Breaking News

જોઈલો આ છે મહાદેવનાં પરમ ભક્ત અજય દેવઘણ નો બંગલો”શિવ શક્તિ”અંદરની તસવીરો જોઈ મન મોહી જશે……..

બોલિવૂડને લગભગ 100 વર્ષ થયા છે અને આ વર્ષોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા પણ કેટલાકએ પોતાની ઓળખ બનાવી લીધી છે 90 ના દાયકામાં ઘણા સ્ટાર્સે એન્ટ્રી લીધી હતી. જેમાંથી ઘણાએ ફિલ્મોમાં દેખાવાનું છોડી દીધું છે પરંતુ કેટલાક સ્ટાર્સ તેમની ઉંમરની પણ પરવા કરતા નથી અને હજી પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમાંથી એક અજય દેવગન છે જેની નવી રીલિઝ થયેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે હૈ’ છે અને આમાં તે તબ્બુની સાથે જોવા મળશે તેમજ તેની ઉંમરથી લગભગ 20 વર્ષ નાની અભિનેત્રી રાકુલ પ્રીત સિંઘ પણ તેમાં જોવા મળી હતી. અજય દેવગન એક લોકપ્રિય હીરો છે. લંડનમાં અજય દેવગનનો એક લક્ઝુરિયસ બંગલો અને ખાનગી જેટના માલિક છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દેવગન ફેમેલીને લગભગ બધા જ ઓળખે છે. કેમ કે આજે પણ તેવો ફિલ્મ જગતમાં પોતાના નામને જાળવીને ઉભા છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કાજોલ અને અજય દેવગનનું ખુબ જ રસપ્રદ પ્રેમ કહાની વિશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો કાજોલ અને અજય દેવગનના લગ્નને 21 વર્ષ પૂર્ણ થયા છે. કાજોલ અને અજયને બે સંતાન છે પુત્રનું નામ યુગ અને પુત્રીનું નામ ન્યાસા છે. અજય અને કાજોલનો પુત્ર યુગ હજુ સ્કુલમાં અભ્યાસ કરે છે અને તેનું પુત્રી ન્યાસા હાલ સિંગાપોરમાં અભ્યાસ કરે છે. અજય દેવગનની છેલ્લી ફિલ્મ “તાન્હાજી” આવી હતી. જેમાં કાજોલ અને અજય બંને સાથે દેખાયા હતા. કાજોલ કપિલ શર્માના શો માં પહોંચી હતી અને ત્યારે તેણે પોતાના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો.

કપિલ શર્માએ કાજોલને સવાલ કરતા કહ્યું હતું કે, એ વાત સાચી છે કે, તમારા લગ્નમાં મીડિયાને ખોટું સરનામું આપ્યું હતું ? જવાબ આપતા કાજોલ જણાવે છે કે, અજય અને મારા લગ્નનું ખોટું સરનામું મીડિયાને એટલા માટે આવ્યું કે, જો મીડિયાને સરનામું આપવામાં ન આવે અથવા જાણ ન કરું તો પણ મારા લગ્નના સ્થળને મીડિયાના લોકો શોધી લે. માટે મારા લગ્નના સ્થળનું સરનામું ખોટું આપ્યું, જેના કારણે કોઈ લગ્નના સ્થળને શોધી ન શકે.

બોલિવૂડના સિંઘમ અજય 51 વર્ષના છે. તેનો જન્મદિવસ 2 એપ્રિલના રોજ હોય છે. અજય દેવગન અને કાજોલ ને બોલિવૂડના પાવર કપલ્સ કહેવામાં આવે છે. અજય અને કાજોલના લગ્ન 1999 માં થયા હતા. બંનેનો મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં બંગલો છે. તેમના ઘરનું નામ શિવ શક્તિ છે.

2 એપ્રિલ 1969 ના રોજ દિલ્હીમાં જન્મેલા અજય દેવગન 50 વર્ષના થઈ ગયા છે. તેમણે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1991 માં તેણે પ્રથમ વખત ફિલ્મોમાં કામ કર્યું અને આજે તેની એક ખાસ ઓળખ છે. છેલ્લા 28 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહેલા અજય દેવગને એક વિશેષ જીવનશૈલી બનાવી છે. તેમના જેવું જીવન દરેક લોકો જીવવાનું પસંદ કરે છે. અજય દેવગણનો મુંબઈમાં બંગલો છે અને આ ઉપરાંત લંડનમાં લગભગ 54 કરોડનો બંગલો છે. અજય પાસે હોકર 800 નામનું પોતાનું ખાનગી જેટ છે. ઇન્ટરનેટ પર મળતી માહિતી પ્રમાણે આ જેટની કિંમત લગભગ 84 કરોડ છે. અજયનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે અને હવે તે જે પણ ફિલ્મો કરે છે તેનું નિર્માણ કરવાનું કામ કરે છે. તેનું પ્રોડક્શન હાઉસ આશરે 100 કરોડનું છે. ચાલો તમને જણાવી દઈએ કે આ પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ હેલિકોપ્ટર ઇલા બનાવી છે.

અજય કાજોલનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી. તેના ઘરની દિવાલો સફેદ છે, જ્યારે લાકડાનું કામ અદભૂત રીતે કરવામાં આવ્યું છે. અજયની પુત્રી હાલમાં વિદેશમાં અભ્યાસ કરે છે. અજય કાજોલ અને પુત્ર યુગ સાથે ઘરમાં રહે છે.

