શતાવરી એ એક ચમત્કારી ઔષધિ છે જેનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે આયુર્વેદમાં થાય છે. સામાન્ય રીતે તેના પાવડરનો ઉપયોગ થાય છે, પરંતુ આ આખી ઔષધિનો ખૂબ ઉપયોગ થાય છે. તે શતાવરી તરીકે ઓળખાય છે. સંસ્કૃત જેવી અન્ય ભાષાઓમાં, તે શતમૂલી અને અંગ્રેજીમાં એસ્પેરેગસ તરીકે પણ ઓળખાય છે.આપણે ત્યાં શતાવરી લગભગ બધે જ થાય છે. તેના છોડને ખોદીને જોઈએ તો તેને આશરે સો જેટલા નાનાં નાનાં મૂળ હોય છે.
આયુર્વેદમાં એટલે તેને શતમૂલી પણ કહે છે. શતાવરી પિત્ત અને ગરમીના રોગોનું અનુપમ ઔષધ છે. તે તમારી ડાયાબીટીસ, મોટાપો કે માઈગ્રેનની તકલીફોમાંથી પણ રાહત આપે છે .શતાવરી હિમાલયમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરી વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ લો કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ આ ઔષધિ સ્કિનમાં પણ નિખાર લાવે છે અને ઉંમરને ચહેરા પર હાવી થતા અટકાવે છે. જાણો, શતાવરીના ફાયદાઓ વિશે…
શતાવરીથી થતા ફાયદા.
અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યાનુસાર શતાવરીમાં ઉચ્ચ કોટિનું એન્ટી ઓક્સિડન્ટ ગ્લૂટાથાયોન હાજર રહેલું હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં હાજર રહેલા હિસ્ટોન નામની પ્રોટીન કોશિકાના વિકાસ અને વિભાજનની પ્રક્રિયાને સંતુલિત કરે છે અને કેન્સરના નિદાનમાં પણ સારૂ યોગદાન આપે છે.લીલી શતાવરીમાં ભારી માત્રામાં ‘વિટામિન એ’ હાજર રહેલું હોય છે. આ શતાવરી આંખોની રોશની વધારવામાં ખૂબ મદદ કરે છે. જેમાં મળતું પોટેશિયમ કિડનીને સારી રાખે છે. શતાવરીમાં હાજર રહેલા મિનરલ્સ પ્રતિરક્ષા તંત્રને મજબૂત બનાવે છે. જેથી તમામ રોગ સામે લડવાની ક્ષમતા મળે છે.
શતાવરીમાં ભારે માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વ હોય છે. જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીઝ અને હ્રદય સંબંધીત રોગના બચાવમાં મદદ મળે છે. શતાવરીમાં હાજર રહેલા વિટામિન બી શરીરમાં બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.શતાવરીનો રસ, અરડૂસીનો રસ અને સાકરને બરાબર ભેળવી ચાટવાથી ઉધરસ માં રાહત મળે છે. અથવા આ ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પણ ઉધરસ જડમૂળથી નાશ પામે છે. સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો સતાવરીનું સેવન કરવાથી ફાયદો થાઈ છે.
શતાવરી તે લોકો માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે, જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે.શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે.શતાવરીના વિશેષ ગુણધર્મો હોવાને કારણે તેનો ઉપયોગ હૃદયની તંદુરસ્તીમાં પણ થઈ શકે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, શતાવરીની અંદર હાજર બાયોએક્ટિવ ગુણધર્મો હૃદય રોગ સામે લડવાનું કામ કરી શકે છે.
શતાવરીના ઉપયોગથી સ્કિન ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.વાળ અને ત્વચાની સુંદરતાનું રહસ્ય શતાવરીના ગુણધર્મોમાં રહેલું છે. શતાવરીમાં હાજર પોષક તત્વો વાળના વિકાસમાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિક અધ્યયન મુજબ ઝીંક, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ વાળના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે અને આ તત્વો શતાવરીમાં જોવા મળે છે.શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.માઇગ્રેનમાં શતાવરી ખૂબ લાભદાયી ઔષધિ છે. માઇગ્રેનમાં શતાવરીનો ઉપયોગ કરવા માટે ખાંડીને તેનો રસ કાઢી લો. હવે તેના રસ જેટલો જ તેલ મેળવીને માથા પર માલિશ કરો. જેથી માઇગ્રેનમાં ખૂબ આરામ મળશે. આ ઉપરાંત ત્રણ દિવસ સવાર-સાંજ શતાવરી ચૂર્ણ 5 ગ્રામથી 10 ગ્રામ જેટલા ઘીમાં મેળવીને ચાટવાથી તેમજ નવશેકા દૂધમાં મેળવીને પીવાથી પ્રદર રોગથી છુટકારો મળે છે.
જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે.જો તમે અનિંદ્રાનો શિકાર છુઓ તો શતાવરીનું સેવન તમારી ખૂબ મદદ કરી શકે છે. ક્યારેક ક્યારેક તણાવના કારણે પણ નીંદર નથી આવતી. આથી શતાવરીના પાંચથી દસ ગ્રામ ચૂરણને 10-15 ગ્રામ ઘી તથા દૂધમાં નાખીને ખાવાથી સારી નીંદર આવશે.શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે. એવામાં તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.
કેટલીક સાવધાનીઓ રાખો.
શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ.પોટેશિયમની માત્રા શતાવરીની અંદર મળી આવે છે અને જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોટેશિયમની માત્રા વધારે હોઈ શકે છે અને પોટેશિયમની માત્રામાં વધારો હાઈપરકલેમિયાનું કારણ બની શકે છે. તેનાથી શ્વાસ લેવામાં અને હાર્ટબર્નમાં પણ મુશ્કેલી આવી શકે છે.શતાવરીને ડાયરેક્ટ સ્કિન પર લગાવવાથી એલર્જીની સમસ્યા ઉદ્દભવી શકે છે.
જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.શતાવરીની અંદર રહેલા પોષક તત્વોમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. લોહીમાં કેલ્શિયમની વધુ માત્રા હાયપરક્લેસીમિયાનું કારણ બની શકે છે, જે ઉલટી, થાક તેમજ મગજમાં પ્રતિકૂળ અસરોનું કારણ બની શકે છે. કાર્બોહાઈડ્રેટનો જથ્થો શતાવરીની અંદર જોવા મળે છે અને જો શતાવરીનો વધુ પડતો વપરાશ કરવામાં આવે તો, તે સ્થૂળતાનું કારણ બની શકે છે, અને શતાવરીનું નુકસાન તમને અગવડતા લાવી શકે છે.