Breaking News

જાણો સૌ પ્રથમ કેમ ગણેશજીની થાય છે પૂજા અર્ચના? જાણો એના પાછળ નું રહસ્યમય કારણ….

આપણે ત્યાં દરેક માંગલિક કામ અને દેવી-દેવતાઓની પૂજા કરતાં પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કોઈપણ શુભકાર્ય કરતા પહેલા લોકો મોટાભાગે પૂજા પાઠ કરે છે. ઘરમાંથી બહાર જવાનુ હોય કે નવા ઘરમાં રહેવા જવાનુ હોય કે પછી કોઈ તહેવાર કેમ ન હોય.મોટાભાગના લોકો ભગવાનની પૂજા કરતા જ હોય છે.એટલે શ્રીગણેશને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા જે ભગવાનની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે તે ગણેશજી જ છે. કોઈપણ કામનો શુભારંભ કરતા પહેલા લોકો સૌ પહેલા શ્રીગણેશાય નમ: લખે છે. માન્યતા છે કે વિધ્નહર્તાને યાદ કરવાથી કાર્ય પૂર્ણ થાય છે.

ગણેશ બુદ્ધિના દેવતા છે. દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના, દૂરદર્શી નિર્ણય અને કુળશ નેતૃત્વની જરૂરિયાત હોય છે. જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે.આપણા ધાર્મિક ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે, પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલાં પૂજવામાં આવતાં દેવતા જ કહ્યા છે. ગણેશ ચતુર્થીમાં ગણેશજીની પૂજા દસ દિવસ સુધી થાય છે. આ વર્ષે 22 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવશે.

પ્રથમ ગણેશ પૂજા કેમ?

પાર્વતીના પુત્રની પૂજા અર્ચના કરવાથી ગણપતિજી તમામ કાર્યને સફળ રીતે પૂર્ણ કરી આપે છે. જે પણ કાર્ય કરતા પહેલા ગજાનનને પૂજવામાં આવે તે કાર્ય વિધ્નવગર પૂર્ણ થાય છે. ગણેશજીની પૂજા વિના માંગલિક કાર્યોમાં કોઇપણ દિશાથી કોઇપણ દેવી-દેવતાઓનું આગમન થતું નથી. એટલે દરેક માંગલિક કાર્યો અને પૂજા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.જ્યાં ગણેશજીની સ્થાપના હોય ત્યાંજ માંગલિક કાર્ય પૂ્ર્ણ થાય છે.

લિંગ પુરાણ પ્રમાણે વિઘ્નેશ્વર અને મહર્ષિ પાણિનિ પ્રમાણે ગણોના સ્વામી હોવાથી સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે.ગણેશ બુદ્ધિના દેવતા છે. દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના, દૂરદર્શી નિર્ણય અને કુળશ નેતૃત્વની જરૂરિયાત હોય છે. જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે.

પૌરાણિક કથા અનુસાર જ્યારે સતી માતાએ ભગવાન પાસે વરદાન માગ્યુ,શિવ મહાપુરાણની કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું અને ગણેશજીનું માથું કપાઇ ગયું ત્યારે દેવી પાર્વતીના કહેવાથી શિવજીએ ગણેશજીના શરીર ઉપર હાથીનું માથું લગાવી દીધું.જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે, આ સ્વરૂપમાં મારા પુત્રની પૂજા કોણ કરશે. ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે, બધા દેવી-દેવતાઓની પૂજા અને દરેક માંગલિક કામ પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવશે. તેમના વિના દરેક પૂજા અને કામ અધૂરા રહેશે. ત્યારથી ગણેશજીની પૂજા થાય છે.