કાજોલ હંમેશાં તેના ઘરનાં ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. કાજોલે તેના ઘરને ખૂબ જ સુંદર રીતે સજ્જ કર્યું છે.દિવાળી નિમિત્તે અજય કાજોલ તેના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. તેનો ફેમિલી ફોટો પણ દર વર્ષે દિવાળી પર આવે છે .કાજોલના ઘરે ખૂબ જ સુંદર લાકડાની સીડી બનાવવામાં આવી છે. આ સીડી તેમના ઘરને મહેલ જેવું બનાવે છે.

કાજોલે તેના ઘરની સજાવટની કાળજી લીધી છે. ઘરમાં સુંદર રીતે કરવામાં આવેલ લાકડાનું કામ આકર્ષક લાગે છે.કાજોલના ઘરના ફર્નિચરનો રંગ સફેદ છે. સફેદ રંગનું ફર્નિચર અને હળવા રંગના પડદા તેમના ઘરને ભવ્ય દેખાવ આપે છે.કાજોલ અને અજયના ઘરે એક મોટો પૂજા ખંડ છે. પૂજાના ઘરમાં ગણપતિની પ્રતિમા છે.

અજય દેવગન અને કાજોલ બોલિવૂડના કપલ્સ છે જે એકદમ અલગ રીતે પ્રેમમાં પડી ગયા છે. બંને લગભગ 25 વર્ષથી બોલિવૂડ પર રાજ કરે છે. કાજોલ પણ બોલિવૂડમાં એમજ સફળ થઇ નથી. કાજોલે ફિલ્મોમાં ધીમે ધીમે એક સ્થાન બનાવ્યું છે અને સફળતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે.ભલે ફિલ્મોમાં સિંઘમનો એક્શન અને ગુસ્સો અવતાર હોય. પરંતુ વ્યક્તિગત જીવનમાં, તે ખૂબ જ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. અજય માટે તેમના પરિવારની પહેલી પ્રાથમિકતા છે.

અજય તેની પુત્રી ન્યાસાની ખૂબ નજીક છે. લગ્ન પછી, તેણે તેની કારકિર્દી કરતાં વ્યક્તિગત જીવનને વધુ પ્રાધાન્ય આપ્યું. કાજોલ એક કડક માતા છે અને જ્યારે પણ તે બાળકોને ફટકારે છે ત્યારે અજય ગુસ્સે થઈ જાય છે. જો કાજોલ નું માંવું છે કે તેને થોડું કડક રહેવું પડે છે, કારણ કે મોટાભાગે તે બાળકો સાથે ઘરે હોય છે.

અજય દેવગન એક પારિવારિક માણસ છે, તેના વિશે કોઈ શક નથી. ફિલ્મોની સાથે સાથે તે તેના પરિવાર પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે, પરંતુ બાળકોને સંપૂર્ણ ધ્યાન આપવાની જવાબદારી કાજોલ પર છે. આ જ કારણ છે કે કાજોલે બાળકોને કારણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

કાજોલ હવે ઓછી ફિલ્મો કરે છે. મોટાભાગનો સમય તે પરિવાર સાથે વિતાવવા માંગે છે. તેણે જે રીતે તેના ઘરને સજ્જ કર્યું છે તે બતાવે છે કે તે તેના ઘરની ખૂબ કાળજી લે છે.કાજોલે તેના ઘરના વોર્ડરોબ પર પણ સારું કામ કર્યું છે. તેમના ઘરના વોર્ડરોબ પણ સુંદરતામાં ઉમેરો કરે છે.

અજય દેવગન પાસે 2.8 કરોડની માસેરાટી ક્વાટ્રોપોર્ટે જીટી છે. આમાં અજયે તેની આરામ પ્રમાણે કેટલાક ફેરફાર કર્યા છે. કહેવાય છે કે આ કાર ખરીદનાર અજય દેવગન પહેલા ભારતીય છે. 2006 માં જ્યારે આ કાર ભારત આવી ત્યારે તે અંબાણી, સૌથી ધનિક વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી હતી પરંતુ અજય દેવગને તે તેમની પાસેથી ખરીદી હતી.

અજય પાસે ઘણી લક્ઝરી કારનો સંગ્રહ છે આ કારોની કિંમત 2.7 કરોડ છે. જેમાંથી તેની પાસે મર્સિડીઝ બેંચ એસ વર્ગ (રૂ. 1.4 કરોડ), બીએમડબ્લ્યુ ઝેડ 4 (98 લાખ રૂપિયા), મર્સિડીઝજીએલ વર્ગ (રૂપિયા 97 લાખ), મીની કૂપર એસ (40 લાખ રૂપિયા), ઓડી ક્યૂ 7 (80 લાખ રૂપિયા) કારો શામેલ છે થોડા દિવસો પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યું હતું કે તેની પત્ની કાજોલ ખૂબ કંજુસ છે અને અજય ઘરે સૌથી વધુ ખર્ચ કરે છે. અજય લગભગ 3 દાયકાથી ઉદ્યોગમાં છે અને તેની સંપત્તિ 260 કરોડ રૂપિયા છે.

અજય દેવગને તેની ફિલ્મી કારકીર્દિમાં ઇતિહાસની સફળ ફિલ્મો, ઇશ્ક, વિજયપથ, જાન, ગોલમાલ સિરીઝ, સિંઘમ, પ્યાર તો હોના થા, સુહાગ, દિલવાલે, ઓલ ધ બેસ્ટ, સન ઓફ સરદાર, સિંઘમ -2,જમીન, હમ દિલ દે ચૂકેએ સનમ અને ટોટલ ધમાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *