આજની સ્ત્રીઓ માટે મોટો સવાલ ઘર ની સાફ સફાઈ છે. દિવસ દરમિયાન વપરાશ કર્યા પછી ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી વસ્તુઓ પર ગંદા ડાઘ પડી જતાં હોય છે તથા તેને સાફ કરવા લોકો દરરોજ પરેશાન રહેતા હોય છે. આજે આપણે આવા જ પરેશાન જનક સમસ્યા ને દૂર કરવા માટેનો આસાન ઘરેલુ નુસખો જાણીશું. જેના માટે માત્ર એક જ વસ્તુ વપરાય છે. જે તમારા ઘરની વિવિધ જગ્યાએ આવેલી પીળી પડી ગયેલી માર્બલ, ફર્શ ટાઈલ્સ કે બાથરૂમ વચ્ચેના સાંધામાં ડાઘા થઈ ગયા છે, તો આ પાવડર થી તે સાફ કરી શકાય છે.
તો ચાલો જાણીએ આ પ્રોડક્ટ બનાવવાની આસાન અને ઘરેલુ રીત. આ માટે સૌ પ્રથમ તો તમારે એક નાના પ્લાસ્ટિકના કપ માં તમારી આવશ્યકતા પ્રમાણે ખાવાના સોડા ઉમેરવાના છે. હવે આ સોડા માં હાઇડ્રોજન પ્રોકસાઈડ સોલ્યુશન ઉમેરવાનું રહેશે. જે તમને મેડીકલ સ્ટોર માથી સરળતાથી પ્રાપ્ત થઈ જશે. જેની કિંમત માત્રને માત્ર ૨૦ થી ૨૫ રૂપિયા છે. પણ હા તમારે આનું પ્રવાહી સ્વરૂપ નથી બનાવવું ફક્ત ઘટ પેસ્ટ બનાવવાની છે. આ હાઈડ્રોજન પ્રોકસાઈડ ખરાબ ડાઘા પર બ્લીચ જેવું કામ કરશે.
તો હવે તમારી ઘરેલુ પેસ્ટ તૈયાર છે, હવે આ પેસ્ટને તમારા ઘરના ખરાબ એવા સ્ટાઈલસના ટુકડા ઉપર લગાવો અને તેને 15-20 મિનિટ માટે ત્યાં રહેવા દો. આને ઘસવાની કોઈ આવશ્યકતા નથી. અને જો તમે માત્રને માત્ર ટાઇલ્સ ના જોઇન્ટ માટેજ ઉપયોગ કરવાના હોય તો ઘસી શકો છે પણ જો તમારે આખી ટાઇલ્સ માટે આ સોલ્યુશનનો ઉપયોગ કરવો હોય તો આ સોલ્યુશન માં સાબુ જેવું કાંઈ પણ સરળતાથી એડ કરી શકો છો.
જો તમારા ઘરની બાથરૂમની સ્ટાઈલ વધારે પ્રમાણ માં ખરાબ અને પીળી પડી ગઈ હોય તો આ પેસ્ટને તમે 20-25 મિનીટ કે વધુ સમય સુધી પણ ઘસી શકો છો. પછી તેને તમારે એક સારા સુતરાઉ ના કપડાથી સાફ કરી નાખવાનું રહેશે. જેને આપણે ઘસવાનું કે વધારે પ્રમાણમાં ધોવાનું નથી, માત્ર તેને લગાવીને મૂકી રાખ્યું હતું. હવે સુતરાઉ કાપડની મદદથી લૂછીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી આસાનીથી આ જગ્યા ના સાંધા છે તે સાફ થઈ ગયા છે. હવે તમે જ્યાં લગાવ્યું હોય તે જગ્યા અને અને નથી લગાવ્યું તે જગ્યા ને સરખામણી કરો.
આવીજ સરળ રીતે તમે આ પેસ્ટ નો ઉપયોગ ઘરની ગમે તે જગ્યા જેવી રીતે બાથરૂમ, ગેંડી, ટાઇલ્સ, કિચન કે પછી બાલ્કની જેવી કોઈ પણ જગ્યાએ સરળતાથી કરી શકો છો. તો અમે જેમ આગળ કહ્યું તેવી રીતે આ રીત નો ઉપયોગ કરો અને તમારા ઘરના ગંદા અને ખરાબ ડાઘ ને કાયમ માટે દૂર કરો.આ સિવાય તમારે બાથરૂમ તથા ટોઇલેટની ટાઈલ્સ સાફ કરવા માટે એસિડને બદલે બ્લિચિંગનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. બ્લીચિંગથી ટાઇલ્સ એકદમ ચમકી ઉઠશે.
રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા એક નરમ રૂમાલને સરકા(વિનેગર) માં બોળીને તેની મદદથી ટાઈલ્સ સાફ કરી શકાય.પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને કિચનની ટાઈલ્સ સાફ કરવાથી કિચન ચમકી જશે અને સાથે દુર્ગંધ પણ દૂર થશે. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.
બ્લીચિંગને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.લીંબુનો રસ પણ ટાઈલ્સ સાફ કરવા માટે ઘણો ઉપયોગી છે.સાથે સાથે મીઠાવાળા પાણીનો પણ ઉપયોગ કરો.ગરમ પાણીમાં વિનેગરનાં બે-ચાર ટીપા નાંખીને ટાઈલ્સની સફાઈ કરી શકાય છે.બાથરૂમની ટાઈલ્સ સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો.બે કપ વિનેગર અને બે કપ પાણીનું મિશ્રણ કરી એક સ્પ્રે બોટલમાં ભરી ટાઇલ્સ પર સ્પ્રે કરો થોડીવાર પછી કપડાથી સાફ કરી લો.યુટેંસિલ પાવડર અને પાણીનું મિશ્રણ ટાઈલ્સના જીદ્દી ડાઘને પણ કાઢવામાં મદદરૂપ થાય છે.