા કરવાની વિધિ અલગ છે. તેમની ઉપાસનામાં વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોગ વગરની ઉપાસના અધૂરી માનવામાં આવે છે. તેથી તેમને ખુશ કરવા માટે, પ્રિય ભોજન પીરસવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે કયા દેવી-દેવતાઓ કઈ વસ્તુ નો ભોગ લગાવીને કરી શકીએ છીએ પ્રસન્ન અને બની શકીએ તેમની કૃપા ને પાત્ર..
સૌથી પહેલા વાત કરીશું દેવો ના દેવ મહાદેવ ની જોઈએ તો શિવ જી ને માત્ર એક લોટો જળ થી પ્રસન્ન થઇ જાય છે પરંતુ શિવજી ને ભાંગ, ધતુરા નો ભોગ લગાવવામાં આવે છે. દૂધ, દહીં, ઘી, મધ વગેરે થી શિવલિંગ નો અભિષેક કરવા અને બિલ્લી પત્ર અર્પિત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.
પુરાણો મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ નીકળ્યું ત્યારે વિષના આ પ્રભાવથી બધાં દેવી-દેવતાઓ અને જીવ જંતુ વ્યાકુળ થવા લાગ્યાં. આ સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલિમાં લઈ પી લીધું. વિષના પ્રભાવથી પોતાના બચાવવા માટે શિવે વિષને કંઠમાં રાખી લીધું. જેથી શિવજીનો કંઠ ભૂરો થઈ ગયો અને શિવજી નીલકંઠ નામથી ઓળખાવા લાગ્યા. વિષના પ્રભાવથી શિવજીનું મસ્તિષ્ક ગરમ થઈ ગયું. ત્યારે દેવતાઓએ શિવજીના માથા પર જળ નાખ્યું જેથી માથાની ગરમી ઓછી થઈ. બીલીનાં પાંદડાં પણ ઠંડક આપે છે. તેથી શિવજીને બીલીપત્ર અર્પણ કરવામાં આવી. ત્યારથી શિવજીની પૂજા જળ અને બીલીપત્રથી કરાય છે. બીલીપત્ર અને જળથી શિવજીના માથામાં શીતળતા રહે છે અને તેમને શાંતિ મળે છે. આથી બીલીપત્ર અને જળથી પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય છે.
માં દુર્ગા સ્વયં શક્તિ છે, માં ને હલવો-ચણા નો ભોગ લગાવવા માં આવે છે. તેમના શિવાય ખીર, માલપુવા, પુરણપોળી, કેળા, મીઠાઈ પણ અર્પણ કરવામાં આવે છે. માતા ને નારિયળ ની ભેટ આપવામાં આવે છે. શક્તિ સ્વરૂપા માં ને સાચા હૃદય થી હલવા ચણા નો ભોગ લગાવવા થી તે પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે.
જગત ના પાલન કર્તા શ્રી હરિ વિષ્ણુ જી ને સુજી ના હલવા અને પંજરી (લોટ નો કંસાર) નો ભોગ લગાવવા માં આવે છે. વિષ્ણુ જી ના પંચામૃત પણ અર્પણ કરવામાં આવે છે. તુલસી વગર તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. એટલા માટે વિષ્ણુજી ને તુલસી અવશ્ય અર્પણ કરો. તેનાથી માતા લક્ષ્મી ની કૃપા પણ પ્રાપ્ત થાત છે અને કોઈ પણ પ્રકાર ની કમી રહેતી નથી.
વિષ્ણુ જી ના સંગીની લક્ષ્મી જી ધન ની દેવી છે. તેમને પ્રસન્ન કરવામાં માટે સફેદ અને પીળા રંગ ની મીઠાઈ અર્પણ કરવી જોઈએ. લક્ષ્મી જી ને કેસર ભાત પણ ચઢાવવા માં આવે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન-ધાન્ય ના આશીર્વાદ પ્રદાન કરે છે.ગણેશ જી ને મોદક નો ભોગ અતિપ્રિય છે એટલા માટે બપ્પા ને શુદ્ધ ઘી માંથી બનેલા મોદક અથવા મોતીચુર નો ભોગ લગાવવા માં આવે છે. ગણેશ જી બેસન, તલ વગેરે ના લડ્ડુ પણ અર્પણ કરવામાં આવે છે.
મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામ ને કેસર ભાત, ઘણાં ખીર નો ભોગ લગાવવા માં આવે છે. તેમના કલાકંદ, બર્ફી, ગુલાબ જામુન નો ભોગ પણ અર્પિત કરવામાં આવે છે. હનુમાનજી રામ ભક્ત છે તેમને કેસર ભાત, હલવો, પંચ મેવા, ગોળ થી બનેલા લાડુ, વગેરે નો ભોગ લગાવવામાં આવે છે.
ભગવાન કૃષ્ણ ના ભોગ ના વિશે તો બધાને ખબરજ છે તે બાળપણ થી માખણ અને મિશ્રી ચોરી કરીને ખાતા હતા, એટલા માટે માખણ મિશ્રી નો ભોગ લગાવવા માં આવે છે. લોગ પોતાની ક્ષમતાનુસાર તેમને 56 ભોગ અર્પિત કરવામાં આવે છે.જ્ઞાન ની દેવી માં સરસ્વતી સફેદ વસ્તુ નો ભોગ લગાવવા માં આવે છે. દૂધ, પંચામૃત, દહીં, માખણ, સફેદ તલ ના લાડુ વગેરે અર્પણ કરવામાં આવે છે. જેનાથી જ્ઞાન માં વૃદ્ધિ થાય છે.
માં કાળી ને હલવા પુરી અને મદિરા નો ભોગ લગાવવા માં આવે છે. તેમના સિવાય પાંચ રંગ ની મીઠાઈ નો ભોગ લગાવવા માં આવે છે. ભગવાન ભૈરવનાથ ને પણ મદિરા નો ભોગ લગાવવા માં આવે છે.શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓનુ પૂજન 5 વાર કરવુ જોઈએ. સવારે 5 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઈએ. જે ઘરમાં નિયમિત રૂપે પૂજા અને આરતી થાય છે ત્યા બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરોમાં ધન ધાન્યની કમી રહેતી નથી.