તમે બધાએ અત્યાર સુધી ગ્રીન ટી અથવા સાદી ચા પીધી જ હશે પરંતુ આજે અમે તમને કેળાની ચા વિશે જણાવીશું.કેળાની ચા પીવાના ઘણા ફાયદાઓ છે. ચાની શોધ ભલે ચીનમાં થઈ હોય, પણ ચાના ચાહકો જેટલા ભારતમાં છે, તેટલા આખા વિશ્વમાં ય નહિ હોય. કોઈને દૂધની મસાલા ચા ગમે છે, તો કોઈને આદુની કોઈને ઈલાયચીવાળી ચા ગમે છે, તો કોઈને બ્લેક ટી. પરંતુ શું તમે ક્યારેય કેળાની ચા પીધી છે ખરી? જો નહિ પીધી, તો આજથી જ પીવાનું શરૂ કરી દો આ ચા.
કારણ કે તે તમારી ઉંમર વધારવામાં મદદ કરશે.કેળાની ચા માત્ર વજન ઘટાડવાનું જ નહીં, પણ બળતરા અને હ્રદયરોગનું જોખમ પણ ઘટાડે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે આ ચા ગ્રીન ટી ની જેમ ઘણા ફાયદાઓ આપે છે. હવે આજે અમે તમને કેળાની ચા કેવી રીતે બનાવવી અને તેને પીવાના જબરદસ્ત ફાયદાઓ જણાવીશું.
તમે તેને બે રીતે બનાવી શકો છો, પ્રથમ વાસણમાં 2-3 કપ પાણી ઉકાળો. હવે એક પાકેલા કેળાની છાલ કાઢો અને કેળાને ઉકળતા પાણીમાં નાંખો અને તેને ધીમા તાપે 5-10 મિનિટ માટે પકાવો. હવે તે પછી તજ અથવા મધ નાખીને પીવો.બીજી રીત, આના માટે એક પૈનમાં 1 એક કપ પાણી ઉકાળો. ત્યારબાદ કેળા ધોઈ લો અને તેની છાલ સાથે જ પાણીમાં 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળવા મુકો. ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં તજ અથવા મધ નાખો.
ફાયદાઓ, કેળાની ચા ખરેખર ચયાપચનને પ્રોત્સાહન આપે છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેને પીધા પછી ભૂખ પણ ઓછી લાગે છે.આ ચા હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે, તે રક્ત વાહિનીઓ અને ધમનીઓ પરનું દબાણ ઘટાડીને હૃદયની બિમારીઓનું જોખમ પણ ઘટાડે છે.સેરોટોનિન, ડોપામાઇન અને ટ્રિપ્ટોફનથી ભરપૂર આ ચા ઊંઘ માટે સારી છે. જો તમે રોજ 1 કપ કેળાની ચા પીતા હોવ તો તમને સારી ઊંઘ આવશે.
દરરોજ 1 કપ આ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેથી તમે શરદી-ખાંસી, બેક્ટેરિયાના ઉપદ્રવ તેમજ અન્ય રોગોથી દૂર રહી શકો છો.માણસમાં તણાવ વધુ હોવાને કારણે નર્વસ સિસ્ટમમાં તકલીફ થાય છે. કેળાવાળી ચા કોઈ પણ પ્રકારની તકલીફને તરત દૂર કરી દે છે. કેમ કે, કેળાની ચા સીધી જ તમારી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. જો તમને શુગરની તકલીફ છે, તો તમારે તેને બેલેન્સ રાખવા માટે રોજ કેળાની ચા પીવી જોઈએ.કેળાની ચા હોર્મોનનું સ્તર સંતુલિત કરવામાં અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે જેનથી ડિપ્રેસન રહેતું નથી.
ઉંમરની સાથે બીમારીઓ પણ કરશે દૂર, કેળાની ચા તમારી ઉંમર વધારવાની સાથે સાથે તમારી ઊંઘની તકલીફને પણ દૂર કરી દેશે. રોજ તેનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવવાની શરૂ થઈ જશે. જો તમને જૂના કબજિયાતની તકલીફ છો, તો તે પણ ચાના સેવનથી દૂર કરી શકાય છે. પેટની ગમે તેવી તકલીફ આ એક પ્રકારની ચાથી ચપટીમાં દૂર થઈ જશે.
જે લોકો નિયમિતપણે ચા પીતા હોય છે તેના મગજના દરેક ભાગ ચા ન પીનારા લોકો કરતા વધારે વ્યવસ્થિત હોય છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. મગજના દરેક ભાગનું વ્યવસ્થિત રહેવું સ્વસ્થ સંજ્ઞાનાત્મક ક્રિયા સાથે જોડાયેલ છે. આ પરિણામો સુધી પહોંચવા માટે, અભ્યાસમાં 36 વૃદ્ધ લોકોના ન્યુરોઇમેજિંગ ડેટાની શોધ કરવામાં આવી હતી.
નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (એનયુએસ) ના સહાયક પ્રોફેસર અને ટીમ લીડર ફેંગ લેઇએ જણાવ્યું હતું કે, અમારા પરિણામો પ્રથમ વખત મગજના બંધારણ પર ચા પીવાથી સકારાત્મક યોગદાનની પ્રથમ વખત પૃષ્ટી થઇ અને તે દર્શાવે છે કે, નિયમિત રીતે ચા પીવાથી મગજના તંત્રમાં ઉંમરના કારણે આવનારી પડતીથી બચાવી શકે છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે અગાઉના અધ્યયનોએ બતાવ્યું છે કે ચા પીવાનું માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેના હકારાત્મક પ્રભાવોમાં મૂડમાં સુધારો અને હૃદય અને રોગ સંબંધી બિમારીથી રોકવા શામેલ છે.આ અભ્યાસ 2015 થી 2018 ની વચ્ચે 60 વર્ષ અને તેથી વધુ વયના 36 વૃદ્ધ લોકો પર કરવામાં આવ્યો હતો જેમાં તેમના આરોગ્ય, જીવનશૈલી અને માનસિક આરોગ્ય વિશેના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા.