ગજાનન ગણપતિ છે પ્રથમ પૂજનીય. કહેવાય છે કે જો શ્રી ગણેશને સાચા હૃદયથી ભજવામાં આવે તો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં કષ્ટોની મુક્તિ માટે વિધ્નહર્તાના બે અલગ અલગ ધામના દર્શન કરીશું, ત્યારે દક્ષિણ ભારતના ચિત્તૂરમાં આવેલુ વિઘ્નહર્તા ગણેશનું મંદિર ભક્તો માટે અનોખુ છે. આંધ પ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ચિત્તૂર જિલ્લાનું કનીપક્કમ મંદિર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તો રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલુ છે કર્ણાટકના કુરુડુમાલે ગણેશ મંદિર. તો આવો આપણે પણ કરીએ શ્રી ગણેશના દર્શન.
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજી ની સૌથી પ્રથમ પૂજા કરવામાં આવે છે. દરેક દેવતાઓ માં ભાગવાન ગણેશજી ને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે અને એની મહિમા પણ અપરંપાર છે, ભારત દેશમાં ભગવાન ગણેશજી ની ઘણી અદ્ભુત અને ચમત્કારિક મૂર્તિઓ સ્થાપિત છે, પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવાના છીએ,એ મંદિર માં ભગવાન ગણેશજી ની મૂર્તિ નો આકાર દરરોજ વધતો જઈ રહ્યો છે, તમને એ વાત સાંભળી ને થોડું અજીબ જરૂર લાગી રહ્યું હશે, પરંતુ આ હકીકત છે.
કર્ણાટકમાં આવેલા કુરૂડુમાલેમાં આવેલુ પ્રાચીન ગણેશ મંદિર પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. રામાયણ કાળ અને મહાભારતકાળ સાથે જોડાયેલા આ મંદિરે આજના સમયે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કેહવાય છે આ મંદિર વિજયનગર રાજાઓના કાળમાં બન્યુ છે. આ મંદિરમાં સ્થિત ભગવાન ગણેશની પ્રતિમા 14 ફૂટ ઉંચી છે.જે વર્ષોથી અક જ સ્થાન પર સ્થિત છે દંતકથા અનુસાર, આ મંદિરમાં શ્રી ગણેશની પ્રતિમા સ્વયં ત્રીદેવે સ્થાપિત કરી હતી. સૃષ્ટિના નિર્માતા બ્રમ્હાજી, સંસારના સંચાલક શ્રી હરિ વિષ્ણુ અને બ્રમ્હાંડનો સંહાર કરનાર દેવોના દેવ મહાદેવે આ સ્થળે ગણપતિની આ મનોરમ્ય પ્રતિમા સ્થાપી ભગવાન ગણેશની પૂજા પણ કરી હતી. ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.
આ મંદિર ખુબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર ને કનીપક્કમ ગણપતિ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર આખી દુનિયામાં એમના અદ્ભુત ચમત્કાર માટે ખુબ જ પ્રસિદ્ધ છે. કનીપક્કમ ગણપતિ મંદિર માં દરરોજ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ અહી દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે જે શ્રદ્ધાળુ એમની સાચી ભક્તિ થી ભગવાન ગણપતિ ના દર્શન કરવા આવે છે, એની દરેક મનોકામના પૂરી થાય છે.
આ મંદિરમાં બિરાજિત ભગવાન શ્રી ગણેશજી ની મૂર્તિ ખુબ જ સુંદર અને અદ્ભુત છે, ભગવાન ગણેશ જીના આશીર્વાદ લેવા માટે અહી આખું વર્ષ ભક્તો ની ભીડ રહે છે. દુર દુરથી લાખો ની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ગણેશોત્સવ અને બુધવારના દિવસે અહી ખુબ જ ભીડ હોય છે. અહી પર આવતા શ્રદ્ધાળુઓ નું કહેવું છે કે આ મંદિર માં જે પણ મનોકામના માંગવામાં આવે છે એન ભગવાન ગણેશજી જરૂર પૂરી કરે છે.
આ મંદિરની પાછળ પણ એક કહાની પ્રચલિત છે, એવું બતાવામાં આવે છે કે આ મંદિર નું નિર્માણ ચોલ રાજાઓ એ કરાવ્યું હતું, પ્રચલિત કથા અનુસાર એવું બતાવવામાં આવ્યું છે કે અહી ત્રણ ભાઈ રહેતા હતા, જેમાંથી એક ભાઈ આંધળો હતો, બીજો ભાઈ મૂંગો હતો અને ત્રીજો ભાઈ સાંભળી શકતો ન હતી, આ ત્રણેય અહી ખેતી કરીને એમની આજીવિકા ચલાવતા હતા.
એક દિવસ એને ખેતર માં કુવો ખોદવાની જરૂરત પડી, કુવો ખોદતા સમયે એની કુહાડી એક પત્થર સાથે ટકરાય ગઈ, જયારે લોકો એ તે પથ્થર ને ખસેડ્યો તો ત્યાં લોહી ની ધારા નીકળવા લાગી, એ પછી અહી એક મૂર્તિ નજર આવી. જયારે ત્રણેય ભાઈઓ એ મૂર્તિના દર્શન કર્યા તો ત્રણેય ની શારીરિક કમજોરી દુર થઇ ગઈ. આ ચમત્કાર ને જાણીને પછી જયારે એની સુચના ગામ ના લોકો ને મળી તો તે દરેક ખેતર તરફ ગયા અને ત્યાં પહોચી ને ભગવાન ના આ અદ્ભુત મૂર્તિના દર્શન કર્યા. પછી ૧૧ મી સદી ના ચોલ રાજા કુલોત્તુંગ ચોલ પ્રથમે કનીપક્કમ ગણપતિ મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરી હતી.
જયારે આ મંદિરની સ્થાપના થઇ ગઈ તો અહી પર ભારે સંખ્યા માં લોકોનું આવવાનું શરૂ થઇ ગયું, એવું કહેવામાં આવે છે કે અહી પર રહેલી ભગવાન ગણપતિ ની મૂર્તિ નો આકાર દરરોજ વધતો રહે છે. એ વાતનું પ્રમાણ એનું પેટ અને ઘુટણ છે, જે મોટો આકાર લઇ રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે વિનાયક ના એક ભક્ત એ એને એક કવચ ભેટ કર્યું હતું પરંતુ પ્રતિમા નો આકાર વધવાના કારણે એને પહેરાવવું કઠીન છે.