Breaking News

જાણો મહાભારત યુદ્ધ અને 18 અંક નું રહસ્ય,યુદ્ધ 18 દિવસ,ગીતા માં 18 અધ્યાય,પ્રમુખ સૂત્રધાર પણ 18,અને યુદ્ધ માં જીવિત બચ્યા પણ 18………

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, એવી માન્યતા છે. જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિન્દૂ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાનાકેન્દ્રમાં કુરુવશના બે ભાઈઓના પુત્રો – પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ ગીતા (ભગવાને ગાયેલું ગીત એવી માન્યતા ) કહે છે. મહર્ષિ વેદ વ્યાસના પ્રિય શિષ્ય વૈશપાયન દ્વારા જન્મેજ્યેન આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.

તમે બધા લોકો એ મહાભારત ના વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ વધારે કરીને લોકો મહાભારત ના યુદ્ધ થી જોડાયેલ ઘણા રહસ્ય ને નથી જાણતા? મહાભારત માં ઘણી ઘટના સંબંધ અને જ્ઞાન વિજ્ઞાન ના રહસ્ય છુપાયેલા છે મહાભારત નું દરેક પાત્ર જીવંત છે. મહાભારત માત્ર યોદ્ધાઓ ની કહાનીઓ સુધી સીમિત નથી, મહાભારત માં બહુ ન અદ્ધુત રહસ્ય છુપાયેલા છે, મહાભારત ની કહાની યુદ્ધ પછી જ પુરી નથી થઇ જતી, સાચી રીતે મહાભારત ની કહાની યુદ્ધ પછી જ આરંભ થાય છે આજ સુધી અશ્વત્થામા કેમ જીવિત છે? કેમ યદુવંશીઓ ના નાશ નો શ્રાપ આપવામાં આવ્યો અને કેમ ધર્મ ચાલી પડ્યો હતો? આ પ્રકારના મહાભારત માં બહુ બધા રહસ્ય છે જે હજુ સુધી ઉકેલાઈ નથી શક્યા.જો મહાભારતને વિશ્વનું પ્રથમ વિશ્વયુદ્ધ કહેવામાં આવે તો કોઈ નવાઈ ન થવી જોઈએ. આ વિશાળ યુદ્ધમાં વિશ્વની ઘણી સેનાઓ એ ભાગ લીધો હતો. સ્વયં કૃષ્ણ ભગવાનની આંખો સામે થયેલું આ ધર્મયુદ્ધ કોઈ રહસ્યથી ઓછું નથી.

મહાભારતમાં જે લખવામાં આવ્યું છે કે અહિયાં જે કાંઈ પણ લખ્યું છે, તે તમને દુનિયાના કોઈપણ પુસ્તકમાં લખેલું મળી જશે, પરંતુ અહિયાં જે કાંઈ નથી લખ્યું તે ક્યાય પણ નહિ મળે એટલે મહાભારતમાં સંપૂર્ણ ધર્મ, દર્શન, સમાજ, સંસ્કૃતિ, યુદ્ધ અને જ્ઞાન વિજ્ઞાનની વાતો રહેલી છે. એવું કાંઈ પણ નથી, જે મહાભારતમાં ન હોય.આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી મહાભારત ના યુદ્ધ થી જોડાયેલ એવા કેટલાક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે રહસ્ય ને કદાચ જ તમે જાણતા હશો?

આવો જાણીએ મહાભારત ના યુદ્ધ થી જોડાયેલ રહસ્યો ના વિશે..

એવું જણાવાય છે કે મહાભારત ના યુદ્ધ માં 18 સંખ્યા નું બહુ મહત્વ હતું, મહાભારત ની પુસ્તકો માં 18 અધ્યાય છે, કૃષ્ણ એ કુલ 18 દિવસ સુધી અર્જુન ને જ્ઞાન આપ્યું હતું, 18 દિવસ સુધી જ મહાભારત નું યુદ્ધ ચાલ્યું હતું, ગીતા માં પણ 18 અધ્યાય છે, આ યુદ્ધ ના પ્રમુખ સૂત્રધાર પણ 18 હતા, આ યુદ્ધ માં કુલ 18 યોદ્ધાઓ જ જીવિત બચ્યા હતા હવે અહીં પર આ સવાલ આવે છે કે બધું 18 ની સંખ્યા માં કેમ થતું ગયું હતું? શું આ એક સંયોગ હતો અથવા પછી તેમાં કોઈ રાજ છુપાયેલું છે.