લિંગ પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે રાક્ષસોના દુષ્ટકર્મમાં વિઘ્ન પેદા કરવા માટે વરદાન માંગ્યું. શિવજીએ વર આપીને દેવતાઓને સંતુષ્ટ કર્યાં. સમય આવતાં ગણેશજી પ્રકટ થયાં. દેવતાઓએ ગણેશજીની પૂજા કરી. ત્યારે ભગવાન શિવે ગણેશજીને દૈત્યોના કાર્યોમાં વિઘ્ન પેદા કરવાનો આદેશ આપ્યો. જેથી દરેક માંગલિક કાર્યો અને પૂજા-પાઠમાં નકારાત્મક શક્તિઓના વિઘ્નોથી બચવા માટે વિઘ્નેશ્વર ગણેશજીની પૂજા કરવામાં આવે છે.મહર્ષિ પાણિનિ પ્રમાણે દિશાઓના સ્વામી એટલે અષ્ટવસુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે. તેમના સ્વામી ગણેશજી છે. એટલે તેમને ગણપતિ કહેવામાં આવે છે. ગણેશજીની પૂજા વિના માંગલિક કાર્યોમાં કોઇપણ દિશાથી કોઇપણ દેવી-દેવતાઓનું આગમન થતું નથી. એટલે દરેક માંગલિક કાર્યો અને પૂજા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

બીજી કથા પ્રમાણે

એકવાર બધા દેવતાઓમાં આ વાતને લઈન વિવાદ થઈ ગયો કે છેવટે કયા ભગવાનની પૂજા સૌથી પહેલા કરવામાં આવે.  જેને લઈને વિવાદ ખૂબ આગળ વધતો ગયો. બધા દેવતા ખુદને સર્વશ્રેષ્ઠ બતાવી રહ્યા હતા. આ દરમિયાન નારદજી ત્યા પહોંચ્યા અને સમગ્ર સ્થિતિ સમજી. નારદજીએ બધા દેવતાઓને કહ્યુ કે જો આ મામલાનો ઉકેલ લાવવો છે તો તેમને શિવ ભગવાનની શરણમાં જવુ જોઈએ. શિવજી પાસે આવ્યા પછી શિવજીએ કહ્યુ કે તેઓ ટૂંક સમયમાં જ આ વિવાદને  હરિફાઈ દ્વારા ઉકેલશે.

ભગવાન શિવે  એક પ્રતિયોગિતાનું આયોજન કર્યુ. તેમા બધા દેવતાઓને આદેશ આપવામાં આવ્યો કે તે બધા પોતાના વાહનમાં સવાર થઈ જાય. આદેશ માન્યા પછી તેમણે બ્રહ્માંડનુ ચક્કર લગાવીને આવવા માટે કહ્યુ. શિવજીએ કહ્યુ, જે દેવતા બ્રહ્માંડનુ ચક્કર લગાવ્યા પછી સૌ પહેલા અહી પહોંચશે તેની જ આ હરીફાઈમાં જીત થશે અને આ જ દેવતાની આગળ સૌ પહેલા પૂજા થશે. બધા દેવતા આ હરિફાઈને જીતવાના ઈરાદાથી પોતાના વાહનમાં સવાર થયા અને બ્રહ્માંડનુ ચક્કર લગાવવા માટે નીકળી પડ્યા. આ દરમિયન ગણેશજી પોતાના વાહનમાં બેસ્યા નહી. તેઓ બ્રહ્માંડનુ ચક્કર લગાવવાને બદલે પોતાના માતા-પિતા મતલબ ભગવાન શિવજી અને માતા પાર્વતીની પરિક્રમા કરવા માંડ્યા. તેમને સાત વાર પરિક્રમા કરી અને હાથ જોડીને ઉભા રહી ગયા.

જ્યારે બધા દેવતા બ્રહ્માંડની પરિક્રમા લગાવીને પરત આવ્યા તો તેમને ગણેશજીને ત્યા જ ઉભેલા જોયા. ત્યારબાદ સમય આવ્યો પરિણામ જાહેર કરવાનો.  ભગવાન શિવજીએ તરત જ ગણેશજીને વિજેતા જાહેર કરી દીધા. જેના પર બધાએ કારણ પુછ્યુ. ભગવાન શિવજીએ કહ્યુ, ગણેશે બ્રહ્માંડમાં માતા પિતાને સૌથી ઊચુ સ્થાન આપ્યુ છે. માતા પિતાની પૂજા કરવી જ સર્વસ્વ છે.  ત્યારબાદથી જ ગણેશજીની પૂજા સૌથી પહેલા થવા માંડી.

About Admin

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *