મિત્રો કાળસર્પ દોષ ને કારણે ભલભલા લોકોની દશા જોવા જેવી થઈ ચૂકી હતી ઘણાં લોકો ની સ્થિતિ આ દોષને કારણે કરોડ માંથી રોડ પર થઈ ગઈ છે આજે અમે તમને આ દોષથી મુક્તિ મેળવવા માટે નો એક ખાસ ઉપાય જણાવીશું તો આવો જાણીએ તેના વિશે વિગતે.જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે.તો એ જાતક કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય છે.આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે.આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે.તેઓની સ્થિતિ દિવસે ને દિવસે ખુબજ ખરાબ થતી જાય છે ત્યારે આવા લોકો ને આ સ્થિતિ બચાવવા માટે એક ખાસ ઉપાય છે જેના વિશે આજે આપણે વાત કરીશું તો આવો જાણી લઈએ તેના વિશે વિગતે.
આ દોષ લાગતા ની સાથે વ્યક્તિ નું જીવન તો જાણે રિવર્સ ગિયર માં થઈ ગયું હોય તેમ લાગે છે જોતજોતામાંતો આ લોકોનું જીવન પેહલાં જેવું હતું તેવું થવા લાગે છે અમે પછી તો પરિસ્થિતિ વધારે નબળી થઈ જાય છે.કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે.ઉપરાંત તે જે પણ કામ હાથમાં લે છે તેમાં પણ તેને નિષ્ફળતા જ હાથ લાગે છે. તેમના સ્વભાવમાં પણ ચિંતા, ઉદાસી અને હીનભાવના જોવા મળે છે.જો કે આ દોષને નિવારવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ સમય છે.શ્રાવણ માસની પંચમીના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેમના જીવનની સમસ્યાઓનો અંત થઈ જાય છે.
મિત્રો જો તમારા ઘરમાં સર્પ દોષ ને કારણે પૈસા અને નકારાત્મક ને લઈને કોઈ વાંધો ઉભો થતો હોય ત્યારે તમારે આખાસ ઉપાય કરવો જોઈએ આ માટે તમારે ખાસ કરીને અહીં જે ઉપાય બતાવ્યો છે1તેને ધ્યાનપૂર્વક કરવાનો છે.નાગ-પંચમીના દિવસે કોઈપણ શિવમંદિરમાં અથવા તો નાગ દેવતાના મંદિરમાં નાગ-નાગણની જોડી ચડાવવી જોઈએ.આ જોડી ચાંદીની હોય તો ઉત્તમ છે નહીં તો તમે પંચધાતુ, ત્રાંબા અથવા અષ્ટ ધાતુની પણ બનાવડાવી શકો છો.આવું કરવાથી તમારું દરેક દુઃખ જે આ દોષ ને કારણે આવે છે તે દૂર થઈ જશે અને સાથે સાથે અન્ય અનેક લાભો પણ તમને થતા રેહશે.
મિત્રો અન્ય પણ ઉપાય છે જે તમને આ દોષ માંથી છુટકારો આપી શકે છે તો આવો જાણીએ તેના વિશે.નાગપાંચમના દિવસે શિવમંદિરમાં 1 માળા શિવ ગાયત્રીના મંત્રનો જાપ કરવો.આ મંત્ર આ મુજબ છે, “ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ તન્નોરૂદ્ર પ્રચોદયાત્”શ્રાવણ માસના સોમવારે પણ આ ઉપાય કરી શકાય છે.સોમવારે ચંદનની અગરબત્તી અને ઘીનો દીવો શંકર મંદિરમાં પ્રગટાવવો અને શિવજીને દોષમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી.આ સાથે તમારું દુઃખ દૂર થઈ જશે માટે આ ઉપાય ત્યારે પણ તમે કરી શકો છો.