મહાભારત નું યુદ્ધ જ્યારે નક્કી થઇ ગયું હતું તો બર્બરિક એ યુદ્ધ માં સંમિલિત થવાની ઈચ્છા જતાવી હતી અને માં ને હારેલા પક્ષ નો સાથ આપવાનું વચન આપ્યું હતું. બર્બરિક પોતાના વાદળી રંગ ના ઘોડા પર સવાર થઈને ત્રણ બાણ અને ધનુષ ની સાથે કુરુક્ષેત્ર ની રણભુમી માં પહોંચ્યો હતો. બર્બરીક માટે ત્રણ બાણ જ ઘણા હતા જેના બળ પર રે કૌરવ અને પાંડવો ની પુરી સેનાએ ને સમાપ્ત કરી શકતો હતો આ જાણીને ભગવાન શ્રીકૃષ્ણ એ બ્રાહ્મણ ના વેશ માં તેની સામે ઉપસ્થિત થઈને છળ પૂર્વક તેમનું માથું માંગી લીધું હતું. બર્બરિક એ શ્રી કૃષ્ણ થી પ્રાર્થના કરી હતી કે તે મહાભારત ના અંત સુધી યુદ્ધ દેખવા માંગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેની આ ઈચ્છા પુરી કરી હતી કૃષ્ણ જી એ તેનું માથું એવી જગ્યા એ રાખી દીધું જ્યાં થી તે મહાભારત નું યુદ્ધ દેખી શકે, બર્બરિક એ મહાભારત ના યુદ્ધ ને પૂરું દેખ્યું હતું. હવે વિચારવા વાળી વાત આ છે કે બર્બરિક પાંડવ ભીમ ના પુત્ર અને નાગકન્યા અહિલવતી ના પુત્ર હતા પરંતુ ક્યાંક-ક્યાંક પર મૂર દૈત્ય પુત્રી કામકંટકટા ના ત્યાંથી પણ તેમના જન્મ ની વાત કહેવામાં આવી હતી.

મહાભારત ના સમયે રાશિઓ નહોતી જ્યોતિષ 27 નક્ષત્રો પર આધારિત હતું, ના કે 12 રાશિઓ પર, નક્ષત્રો માં પહેલા સ્થાન પર રોહિણી હતું, ના કે અશ્વિની જે પ્રકારે સમય પસાર થતો ગયો તેમ તેમ વિભિન્ન સભ્યતાઓ માં જ્યોતિષ માં પ્રયોગ કર્યા અને ચંદ્રમા અને સૂર્ય ના આધાર પર રાશિઓ બનાવવામાં આવી ત્યારે જઈને લોકો નું ભવિષ્ય જણાવવાનું શરૂ કર્યું, મહાભારત માં આ પ્રકારની વિદ્યા નો ઉલ્લેખ નથી મળતો જેનાથી ખબર પડે કે ગ્રહ નક્ષત્ર વ્યક્તિ ના જીવન પર પ્રભાવ નાંખે છે.

શું હજુ સુધી અશ્વત્થામા જીવિત છે? આ વાત ને વિજ્ઞાન નથી માનતું કે કોઈ માણસ હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે વધારે થી વધારે 150 વર્ષ સુધી માણસ જીવિત રહી શકે છે એવી સ્થિતિ માં કેવી રીતે માનવામાં આવે કે અશ્વત્થામા હજુ પણ જીવિત છે.અર્જુનવિષા યોગ, સાંખ્ય યોગ, યોગ, જ્ઞાનકર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાનવિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યારાજગૃહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપદર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞવિભાગ યોગ, ગુણત્રયવિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુરસંપ્પદ યોગ, ક્ષત્રાયવિભાગ યોગ અને મોક્ષસન્યાસ યોગ. જાણતા હશો કે ગીતા મહાભારત ગ્રંથનો એક ભાગ છે.

ઋષિ વૈદવ્યાસએ મહાભારત ગ્રંથની રચના કરી જેમાં કુલ ૧૮ પર્વ છે. આડી પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, અશ્વમેઘીક પર્વ, મહાપ્રસ્થાનીક પર્વ, સૌપ્તિક પર્વ, શાંતિ પર્વ, અનુશાશન પર્વ, મૌસમ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સ્વર્ગારોહણ પર્વ અને આશ્રમ્વાસીક પર્વ. જાણતા હશો કે વૈદવ્યાસ એ ૧૮ પુરાણ પણ રચ્યા છે.

About Admin

Check Also

91 વર્ષની ડોસીએ મિત્રના યુવાન પુત્ર સાથે કર્યા લગ્ન, પછી હનીમૂન પર જે થયું તે કોઈ માની ન શકે..

જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે છે ત્યારે તેમની વચ્ચે ઉંમરમાં બહુ અંતર હોતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *